બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi will come to Gujarat on October 9, 10 and 11

ઇલેક્શન મોડ / ફરી ગુજરાત આવે છે PM મોદી: ત્રણ જ દિવસમાં ધડાધડ 5 જિલ્લાઓમાં મોટા કાર્યક્રમ, જુઓ આખું શેડ્યુલ

Dhruv

Last Updated: 04:07 PM, 6 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં જ ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપ્યા બાદ ચૂંટણી પહેલા વધુ એક વખત વડાપ્રધાન મોદી ગુજરાતના આંગણે આવી રહ્યાં છે.

  • PM મોદી ફરીવાર ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવશે
  • 9, 10 અને 11 ઓક્ટોબરના રોજ PM મોદી હશે ગુજરાતમાં
  • જાહેર જનસભાને સંબોધશે તેમજ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા વધી ગયા છે. રાજ્યમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સહિત દિગ્ગજો ગુજરાતમાં અવરજવર કરી રહ્યાં છે. ત્યારે વધુ એક વખત PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે.

આગામી તારીખ 9, 10 અને 11 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી ગુજરાત આવશે. મહત્વનું છે કે, તેઓ ચૂંટણી પૂર્વે ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં એકવાર ફરી PM મોદી અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

PM મોદી આગામી તારીખ 9મી ઓક્ટોબરના રોજ બપોરે ગુજરાત આવશે. ત્યાર બાદ તેઓ 9મી ઓક્ટોબરે મહેસાણાના મોઢેરા પાસે જાહેર સભાને સંબોધન કરશે. અહીં તેઓ મોઢેશ્વરી માતા દર્શન કરશે. તદુપરાંત મહેસાણાની દૂધસાગર ડેરી પાવડર પ્લાન્ટનું પણ PM મોદી લોકાર્પણ કરશે. બાદમાં રાત્રી રોકાણ કરવા ગાંધીનગર રાજભવન ખાતે જવા રવાના થશે. 10 ઓક્ટોબરના રોજ સવારે ભરુચના જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્કનું PM મોદી ખાતમુહૂર્ત કરશે. 10  ઓક્ટોબરના રોજ આણંદ ખાતે પણ PM મોદી જાહેર જનસભાને સંબોધશે. જ્યારે 10 ઓક્ટોબરે બપોરે જામનગરના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તો 11મી ઓક્ટોબરના રોજ PM મોદી જામકંડોરણામા વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

પીએમ મોદીના હસ્તે દૂધસાગર ડેરી પાવડર પ્લાન્ટનું કરાશે લોકાર્પણ

9 ઓક્ટોબરે પીએમ મોદીના હસ્તે મહેસાણાના દૂધસાગર ડેરી પાવડર પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે. દૂધ સાગર ડેરી પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કર્યા બાદ પીએણ મોદી બહુચરાજી જવા રવાના થશે. બહુચરાજી સ્થિત બહુચરાજી મંદિરના 200 કરોડના નવીન પ્લાનનું લોકાર્પણ પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે

PM મોદીના 10 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન આ યોજનાને જનતા માટે ખુલ્લી મૂકશે. જામનગર ખાતે સૌની યોજના લિંક-1 પેકેજ-5 અને લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ કરશે. જેથી પોરબંદર, જામનગર, રાજકોટ, દ્વારકા જિલ્લામાં પાણી પહોંચશે. મળતી માહિતી મુજબ સૌની યોજનાના લિંક-1 પેકેજ-5  300 કરોડના ખર્ચે તૈયાર થયું છે. જ્યારે સૌની યોજનાના લિંક-3 પેકેજ-7 રૂપિયા 700 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આમ કુલ મળીને 1 હજાર કરોડ રૂપિયાના ખર્ચે તમામ નેટવર્ક તૈયાર કરી દેવામાં આવ્યા છે. જેનાથી સૌરાષ્ટ્રવાસીઓને પાણી માટે વલખાં મારવા નહીં પડે.એકંદરે 1,20,000થી પણ વધુ લોકોને આનાથી ફાયદો થશે અને આસપાસના કુલ 71,967 એકર વિસ્તારને સિંચાઇ અને પીવાના પાણીની જરૂરિયાત સંતોષી જશે.

આણંદના વિદ્યાનગરમાં શાસ્ત્રી મેદાનમાં PMની જંગી જાહેર સભા

10મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આણંદના મહેમાન બનશે. પીએમ મોદી 10 ઓક્ટોબરે આણંદની મુલાકાતે જશે. જ્યાં આણંદના વિદ્યાનગરમાં આવેલા શાસ્ત્રી મેદાનમાં પીએમ મોદી એક જંગી જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તૈયારીના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ સંગઠને તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. હાલમાં PM નરેન્દ્ર મોદીની વિશાળ જાહેરસભાના આયોજન માટે જગ્યા શોધવા પણ તંત્ર કામે લાગી ગયું છે.

જાણો PM મોદીનો ત્રણ દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ?

  • 9-10-11 ઓક્ટોબરના રોજ PM મોદી ગુજરાત પ્રવાસે
  • 9 ઓક્ટોબરે બપોરે PM મોદી ગુજરાત આવશે
  • 9 ઓક્ટોબરે મહેસાણાના મોઢેરા પાસે સભાને સંબોધશે
  • મહેસાણાની દૂધસાગર ડેરી પાવડર પ્લાન્ટનું કરશે લોકાર્પણ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોઢેશ્વરી માતાના પણ દર્શન કરશે
  • માતાના દર્શન કર્યા બાદ ગાંધીનગર રાજભવન ખાતે કરશે રાત્રી રોકાણ
  • 10 ઓક્ટોબરે સવારે ભરુચના જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્કનું ખાતમુહૂર્ત કરશે
  • 10 ઓક્ટોબરના રોજ આણંદ ખાતે જાહેર જનસભાને સંબોધન કરશે
  • 10 ઓક્ટોબરે બપોરે જામનગર વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
  • 11 ઓક્ટોબરે જામકંડોરણામા વિકાસના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

 29-30 સપ્ટેમ્બરે આવ્યા હતા ગુજરાતના પ્રવાસે

ઉલ્લેખનીય છે કે, ગત 29-30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવેલા PM મોદીએ સુરતને રૂ. 3400 કરોડથી વધુની કિંમતના વિવિધ પ્રોજેક્ટની ભેટ આપી હતી. PM મોદીએ ભાવનગરમાં પણ 5200 કરોડથી વધુની બહુવિધ વિકાસલક્ષી કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. સાથે અમદાવાદમાં નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવ્યો હતો. 30 સપ્ટેમ્બરના રોજ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. સાથે અમદાવાદીઓને નવરાત્રીમાં PM મોદીએ મેટ્રો ટ્રેનની ભેટ આપી હતી. આ ઉપરાંત ગુજરાતના પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી મા અંબાના દર્શન કરવા માટે અંબાજી પહોંચ્યા હતા. 30 તારીખે PM મોદીએ અંબાજી મંદિરે દર્શન કરી નવી રેલ્વે લાઇનનું ખાતમુહૂર્ત કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ