બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / pm modi us visit Applause, standing ovation American parliaments flock to take selfie-autograph with PM Modi

અમેરિકા બન્યું મોદીમય / તાળીઓનો ગડગડાટ, સ્ટેન્ડિંગ ઓવેશન... PM મોદી સાથે સેલ્ફી-ઓટોગ્રાફ લેવા અમેરિકન સંસદોની પડાપડી

Megha

Last Updated: 10:39 AM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કર્યા બાદ ત્યાંના સાંસદો પીએમ મોદીને મળવા આતુર હતા અને તેમના ઓટોગ્રાફ લેવા માટે સાંસદોએ લાઈનો લગાવી હતી.

  • યુએસ કોંગ્રેસના સાંસદો પીએમ મોદીને મળવા આતુર હતા
  • એક કલાકના ભાષણમાં 15 વખત સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું 
  • ભાષણ બાદ ઓટોગ્રાફ લેવા માટે સાંસદોએ લાઈનો લગાવી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ અમેરિકામાં પણ જોવા મળ્યો હતો. તેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કર્યા બાદ ત્યાંના સાંસદો પીએમ મોદીને મળવા આતુર હતા અને તેમના ઓટોગ્રાફ લેવા માટે સાંસદોએ લાઈનો લગાવી હતી. આ દરમિયાન ઘણા લોકોએ તેની સાથે સેલ્ફી પણ લીધી હતી . આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર કેવિન મેકકાર્થીની જોઈન્ટ સેશન એડ્રેસ બુક પર પણ હસ્તાક્ષર કર્યા હતા.

એક કલાકના ભાષણમાં 15 વખત સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું 
આ સભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદી માટે જોરદાર તાળીઓ પડી હતી. આટલું જ નહીં સંબોધન પછી લોકો પીએમ મોદી સાથે સેલ્ફી લેવા માટે કતારમાં ઉભા હતા. એટલું જ નહીં પીએમ મોદીના ભાષણનું સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ લગભગ એક કલાક સુધી ભાષણ આપ્યું. એ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કુલ 15 વખત સાંસદો પાસેથી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું.

તમામ સભ્યોએ ઉભા થઈને લાંબા સમય સુધી તાળીઓ પાડી
આ સાથે ઘણી વખત એવું પણ જોવા મળ્યું હતું કે ગેલેરીમાં હાજર ભારતીય સમુદાયે અલગથી ઉભા રહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા. આ સિવાય અમેરિકી સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન 79 વખત તાળીઓ પણ વગાડવામાં આવી હતી. જ્યારે પીએમ મોદીએ પોતાનું ભાષણ પૂરું કર્યું ત્યારે તમામ સભ્યોએ ઉભા થઈને લાંબા સમય સુધી તાળીઓ પાડી હતી. બીજી તરફ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર કેવિન મેકકાર્થીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો પોતાનો અનુભવ શેર કર્યો અને કહ્યું કે તેમની સાથે ઘણો સારો સમય પસાર કર્યો.

અમેરિકા અને ભારત વચ્ચે સારા વર્કિંગ રિલેશનશીપ છે
યુએસ કોંગ્રેસમેન ડેન મ્યુઝરે કહ્યું, “હું ખૂબ જ પ્રભાવિત થયો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ જ સરસ ભાષણ આપ્યું. તે પ્રોત્સાહક હતું. તે વિશ્વની સમસ્યાઓ અને સંઘર્ષો માટે ખૂબ જ સુસંગત હતું. મને લાગે છે કે ત્યાંની દરેક વ્યક્તિ, રિપબ્લિકન અને ડેમોક્રેટ, આમાંથી શીખી શકે છે. તે અદ્ભુત છે કે અમારી પાસે અમેરિકા અને ભારત વચ્ચે સારા વર્કિંગ રિલેશનશીપ છે અને સારા સંબંધોની યોજના છે.

વડા પ્રધાને ખૂબ જ જોરદાર ભાષણ આપ્યું હતું
તે જ સમયે, યુએસ કોંગ્રેસના સભ્ય રો ખન્નાએ કહ્યું, "મને લાગે છે કે વડા પ્રધાને ખૂબ જ જોરદાર ભાષણ આપ્યું હતું."તેમણે અમેરિકાની આર્થિક, ટેક્નોલોજી અને સંરક્ષણ ભાગીદારીની પુષ્ટિ કરી હતી અને તેમણે એક મહત્વપૂર્ણ મુદ્દો પણ ઉઠાવ્યો હતો કે ભારત તમામ ધર્મોનું સન્માન કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ