બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / pm modi narrated old story while having lunch with mps spg refused still went pakistan nawaz sharif daughter wedding

ચર્ચા / SPGએ મને ના પાડી હતી છતાં હું પાકિસ્તાન ગયો અને...: PM મોદીએ સાંસદોને સંભળાવ્યો કિસ્સો

Dinesh

Last Updated: 07:35 PM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

pm modi old story:ભાજપના સાંસદ હીના ગાવિત, એસ. ફાંગનોન કોન્યાક, ટીડીપી સાંસદ રામમોહન નાયડુ, બસપા સાંસદ રિતેશ પાંડે અને બીજેડીના સાંસદ સસ્મિત પાત્રા અને એનકે પ્રેમચંદ્રન સાથે પીએમ મોદી લંચ લીધું હતું

  • PM મોદીએ સંસદની કેન્ટીનમાં સાંસદો સાથે લંચ લીધું
  • PM મોદી અને સાંસદોએ ભોજનમાં રાગીના લાડુ ખાધા 
  • PMએ પ્રવાસો, અનુભવો અને યોગ વિશે વાતચીત કરી 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે​સંસદની કેન્ટીનમાં સાંસદો સાથે લંચ લીધું હતું. ભાજપ સાંસદ હીના ગાવિત, એસ. ફાંગનોન કોન્યાક, ટીડીપી સાંસદ રામમોહન નાયડુ, બસપા સાંસદ રિતેશ પાંડે અને બીજેડીના સાંસદ સસ્મિત પાત્રા અને એનકે પ્રેમચંદ્રન સાથે પીએમ મોદી લંચ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ બપોરે 2.30 વાગ્યે ફોન આવ્યા બાદ સાંસદોને અનૌપચારિક લંચની જાણકારી મળી હતી. પ્રધાનમંત્રીએ સાંસદોને કહ્યું હતું કે, આવો તમને એક સજા આપવાની છે. પીએમ મોદી અને સાંસદોએ કેન્ટીનમાં શાકાહારી ભોજનમાં રાગીના લાડુ ખાધા હતા.

અચાનક પાકિસ્તાન જવાનો નિર્ણય ?
સૂત્રોના જણાવ્યા મુજબ લંચ દરમિયાન જ્યારે એક સાંસદે પીએમ મોદીને નવાઝ શરીફની પુત્રીના લગ્નમાં તેમની અચાનક મુલાકાત વિશે પૂછ્યું તો PMએ કહ્યું હતું કે, તેઓ બપોરે 2 વાગ્યા સુધી સંસદમાં હતા. જે બાદ તે અફઘાનિસ્તાન જવા રવાના થયા હતા.  જ્યારે પરત આવતા હતા ત્યારે તેમણે પાકિસ્તાનમાં જ રહેવાનું નક્કી કર્યું. જોકે એસપીજીએ પણ આ બાબતનો ઇન્કાર કરી દીધો હતો. પીએમ મોદીએ કહ્યું કે, એસપીજીના ઇનકાર પછી પણ તેમણે નવાઝ શરીફને ફોન કર્યો અને પૂછ્યું કે શું તેઓ તેમને રિસીવ કરશે. આ પછી તેઓ પાકિસ્તાન ગયા હતા.

વાંચવા જેવું: મોદી સરકારના શ્વેતપત્રમાં છે શું? કોંગ્રેસ આ દાવાઓની ખૂલી ગઈ પોલ

PM મોદીએ વિવિધ અનુભવો વ્યક્ત કર્યા
સાંસદો સાથે લંચ લેતી વખતે વડાપ્રધાન મોદીએ તેમના પ્રવાસો, અનુભવો અને યોગ વિશે વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ખિચડી તેમનો ફેવરિટ ફૂડ છે. PMએ એક સાંસદને કહ્યું કે કેટલીકવાર મારી મુસાફરી એટલી બધી હોય છે કે મને ખ્યાલ પણ નથી આવતો કે હું એક દિવસ પણ ઊંઘ્યા વિના ગયો છું. રિતેશ પાંડેએ પીએમ મોદીને ભુજ ભૂકંપની દુર્ઘટનાનો સામનો કરવાના અનુભવ વિશે પૂછ્યું હતું તો એક સાંસદે કહ્યું કે મને પીએમઓ તરફથી ફોન આવ્યો કે પ્લીઝ આવો... પીએમ તમને મળવા માંગે છે. જ્યારે અમે કેન્ટીન પહોંચ્યા ત્યારે અમે વિઝિટર લોન્જમાં હતા. અમે બધાએ એકબીજા તરફ જોયું અને આશ્ચર્ય થયું કે અમને બધાને કેવી રીતે બોલાવવામાં આવ્યા હતા. સાંસદોએ કહ્યું કે તે એક અનૌપચારિક અનુભવ હતો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ