બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / PM Modi talk to us president joe biden

રાજનીતિ / PM મોદીએ પહેલી વાર કરી US રાષ્ટ્રપતિ બાઇડેન સાથે વાતચીત, મહત્વના આ મુદ્દાઓ પર થઇ ચર્ચા

Divyesh

Last Updated: 08:44 AM, 9 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલી વાર અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે ફોન પર વાતચીત કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે વાત કરી અને તેમની સાથે કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી. આ દરમિયાન વ્યૂહાત્મક ભાગીદારી વધારવાની સંમતિ સાધવામાં આવી. 

પીએમ મોદીએ કહ્યું બંને દેશો નિયમ આધારિત વ્યવસ્થા માટે કટિબદ્ધ છે અને દ્વિપક્ષીય રણનીતિ સમજૂતિને મજબૂત કરવાની સાથે-સાથે હિંદ-પ્રશાંત અને તેની ઉપર શાંતિ અને સુરક્ષા વધારવા માટે આશાન્વિત છે. 
 


ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ગત મહીને રાષ્ટ્રપતિનો પદભાર સંભાળ્યા બાદ જો બાઇડેન અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે આ પહેલી વાતચીત છે. આ વાતચીત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાઇડેનને ચૂંટણીમાં જીત માટે શુભેચ્છા પાઠવી.
 


પીએમઓ તરફથી મળતી જાણકારી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિને શુભેચ્છા આપવાની સાથે ક્ષેત્રીય મુદ્દાઓ અને આપણી હાલની પ્રાથમિકતા પર ચર્ચા કરી. પ્રધાનમંત્રી તરફથી ટ્વિટમાં કહેવામાં આવ્યું કે બંને નેતા જળવાયુ પરિવર્તન સામે પોતાના સહયોગને આગળ વધારવા માટે સહમત થયા છે. 

ચીન સાથેના સરહદ પરના તણાવ વચ્ચે ખાસ છે આ વાતચીત

ઉલ્લેખનીય છે કે ચીનની સાતે ચાલી રહેલા સરહદ પર તણાવ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન વચ્ચે થયેલી આ વાતચીત ખાસ મહત્વની છે. અમેરિકાએ ઘણી વખત ચીનની વિસ્તારવાદી નીતિઓ પર ચિંતા વ્યક્ત કરી છે. જો બાઇડેન સાથેની આ વાતચીત પહેલા પીએમ મોદીએ તેમને જીતની શુભેચ્છા પણ પાઠવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

America India PM modi joe biden અમેરિકા જો બાઇડેન પીએમ મોદી ભારત PM Modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ