બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi on 2 day Gujarat tour from today, known Sabarkantha and Gandhinagar entire program

વતનમાં વડાપ્રધાન / PM મોદી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે, જાણીલો સાબરકાંઠા અને ગાંધીનગરનો સમગ્ર કાર્યક્રમ

Vishnu

Last Updated: 12:02 AM, 29 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.  PM મોદીના હસ્તે સાબરડેરીમાં 1000 કરોડથી વધુના ત્રણ પ્લાન્ટનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે
  • સાબર ડેરી ખાતે લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભાગ લેશે
  • PM મોદીના હસ્તે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાર્પણ થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવવાના છે. 28 જુલાઇએ ગુજરાત પ્રવાસે આવશે અને સાબરકાંઠા ખાતે સાબરડેરીના કાર્યક્રમાં ઉપસ્થતિ રહેશે. ડેરીમાં વિવિધ પ્લાન્ટના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે. તેમજ જંગી જનસભાને પણ સંબોધન કરશે.

PM મોદીનો ગુજરાત પ્રવાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તા.28 જુલાઇના રોજ બપોરે 12:૦૦ કલાકે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીના વિવિધ પ્લાન્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં સાબર ડેરી હિંમતનગર ખાતે રૂ. 305 કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ તેમજ રૂ. 600 કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત રૂ. 125 કરોડના ખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ પ્રસંગે સુકન્યા યોજના અન્વયે દિકરીઓને ખાતા ખોલવાનો કાર્યક્રમ અને મહત્તમ દૂધ ઉત્પાદન કરનાર મહિલા પશુપાલકોનું વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના હસ્તે સન્માન પણ કરવામાં આવશે.

IIBXનો શુભારંભ કરાવશે
વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આગામી તા.29  જુલાઈ,2022નાં રોજ સાંજે 4:૦૦ કલાકે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર IFSCની મુલાકાત લેશે. વડાપ્રધાનના હસ્તે ભારતના પ્રથમ‘‘ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી’’ના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરાશે. GIFT-IFSCમાં ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તેમજ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ(IIBX)નો પણ શુભારંભ કરશે. 

કોણ  કોણ રહેશે ઉપસ્થિત
ગાંધીનગરના આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી મતી નિર્મલા સીતારામન, ગુજરાતના નાણા અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ડૉ. ભગવત કિશનરાવ કરાડ તેમજ કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી પણ ઉપસ્થિત રહેશે.

28 જુલાઇ ગુરુવારનો કાર્યક્રમ

  • PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે 
  • સાબરકાંઠા ખાતે સાબરડેરીના કાર્યક્રમાં રહેશે ઉપસ્થતિ
  • સાબર ડેરીના વિવિધ પ્લાન્ટના લોકાર્પણ -ખાતમુહૂર્ત કરશે
  • PM મોદીના હસ્તે રૂ 305 કરોડ ખર્ચે તૈયાર પાવડર પ્લાન્ટુ કરે લોકાર્પણ
  • રૂ .125 કરોડના ખર્ચે તૈયાર નિર્મિત ટેટ્રાપેકનુ વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે
  • રૂ. 600 કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. 
  • દૂધઉત્પાદન કરનાર મહિલા પશુપાલકોનું સન્માન કાર્યક્રમ પણ યોજાશે
  • મહિલા ખેડુતો તેમજ આદિવાસી મહિલા દુધ ઉત્પાદકો સાથે કરશે મુલાકાત

29 જુલાઇ શુક્રવારનો કાર્યક્રમ

  • સાંજે 4 કલાકે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે IFSCની મુલાકાત લેશે
  • ભારતના પ્રથમ‘‘ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી’’ના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરાશે. 
  • ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તેમજ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ(IIBX)નો પણ શુભારંભ કરશે.
  • ગૃહમંત્રી અમિત શાહ CM ભુપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત
  • કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી ડો ભગવત કિશનરાવ કરાડ પણ રહેશે ઉપસ્થિત
  • કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રીશ્રી પંકજ ચૌધરી પણ ઉપસ્થિત રહેશે.
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ