બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / pm modi viral video pm modi in guru ravidas vishram dham mandir

PM ની સાદગી / PM મોદીએ સામાન્ય માણસની જેમ શ્રદ્ધાળુઓ સાથે નીચે બેસીને કર્યા ભજન, સંત રવિદાસ જયંતી પર મહિલાઓ સાથે વાતચીત

Pravin

Last Updated: 03:04 PM, 16 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સંત રવિદાસ જયંતિના અવસરે પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના કરોલબાગમાં શ્રી ગુરૂ રવિદાસ વિશ્રામ ધામ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

  • આજે સંત રવિદાસની જયંતિ
  • પીએમ મોદીએ ભક્તો સાથે બેસી મંઝીરા વગાડ્યા
  • પીએમ મોદી સાદગીપૂર્ણ રીતે ભક્તિભાવમાં થયાં લીન

 

આજે સંત રવિદાસ જયંતિના અવસરે પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના કરોલબાગમાં શ્રી ગુરૂ રવિદાસ વિશ્રામ ધામ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.  ત્યાર બાદ પીએમ મોદીએ મંદિર પરિસરમાં હાજર મહિલા સાથે ભજન કીર્તન પણ કર્યા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આ દરમિયાન પીએમ મોદી ત્યાં હાજર લોકો સાથે મળ્યા અને તેમની સાથે વાતચીત પણ કરી હતી. 

પીએમ મોદીએ મંઝીરા વગાડ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંત રવિદાસ જયંતિના અવસરે કરોલ બાગના શ્રી રવિદાસ વિશ્રામ ધામ મંદિરમાં શ્રદ્ધાળુઓ સાથે ભજનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદીએ ભક્તો સાથે બેસીને મંઝીરા પણ વગાડ્યા હતા.

 


આપણા બધાં માટે પ્રેરણાદાયી છે સંત રવિદાસ


આ અગાઉ કાલે પીએમ મોદીએ ટ્વિટર પર સંત રવિદાસની પૂજા કરતા કેટલીય તસ્વીરો પોસ્ટ કરી હતી. પીએમ મોદીએ લખ્યું હતું કે, મહાન સંત ગુરૂ રવિદાસજીની જન્મ જયંતિ છે. તેમણે જે રીતે પોતાનું જીવન સમાજમાંથી જાત-પાત અને છૂઆછૂત જેવી કુપ્રથાઓને સમાપ્ત કરવા માટે સમર્પિત કરી દીધી, તે આજે પણ આપણાં બધા માટે પ્રેરણાદાયી છે. આ અવસર પર મને સંત રવિદાસની પવિત્ર ભૂમીને લઈને કંઈક વાતો યાદ આવી રહી છે. વર્ષ 2016 અને 2019માં મને અહીં શિશ ઝૂકાવાનું અને લંગરમાં ભાગ લેવાનો મોકો મળ્યો હતો. એક સાંસદ હોવાના નાતે મેં નક્કી કરી લીધું હતું કે, આ તીર્થસ્થળના વિકાસકામમાં કોઈ કમી નહીં રહેવા દઉં.

 

 

પઠાણકોટમાં પીએમ મોદીની જાહેરસભા

પીએમ મોદી કરોલ બાગમાં પૂજા કર્યા બાદ સીધા પંજાબના પઠાણકોટ રવાના થઈ ગયા હતા. પઠાણકોટમાં પીએમ મોદી પંજાબ વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને એક જાહેરસભાને સંબોધન કરવાના છે. તો વળી આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જાલંઘરમાં રવિદાસ જયંતિ મંદિરમાં દર્શન કરશે અને રોડ શોમાં જોડાશે.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ