બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:59 AM, 26 May 2025
વડાપ્રધાન મોદીએ આજે ગુજરાતને બે મોટી ભેટ આપશે. વડાપ્રધાનની પ્રેરણાથી મુસાફરો માટે બે નવી એક્સપ્રેસ ટ્રેનો શરૂ થવા જઇ રહી છે, જેમાં વંદે ભારત એક્સપ્રેસ સેવાનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીએ આજે દાહોદમાં આયોજિત એક કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બંને એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે. ટ્રેન નંબર 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં છ દિવસ ચાલશે. આ ટ્રેન ગુરુવાર સિવાય સપ્તાહના તમામ દિવસ ચાલશે. આ ટ્રેન દરરોજ સવારે 05:25 વાગ્યે સાબરમતી સ્ટેશનથી ઉપડશે., તે ચાંદલોડિયા, વિરમગામ, રાજકોટ, જૂનાગઢ થઈને બપોરે 12:25 વાગ્યે વેરાવળ સ્ટેશન પહોંચશે.
ADVERTISEMENT
ટ્રેન નંબર ૨૬૯૦૨ વેરાવળ - સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ વેરાવળ સ્ટેશનથી દરરોજ બપોરે ૨:૪૦ વાગ્યે ઉપડશે. આ ટ્રેન જૂનાગઢ, રાજકોટ, વિરમગામ થઈને 21:35 કલાકે સાબરમતી સ્ટેશન પહોંચશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ગુજરાતના ચાંદલોડિયા સ્ટેશન પર હાલમાં વિકાસ કાર્ય ચાલી રહ્યું છે. તેના પૂર્ણ થયા પછી, વંદે ભારત એક્સપ્રેસ ચાંદલોડિયા સ્ટેશન પર એક વ્યાપારી સ્ટોપેજ પણ ધરાવશે.
આ પણ વાંચોઃ વૃક્ષો ધરાશાયી, વીજળી ગુલ, ધોલેરા-ધંધુકામાં વાવાઝોડાએ એવો કહેર વર્તાવ્યો કે કલાકો સુધી રસ્તાઓ રહ્યાં બંધ
ADVERTISEMENT
આ ઉપરાંત આજે વડાપ્રધાન વલસાડ-દાહોદ એક્સપ્રેસ ટ્રેનની પણ ભેટ આપવાના છે.ટ્રેન નંબર ૧૯૦૧૧ વલસાડ સ્ટેશનથી દરરોજ સવારે ૦૫:૧૫ વાગ્યે ઉપડશે. આ ટ્રેન બીલીમોરા, નવસારી, સુરત, વડોદરા, ગોધરા થઈને 11:05 વાગ્યે દાહોદ સ્ટેશન પહોંચશે.પરત ફરતી વખતે, આ ટ્રેન દાહોદ સ્ટેશનથી સવારે ૧૧:૫૫ વાગ્યે ઉપડશે અને રાત્રે ૨૦:૦૫ વાગ્યે વલસાડ સ્ટેશન પહોંચશે. આ ટ્રેનમાં કુલ ૧૭ કોચ હશે. ટ્રેનમાં એક એક્ઝિક્યુટિવ ક્લાસ કોચ, ચાર થર્ડ એસી કોચ અને 10 સેકન્ડ ક્લાસ કોચ લગાવવામાં આવશે. આ ઉપરાંત, ગાર્ડ કમ પાર્સલ વાનના બે કોચ હશે. દિવ્યાંગ મુસાફરોને ગાર્ડ વાનમાં બેસવાની સુવિધા આપવામાં આવશે.

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.