બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 27મીએ PM મોદીના હસ્તે રૂ. 1000 કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 3નું ખાતમુહૂર્ત
Last Updated: 12:22 PM, 26 May 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 મેએ રિવરફ્રન્ટ ફેઝ-3નું ખાતમુહૂર્ત કરવાના છે. ત્રણેય ફેઝ પૂરાં થયા પછી રિવરફ્રન્ટ ત બંને બાજુ મળી 38 કિમી લાંબો થઈ જશે. જોકે, તેનો ફાયદો એ થશે કે, ફેઝ-3 તૈયાર થયા બાદ લોકો સીધા રિવરફ્રન્ટ રોડથી ગાંધીનગર જઈ શકશે. તેમજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બુલેટ ટ્રેન સ્ટેશન, સાબરમતી રેલવે સ્ટેશન, એરપોર્ટ સીધા જઈ શકશે. પૂર્વ તરફના રિવરફન્ટ રોડ પરના શાસ્ત્રીબ્રિજથી સીધા કેનાલ સાયફન સુધી જઈ શકશો.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ વંદે ભારત સહિત બે નવી ટ્રેનો PM મોદી ગુજરાતને ભેટ આપશે, કંઇક આવો હશે ટાઇમિંગ
ADVERTISEMENT
ફેઝ-૩ની વિશેષતા
નદીના બંને કિનારા પર 4.5 કિલોમિટરનો વિસ્તાર કવર કરાશે
ADVERTISEMENT
બેસવાની વ્યવસ્થાની સાથે બે લાઈનમાં 1.5 લાખથી વધુ ઘટાદાર વૃક્ષો ઉછેરાશે
આ વિસ્તારમાં દેશી-આર્યુવેદિક વૃક્ષોનું વાવેતર થશે
ADVERTISEMENT
બાયોડાવર્સિટી પાર્ક, સાઇકલિંગ માટે અલગ ટ્રેક, વોક વે, બાળકોને રમત-ગમત માટેની સુવિધા, ફૂડ માર્કેટ, સ્માર્ટ લાઇટિંગ, સૌર ઉર્જાથી ચાલતી વિવિધ સુવિધા હશે.
વેસ્ટ મેનેજમેન્ટ માટેની ખાસ સુવિધા ઉભી કરાશે
ADVERTISEMENT
બંને કિનારા 5-5 પ્લાઝા તૈયાર કરાશે. જે પ્રવૃત્તિઓ માટે ફાવળાશે.
સોલાર પાવર આધારિત પાણીની સુવિધા તૈયાર કરાશે.
ADVERTISEMENT
ફેઝ-3નું કામ આગામી 4 વર્ષમાં પૂરું થઈ જશે. તે બાદ અમદાવાદની કાયાપલટ થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.