બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi will inaugurate housing prepared at a cost of crores in Gujarat tomorrow, know the schedule

માદરે વતન / PM મોદી આવતીકાલે ગુજરાતના આંગણે: કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા આવાસોનું કરશે લોકાર્પણ, જાણો શિડ્યુલ

Priyakant

Last Updated: 02:29 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi In Gujarat News: PM મોદી ગિફ્ટ સિટીની મુલાકાત લેશે તેમજ ગાંધીનગરમાં વિવિધ કંપનીઓના CEO અને યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરોને પણ મળશે

  • આવતીકાલે PM મોદી ગુજરાતના પ્રવાસે
  • ગાંધીનગરમાં યોજાનાર કાર્યક્રમમાં આપશે હાજરી
  • 42,000થી વધુ આવાસોનું કરશે લોકાર્પણ
  • PMના કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ 
  • CM ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમ સ્થળની સમીક્ષા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 12 મેના રોજ એક દિવસ ગુજરાતની મુલાકાત આવવાના છે. વાત જાણે એમ છે કે, PM મોદી ગિફ્ટ સિટીની મુલાકાત લેશે તેમજ ગાંધીનગરમાં વિવિધ કંપનીઓના CEO અને યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરોને પણ મળશે તેમજ શિક્ષક સંઘના કાર્યક્રમમાં હાજરી આપશે.
 
આવતીકાલે PM મોદી ગુજરાતના પ્રવાસે આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે મહાત્મા મંદિરમાં અમૃત આવાસોત્સવમાં હાજરી આપશે. જેને લઈ આજે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ કાર્યક્રમની સમીક્ષા કરી હતી. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી PM આવાસ યોજના અંતર્ગત 42 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ પણ કરશે. આ સાથે 1,946 કરોડના ખર્ચે બનેલા આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મહત્વનું છે કે, PM મોદી રાજભવનમાં CM, સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. 

બપોરે 2 કલાકે રાજ ભવનમાં અલગ અલગ બેઠકો કરશે
વડાપ્રધાન મોદી 12 મેના રોજ મહાત્મા મંદિરમાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે તેમજ સાંજે ગિફ્ટ સિટી પાસે અન્ય એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે તેમજ બપોરે 2 કલાક રાજ ભવનમાં અલગ અલગ બેઠકો કરશે. વધુમાં તમને જણાવી દઈએ કે, 1946 કરોડના ખર્ચે તૈયાર થયેલા 42 હજાર આવાસોનું લોકાર્પણ કરાવશે.

સાબરમતી પર બનશે બેરેજ, અનેક જગ્યાએ પાઈપલાઇનનું કામ: થરાદની ધરાથી ઉ.ગુજરાતને  મળશે 8 હજાર કરોડની ભેટ | Prime Minister Narendra Modi on a three-day visit  to Gujarat

ગિફ્ટ સિટીમાં મળશે અધિવેશન
ગાંધીગનર ગિફ્ટ સિટી ખાતે 12 અને 13 મેના રોજ પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશન યોજવા જઈ રહ્યું છે. PM મોદીના હસ્તે શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનને ખુલ્લું મુકવામાં આવશે. પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં શિક્ષક સંઘ સાથે જોડયેલા સમગ્ર દેશના શિક્ષકો હાજર રહેશે. આપને જણાવી દઈએ કે, દેશના વિવિધ રાજ્યમાં દર 2 વર્ષે અધિવેશનનું આયોજન કરવામાં આવે છે. આ વખતે ગાંધીનગર ખાતે આ અધિવેશનનું આયોજન કરાયું છે. 

PM મોદીનો ગુજરાત મુલાકાતનો કાર્યક્રમ

  • પ્રધાનમંત્રી 12મેના રોજ સવારે 10 વાગે અમદાવાદ એરપોર્ટ આવશે
  • 11 વાગે પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં ગિફ્ટ સિટી ખાતે હાજરી આપશે
  • 12 વાગે મહાત્મા મંદિરમાં અમૃત અવાસોત્સવમાં હાજરી આપશે
  • પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.1946 કરોડના 42 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહ પ્રવેશના કાર્યક્રમમાં હાજરી
  • શહેરી વિસ્તારમાં 7113 આવાસોનું અને ગ્રામીણ વિસ્તારમાં 12,000 આવાસોનું લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી
  • મહાત્મા મંદિરથી પ્રધાનમંત્રી રાજભવન જશે
  • રાજભવનમાં 1.30 થી 2.30 સુધી રોકાણ કરશે પ્રધાનમંત્રી મોદી
  • પ્રધાનમંત્રી રાજભવનમાં CM, સંગઠનના પદાધિકારીઓ તથા સરકારના મુખ્ય સચિવ સહિત અધિકારો સાથે કરશે બેઠક
  • પ્રધાનમંત્રી મોદી બપોરે 3 વાગે ગિફ્ટ સિટી જશે
  • ગિફ્ટ સીટીમાં વિવિધ કંપનીના CEO તથા વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે કરશે બેઠક
  • PM 5 વાગે ગિફ્ટ સિટીથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે
  • અમદાવાદ એરપોર્ટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી જવા રવાના થશે
  • પ્રધાનમંત્રી મોદી 12મેના રોજ ગાંધીનગરમાં યોજાનાર 3 કાર્યક્રમમાં હાજરી આપશે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ