બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / PM Modi to celebrate Sardar Patel's 148th birth anniversary in Ektanagar, Niranjan Swamy's apology amid growing controversy, another upset in World Cup

2 મિનિટ 12 ખબર / PM મોદી એકતાનગરમાં ઉજવશે સરદાર પટેલની 148મી જન્મજયંતિ, વિવાદ વધતાં નિરંજન સ્વામીનું માફીનામું, વર્લ્ડ કપમાં ફરી અપસેટ

Vishal Khamar

Last Updated: 11:38 PM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સરદાર પટેલની જન્મ જયંતીએ વડાપ્રધાન કેવડીયા ખાતે વિવિધ લોકાર્પણ તેમજ ખાતમુર્હત કરશે. જ્યારે ચાર IAS અધિકારીઓને મહત્વની જવાબદારી સોંપાઈ છે. આરોગ્ય સચિવ હર્ષદ પટેલની નિમણૂંક કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે બીજા દિવસે પીએમ મોદી કેવડીયામાં હાજર રહેશે. જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ એકતા દિવસ નિમિત્તે યોજાનારી એકતા પરેડમાં હાજરી આપશે. કેવડીયા ખાતે પણ વિવિધ સુવિધાઓનુ લોકર્પણ અને ખાતમુર્હૂત કરશે. 31મી ઓક્ટોબરને એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 

રાજ્યના વહીવટી તંત્રમાં મહત્વનો ફેરફાર થયા છે. 4 IAS અધિકારીઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યના નવા આરોગ્ય સચિવ ધનંજય દ્વીવેદી  બન્યા છે. આપને જણાવીએ કે, આરોગ્ય સચિવ તરીકે વર્તમાનમાં જવાબદારી સંભાળતા મનોજ અગ્રવાલ આજે વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે. જેને લઈ તેમના કાર્યભાર ધનંજય દ્વીવેદી સોપવામાં આવ્યો છે.નર્મદા અને કલ્પસર વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે શાહમીના હુસેન બન્યા છે જ્યારે આરોગ્ય કમિશનર તરીકે હર્ષદ પટેલની નિમણૂક કરવામાં આવી છે. યુથ અને કલ્ચર વિભાગના સચિવ તરીકે આલોક પાંડે જવાબદારી સંભાળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજીમાં દર્શને પહોંચ્યા હતા. જે બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં રૂ.5950 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મહેસાણા જિલ્લાના ડભોડા ગામમાં યોજાયો હતો. વિવિધ પ્રકલ્પોમાં ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (GRIDE), જળ સંસાધન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યો સામેલ છે.  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયત અંગે ખબર અંતર પૂછ્યા હતા. અત્રે જણાવીએ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુત્ર સાથે પીએમ મોદીની તસ્વીર ટ્વીટ કરી છે. થોડા દિવસ અગાઉ અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોકના કારણે મુંબઈ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે સારવાર બાદ અનુજને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતાં. જેઓની તબિયત અત્યારે સારી છે

Niranjan Swami, who made a controversial statement about gods and goddesses, apologized and said that he had said this in an...

સ્વામિનારાયણ સંપ્રદાયનાં નિરંજન સ્વામીએ બે દિવસ પહેલા જસદણ ખાતે સભામાં દેવતાઓને લઈ નિવેદન આપ્યું હતું. નિરંજન સ્વામીનાં નિવેદનને લઈ સંતોમાં રોષ ફાટી નીકળતા વિવાદ વધે તે પહેલા જ નિરંજન સ્વામીએ આજે માફી માંગી હતી. માફી માંગતા નિરંજન સ્વામીએ કહ્યું હતું કે, આવેશમાં આવી કંઈ પણ બોલ્યો હોઉં તો માફી માંગુ છું. દેવી દેવતાઓ માટે કંઈ બોલાઈ ગયું હોય તો માફી માંગુ છું. ભવિષ્યમાં આવી ભૂલ નહી થાય તેવી ખાતરી આપું છું.

stroke deaths per year and know its prevention tips

સમગ્ર વિશ્વમાં લોકોના મોત માટે સ્ટ્રોકને મુખ્ય કારણ ગણવામાં આવે છે. WHO અનુસાર વિશ્વમાં દર વર્ષે 15 મિલિયનથી વધુ સ્ટ્રોકનો શિકાર બને છે, જેમાંથી 5 મિલિયન લોકો મોતને ભેટે છે અથવા વિકલાંગતાનો શિકાર બને છે. પહેલા માત્ર વધુ ઉંમરના લોકો જ આ સ્ટ્રોકનો શિકાર બનતા હતા, હવે યુવાઓ પણ સ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે. સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, જે પ્રકારે વિશ્વભરમાં સ્ટ્રોકનું જોખમ વધી રહ્યું છે, તે પ્રકારે વર્ષ 2050 સુધીમાં સ્ટ્રોકના કારણે મોત થવાના કેસમાં 50 ટકાનો વધારો થઈ શકે છે. 

Nobody Can Interfere In Lives Of Consenting Adults Who Have Chosen To Marry : Delhi High Court

દિલ્હી હાઈકોર્ટે લગ્નને લઈને એક મોટો ચુકાદો જાહેર કર્યો છે. એક કપલના કેસની સુનાવણી કરતાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે લગ્ન કરવાનો અધિકાર માનવ સ્વતંત્રતાની ઘટના છે અને બંધારણમાં આપેલા જીવનના અધિકારની ગેરંટીનો અભિન્ન ભાગ છે. જો બે પુખ્ત વયના લોકો પરસ્પર સંમતિથી લગ્ન કરવાનું નક્કી કરે છે તો તેમાં માતા-પિતા, સમાજ કે સરકાર પણ તેને ન અટકાવી શકે. 

South Superstar Thalapathy Vijay's Dunk at the Box Office, LEO Has Done Amazingly in 11 Days, The Movie Earned Billions

વર્તમાનમાં બોક્સ ઓફિસ પર સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયની ફિલ્મ લીયો ખૂબ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મનો ચાહકોમા જબરદસ્ત ક્રેઝ છે. જ્યારે પણ તેની કોઈ નવી ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે તેને ચાહકોનો ભરપૂર પ્રેમ મળી રહે છે અને તે કમાણી પણ જોરદાર કરે છે. અત્રે જણાવીએ કે, તાજેતરમાં ફિલ્મ લીઓ 19 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થઈ હતી. વિજયની આ ફિલ્મને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો તેની એક્શનથી ભરપૂર સ્ટાઇલને ખૂબ પસંદ કરી રહ્યા છે. જેના કારણ ફિલ્મ રિલીઝ થયાને માત્ર 11 દિવસ જ થયા છે અને તેણે 11 દિવસમાં એક મોટો રેકોર્ડ બનાવી લીધો છે. આ ફિલ્મે વિશ્વભરમાંથી 500 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે

ED notice to Arvind Kejriwal in Delhi's new liquor policy case

નવી લિકર પોલિસી મામલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. દિલ્હીની નવી લિકર પોલિસી કેસમાં ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલને નોટિસ ફટકારાતા સોંપો પડી ગયો છે. આ અંગે ઊંડી તપાસ માટે 2 નવેમ્બરે પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલને બોલાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે અગાઉ સીબીઆઈએ એપ્રિલ મહિનામાં મુખ્યમંત્રીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. જે માટે વધુ એક નોટીસ ફટકારાતા ચર્ચા જાગી છે. ખાસ વાત એ છે કે આ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ધરપકડ કરાઈ છે.

S Jaishankar visited with the family of 8 Indians sentenced to death in Qatar

એસ. જયશંકરે સોશિયલ મીડિયા પર કહ્યું, "ગતરોજ સવારે કતારમાં અટકાયતમાં લેવાયેલા 8 ભારતીયોના પરિવારજનોને મળ્યા. ભારપૂર્વક જણાવ્યું કે સરકાર આ કેસને ખૂબ જ મહત્વ આપે છે. જયશંકરે પરિવારો સાથે વાતચીત કરીને એમને કહ્યું કે સરકાર તેમની મુક્તિ માટે તમામ પ્રયાસો કરવાનું ચાલુ રાખશે અને તે સંદર્ભે પરિવારો સાથે નજીકથી સંકલન કરશે." કતારમાં મૃત્યુદંડની સજાનો સામનો કરી રહેલા પૂર્વ મરીનના પરિવારોએ આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સીધા હસ્તક્ષેપની માંગ કરી હતી. 

શેર માર્કેટ છપ્પરફાડ: સેન્સેક્સ ફરી આટલા અંક ચડયો, રોકાણકારોની આ શેરોએ  તિજોરી ભરી | Sensex closed at 66,527 with an increase of 367 points on the  last day of July

શેર બજારના જાણે દિવાળી દેખાઈ હોય તેમ આવકારદાય તેજી જોવા મળી રહી છે. જે તેજી આજે બીજા દિવસે પણ યથાવત રહેવા પામી હતી. શેરબજારમાં  સોમવારે સતત બીજા દિવસે ઉછાળો જોવા મળતા રોકાણકારોને જલસા પડી ગયા હતા. બજારમાં નીચલા સ્તરેથી મજબૂત રિકવરીને કારણે મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. વાત કરવામાં આવે BSE સેન્સેક્સની તો તેમાં 330 પોઈન્ટનો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. જેને લઈને BSE સેન્સેક્સ 64,112 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટીમાં પણ 93 પોઈન્ટનો વધારો નોંધાયો હતો. જેને લઈને નિફટી 19,140 પર સ્થિર થયો હતો.

Afghan cricket team is doing great in world cup 2023

ભારતના નેજા હેઠળ આયોજિત ODI વર્લ્ડ કપ 2023માં અફઘાન ક્રિકેટ ટીમ જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. આ સિઝનનો 30 મી મેચ અફઘાન ટીમના નામે રહી હતી. આ ટીમ શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. ત્યારે જીતનો સ્વાદ ચાખી આ ટીમે એક-બે નહીં પરંતુ ત્રણ મોટા અપસેટ કર્યા છે. આમ અપસેટનો રેકોર્ડ કરી ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ત્યારબાદ પાકિસ્તાનને કારમી હાર આપ્યા બાદ શ્રીલંકાને પણ ધૂળ ચટાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ