બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 71 હજાર યુવાનોને મળશે સરકારી જૉબની ગિફ્ટ, રોજગાર મેળામાં PM મોદી આપશે એપોઇન્ટમેન્ટ લેટર

આનંદો! / 71 હજાર યુવાનોને મળશે સરકારી જૉબની ગિફ્ટ, રોજગાર મેળામાં PM મોદી આપશે એપોઇન્ટમેન્ટ લેટર

Last Updated: 09:36 AM, 23 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે એટલે 23 ડિસેમ્બરે રોજગાર મેળા હેઠળ PM મોદી 71 હજારથી વધારે કેન્ડઈડેટેને નિમણૂક પત્ર આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે 23 ડિસેમ્બરે રોજગાર મેળા હેઠળ 71 હજારથી વધારે કેન્ડઈડેટેને નિમણૂક પત્ર આપવાના છે. કેન્દ્ર સરકારે વિભિન્ન વિભાગોમાં સરકારી નોકરી મેળવવા માટે કેન્ડઈડેટ્સને વિડીયો કૉંફરેસિંગના માધ્યમે નિમણૂક પત્ર આપવામાં આવશે. આની માટે સવારે 10:30 થી પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે.        

આ પ્રોગ્રામમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિયુક્તિ પર ચર્ચા કરશે અને યુવાઓને રોજગારની નવી તકો વિષે સંબોધિત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરેલા નિવેદન અનુસાર, આ પગલું રોજગાર નિર્માણ પ્રત્યેની તેમની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.    

ROJGAR-MELA.jpg

10:30 વાગ્યે શરૂ થશે વિડીયો કોંફરેન્સ

રોજગાર મેળામાં નિમણૂક પત્ર વહેચવાથી લઈને PMએ ટ્વિટ કરી લખ્યું, 'વિકસિત ભારતના નિર્માણમાં પોતાના યુવા સાથીઓને ભાગીદારી વધવાથી અર્થપૂર્ણ ભાગીદારી વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. દિશામાં આજે સવારે 10:30 વાગ્યે વિડીયો કૉંફરેસિંગના માધ્યમે હજારો યુવાનોને નિમણૂક પત્ર આપવાનું સૌભાગ્ય મળશે.'  

આ મેળાના માધ્યમે યુવાઓને દેશના વિકાસ અને આત્મનિર્ભર બનવા માટે અને મહત્વપૂર્ણ મોકા આપવામાં આવશે. આ મેળો દેશભરમાં 45 સ્થળો પર આયોજિત કરવામાં આવશે, જ્યાં વિભિન્ન મંત્રાલયો અને વિભાગોમાં નવી નિયુક્તિઓ કરવામાં આવશે. આ મેળો યુવાનોને રાષ્ટ્ર નિર્માણ અને આત્મસશક્તિકરણમાં ભાગ લેવાની અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે.    

PROMOTIONAL 12

મંત્રાલયો અને વિભાગોમાં થશે કેન્ડઈડેટ્સની ભરતી

રોજગાર મેળા હેઠળ નવી નિમણૂક કર્મચારીને ગૃહ મંત્રાલય, પોસ્ટ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ જેવા મહત્વપૂર્ણ મંત્રાલયો અને વિભાગમાં નિમણૂક કરવામાં આવશે. આ કાર્યક્રમ ન માત્ર સરકારી ક્ષેત્રમાં રોજગારીની તકો વધારશે, પરંતુ આ યુવા પેઢીને પોતાની ક્ષમતાઓ અને સપનાને પૂરાં કરવા એક મોટી તક પણ આપશે.

વધુ વાંચોઃ ક્રિસમસ પહેલા ઉત્તર ભારતમાં શીત લહેર, જાણો હવામાન વિભાગે ક્યાં કરી વરસાદની આગાહી

PM રોજગાર મેળો શું છે?

રોજગાર મેળાની પહેલ 22 ઓક્ટોબર 2022થી શરૂ થઈ હતી. ત્યારબાદ પીએમ મોદીએ 10 લાખ સરકારી નોકરીઓ આપવાના લક્ષ્ય સાથે અભિયાનની શરૂઆત કરી હતી. આ ચાલુ પ્રયાસ રોજગારને પ્રોત્સાહન આપવા અને દેશના કર્મચારીઓની વૃદ્ધિ અને વિકાસને સરળ બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તમને જણાવી દઈએ કે ગત વર્ષે રોજગાર મેળામાં 51 હજાર યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM modi rojgar mela 2024 rojgar mela
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ