બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / PM Modi will do big work on February 14 after security breach

ચૂંટણી રણ 2022 / સુરક્ષા ચૂકની ઘટના બાદ 14 ફેબ્રુઆરીએ મોટું કામ કરશે PM મોદી, ફતેહ રેલીમાં કરી હતી જાહેરાત

Hiralal

Last Updated: 04:51 PM, 9 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરક્ષા ચૂકની ઘટના બાદ પ્રધાનમંત્રી મોદીએ 14 ફેબ્રુઆરીએ પંજાબના જલંધરમાં મોટી રેલી કરવાની જાહેરાત કરી છે.

  • પંજાબમાં સુરક્ષા ચૂકની ઘટના બાદ પીએમ મોદીની જાહેરાત
  • 4 ફેબ્રુઆરીએ પંજાબના જલંધરમાં ફિઝિકલ રેલી કરશે
  • 5 જાન્યુઆરીએ પીએમ મોદીને પંજાબમાંથી પાછા આવવું પડ્યું હતું

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં બહુ ઓછો સમય બચ્યો છે. આવી સ્થિતિમાં, તમામ રાજકીય પક્ષો લોકોને લલચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ તરફથી હવે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ પાર્ટીની કમાન સંભાળતા જોવા મળી રહ્યા છે. મંગળવારે વર્ચ્યુઅલ રેલી કર્યા બાદ હવે પીએમ મોદી પંજાબમાં ફિઝિકલ રેલી કરશે. 5 જાન્યુઆરીએ પીએમ મોદીની સુરક્ષામાં ચૂક બાદ પીએમ મોદી પહેલીવાર પંજાબની મુલાકાતે જશે.

PM મોદી 14 ફેબ્રુઆરીએ પંજાબના જલંધરમાં ફિઝિકલ રેલી કરશે
PM મોદી 14 ફેબ્રુઆરીએ પંજાબના જલંધરમાં ફિઝિકલ રેલી કરશે અને પંજાબના લોકો સાથે સીધી વાત કરશે. આ પહેલા મંગળવારે ફતેહ રેલીમાં ભાગ લેતી વખતે પણ તેમણે આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ થોડા દિવસો પછી લોકોને મળવા માટે ફરીથી પંજાબ જશે.

5 જાન્યુઆરીએ પીએમ મોદીના કાફલાને રોકવામાં આવ્યો હતો

પંજાબની મુલાકાત દરમિયાન 5 જાન્યુઆરીએ કેટલાક પ્રદર્શનકારીઓએ રસ્તો રોકી દીધા બાદ મોદીનો કાફલો 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયો હતો. આ ઘટનાને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે PMની સુરક્ષામાં "ગંભીર" ભૂલ ગણાવી હતી. ફિરોઝપુરમાં એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરવાના હતા અને ત્યારબાદ એક રેલીને સંબોધિત કરવાના હતા. જ્યારે કેટલાક વિરોધીઓએ તેમની આગળનો રસ્તો અવરોધિત કર્યો ત્યારે માર્ગ દ્વારા જતી વખતે "ગંભીર સુરક્ષા ક્ષતિ" થઈ હતી. આ કારણે વડાપ્રધાન 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર ફસાયા હતા અને બાદમાં તેમના કાફલાને પરત ફરવું પડ્યું હતું.

ફતેહ રેલીમાં પીએમ મોદીએ શું કહ્યું?

આ પહેલા મંગળવારે ફતેહ રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે, શું આ ચૂંટણી પંજાબ માટે માત્ર નવી સરકાર બનાવવા માટે છે? શું આ ચૂંટણી નવા મુખ્યમંત્રી બનાવવા માટે છે? શું આ ચૂંટણી નવા ધારાસભ્ય, નવા મંત્રીને ચૂંટવાની છે? ના, આ પંજાબમાં વિકાસની ગતિને વેગ આપવા અને પંજાબને અનિશ્ચિતતાની સ્થિતિમાંથી બહાર કાઢવાની ચૂંટણી છે. પીએમે વધુમાં કહ્યું કે, "ભાજપ પોતાના સહયોગીઓની સાથે મળીને પંજાબ માટે વિકાસ અને આત્મવિશ્વાસનો નવો અને નક્કર રોડમેપ લઈને આવ્યો છે. પંજાબ માટે એનડીએએ પોતાના 11 પ્રસ્તાવ રજૂ કર્યા છે. આ ૧૧ ઠરાવો દરેક પંજાબીના છે જે પંજાબ અને પંજાબીયત વિશે વાત કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ