બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:12 AM, 3 April 2024
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો કવાયતમાં લાગ્યા છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી દરેક રાજ્યમાં પસંદગીના ઉમેદવારો ઉભા કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ચૂંટણી પ્રચારની કમાન સંભાળી છે. PM મિશન 400 પાર કરવાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે દક્ષિણથી લઈને ઉત્તર પ્રદેશ સુધી દરેક જગ્યાએ સંપૂર્ણ રીતે સક્રિય છે. આ બધાની વચ્ચે હવે ઉત્તર પ્રદેશમાં BJP કાર્યકર્તાઓને ઉત્સાહિત કરવા માટે PM મોદી આજે એટલે કે બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમને સંબોધિત કરશે.
ADVERTISEMENT
ડિજિટલ નમો રેલી
ભાજપના આ કાર્યક્રમને ડિજિટલ નમો રેલી નામ આપવામાં આવ્યું છે. જેના દ્વારા PM મોદી ભાજપના ચૂંટણી પ્રચારની સાથે ડિજિટલ ઈન્ડિયાનો સંદેશ પણ આપી રહ્યા છે. નમો એપ દ્વારા PM મોદી ઉત્તર પ્રદેશની 10 લોકસભામાં પહોંચશે. જ્યાં ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. સંભલ, બદાઉન, બરેલી, અમલા, એટાહ, હાથરસ, આગ્રા, ફતેહપુર સીકરી, ફિરોઝાબાદ અને મૈનપુરી બેઠકો માટે 7 મેના રોજ મતદાન થશે. PM મોદીઆ બેઠકો પર વધુ સારું પ્રદર્શન કરવા માટે કોઈ કસર છોડવા માંગતા નથી. આ જ કારણ છે કે વોટિંગ પહેલા PM મોદી ડિજિટલ નમો રેલી દ્વારા કાર્યકરોને જીતનો મંત્ર આપશે.
ટેક્નોલોજીના ઉપયોગથી ભાજપ ચૂંટણીમાં પ્રભાવશાળી ભૂમિકા ભજવી રહી છે. PM મોદી ડિજિટલ નમો રેલી દ્વારા 22 હજાર 648 બૂથ પર પહોંચશે અને કાર્યકરોને પ્રેરણા આપશે. આ વર્ચ્યુઅલ રેલી દ્વારા PM મોદી બૂથ સમિતિઓના અધ્યક્ષો, સભ્યો અને પન્ના પ્રમુખોને તેમની જવાબદારીઓથી વાકેફ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, PM મોદી કેટલાક બૂથ પ્રમુખો સાથે પણ વાત કરશે અને પાર્ટીની ગતિવિધિઓ વિશે માહિતી મેળવશે. નમો રેલીમાં રાજ્ય, પ્રદેશ અને જિલ્લાના અધિકારીઓ પણ જોડાશે.
ADVERTISEMENT
વધુ વાંચો: પંડિત નેહરુ પશુ-પંખીની ભાષા જાણતાતા ! સભામાં ચામાચીડિયાંને ચૂપ કરાવી દીધાંતા
પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભાજપ ઘણા પ્રયાસો કરી રહી છે. જેથી વધુમાં વધુ બેઠકો જીતી શકાય. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉત્તર પ્રદેશ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. રાજ્યની 80 લોકસભા બેઠકો દેશમાં સત્તા હાંસલ કરવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ રીતે પાર્ટી આ રાજ્ય પર ફોકસ કરી રહી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.