બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વૃક્ષો ધરાશાયી, વીજળી ગુલ, ધોલેરા-ધંધુકામાં વાવાઝોડાએ એવો કહેર વર્તાવ્યો કે કલાકો સુધી રસ્તાઓ રહ્યાં બંધ

વાતાવરણ પલટો / વૃક્ષો ધરાશાયી, વીજળી ગુલ, ધોલેરા-ધંધુકામાં વાવાઝોડાએ એવો કહેર વર્તાવ્યો કે કલાકો સુધી રસ્તાઓ રહ્યાં બંધ

Last Updated: 09:02 AM, 26 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થતા ગામલોકો અકળાયા હતા, અને એવામાં પણ અધિકારીઓએ ફોન ન ઉપાડતા સ્થાનિક લોકોએ વીજ કંપનીની કચેરીએ પહોંચી હોબાળો મચાવ્યો હતો

ધંધુુકા-ધોલેરામાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી હતી. ભારે પવનથી ધૂળની ડમરીઓ ઉડી હતી અને ગાજવીજ સાથે
વરસાદ ખાબક્યો હતો. મીની વાવાઝોડાને પગલે ધંધુકા-લીમડી હાઇવે પર અનેક વૃક્ષો થયા ધરાશાયી થયા હતા. મહાકાય વૃક્ષો પડી જતા અનેક રસ્તા કલાકો સુધી બંધ રહ્યા હતા. કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થતા ગામલોકો અકળાયા હતા, અને એવામાં પણ અધિકારીઓએ ફોન ન ઉપાડતા સ્થાનિક લોકોએ વીજ કંપનીની કચેરીએ પહોંચી હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચોઃ છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 41 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો, જાણો ક્યાં કેટલાં ઈંચ પડ્યો

મહત્વનું છે કે ગઇકાલે રાત્રે અચાનક અમદાવાદના વાતાવરણમાં પણ જોરદાર પલટો જોવા મળ્યો હતો. ભારે પવન ફૂંકાવા સાથે આકાશમાં ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી, જેના કારણે શહેરમાં ધૂંધળું વાતાવરણ છવાઈ ગયું હતું. આકાશમાં ધૂળનું સામ્રાજ્ય છવાઈ જતાં વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા હતા.

Vtv App Promotion

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Electricity Went Out Strong winds Cyclone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ