બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / PM Modi praised his Modi community on public platform

અમદાવાદ / 'મોદી સમાજનો એક પણ વ્યક્તિ મારા પાસે કોઈ કામ લઈને આવ્યો નથી', પ્રથમ વાર PM મોદીએ પોતાના સમાજના જાહેરમંચ પર કર્યા વખાણ

Vishnu

Last Updated: 11:07 PM, 10 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM નરેન્દ્ર મોદી અમદાવાદમાં શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન કર્યું છે. અદ્યતન સુવિધાઓથી નિર્મિત શૈક્ષણિક સંકુલમાં હોસ્ટેલના પ્રથમ ફેઝનું પણ ઉદ્ઘાટન કર્યું છે અને ફેઝ 2 અને ફેઝ 3નું PMના હસ્તે ખાતમુહૂર્ત કર્યું હતું.

  • અમદાવાદમાં મોદી શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન 
  • સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજ ટ્રસ્ટે ગોઠવ્યો હતો કાર્યક્રમ

મોદી શૈક્ષણિક સંકુલનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કરતાં કહ્યું કે સમાજના સૌ આગેવાનોના દર્શન કરવાની મને તક મળી, એક જમાનો એવો હતો જ્યારે આપણા ગામમાં કોઈ તલાટી બન્યું હોય  તો પણ આપણને લાગતું જાણે તે કલેક્ટર બન્યો હોય, કળિયુગમાં સંગઠનમાં જ મોટી શક્તિ છે. આગામી સમયગાળામાં ડિગ્રીવાળા કરતા હુનરવાળાની કિંમત વધવાની છે.

આજે સમાજના આશીર્વાદ લેવાની મારા માટે ધન્ય ઘડી: PM મોદી
અમદાવાદમાં મોદી ભુવન શિક્ષણ સંકુલનું લોકાર્પણ પ્રંસગે મોદી અને સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજ ટ્રસ્ટને સંબોધન કરતાં કહ્યું કે સમાજના સૌ આગેવાનોના દર્શન કરવાની મને તક મળી તેનો આનંદ થાય છે. ગઈકાલે માં મોઢેશ્વરીના દર્શન કર્યા અને આજે સમાજ એકતાના દર્શન કર્યા, મારા ગામના લોકો મારુ સ્વમાન કરે એ મારા માટે આનંદ ની વાત છે.નાનડકો સમાજ અત્યંત સામાન્ય જીવન જીવનારા લોકો છે. આજે સમાજના આશીર્વાદ લેવાની મારા માટે ધન્ય ઘડી છે.

'આજ દિન સુધી મોઢ મોદી સમાજના એક પણ વ્યક્તિ મારા કાર્યકાળ દરમિયાન મારી પાસે કોઈ પણ કામ લઈને આવ્યો નથી.એ બદલ હું ઋણ સ્વીકારું છું.'

હુ સમાજના લોકોને અભિનંદન આપું છુ કારણ કે આપણા સમાજનો સ્વભાવ રહ્યો છે કે કોઇને નડવુ નહી, આપણો સમાજ વેર વિખેર છે, એટલે કોઇ નોંધ લે નહી. ભલે આપણે મોડા પડ્યા પણ દિશા સાચી છે. આ સમાજનો દીકરો ગુજરાતમા લાંબા સમય CM પદ પર રહ્યો જે બાદ આ સમાજનો દીકરો બે વખત PM બન્યો. પણ આજ દિન સુધી મોઢ મોદી સમાજના એક પણ વ્યક્તિ મારા કાર્યકાળ દરમિયાન મારી પાસે કોઈ પણ કામ લઈને આવ્યો નથી.એ બદલ હું ઋણ સ્વીકારું છું. આપણે સમાજને નડ્યા નહી એમ મારે પણ કોઇને નડવુ નહોતું. હું મોદી સમાજને 100 સલામ કરૂં છુ. આ સમાજનેઆદર પુર્વક વંદન કરતાં તેમણે જૂની યાદોને વાગોળી હતી અને કહ્યું હતું કે મારૂ કુંટુંબ પણ મારાથી દૂર રહ્યુ છે. 

આજે સ્ટેજ પર ઘણાને સ્થાન મળ્યું નથી, પણ હું પ્રોટોકોલથી બંધીત શું

વધુમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે આજે ડીગ્રી કરતા હુનર વાળાનો દબદબો છે. તમારા બાળકને કયારેય ઓછું ન આંકો, આપણે બાળકોને પ્રોત્સાહિત  કરવું જોઇએ. બાળકોને સ્કીલ ડેવલપમેન્ટ માટે તૈયાર કરો, સ્કીલ ડેવલમમેન્ટ સંસ્થામા હવે સિંગાપોર પણ આગળ છે. બાળકોને ત્યાં સ્કીલ ડેવલપમેન્ટનો અભ્યાસ આપે છે. આજે સ્ટેજ પર ઘણાને સ્થાન મળ્યું નથી તેઓ ખરેખર સ્ટેજને હકદાર છે પણ પ્રોટોકોલના કારણે શક્ય નથી. 

મોદી ભુવન શિક્ષણ સંકુલ કેવું છે?

  • અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ હશે શૈક્ષણિક સંકુલમાં
  • હોસ્ટેલના પ્રથમ ફેઝનું ઉદ્ઘાટન
  • ફેઝ 2 અને ફેઝ 3નું ખાતમુહૂર્ત 
  • 4978 ચોરસ મીટર એરિયામાં શૈક્ષણિક સંકુલનું નિર્માણ
  • શૈક્ષણિક સંકુલમાં અતિથી કક્ષ, રસોઈઘર, 116 રૂમની સુવિધા હશે
  • 400 થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને રહેવાની સગવડ હશે
  • અંદાજિત રૂ.20 કરોડના ખર્ચે શૈક્ષણિક સંકુલનુ નિર્માણ
  • પ્રોજેક્ટના ત્રીજા ફેઝમાં 3 માળનો કોમ્યુનિટી હોલ બનાવાશે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ