ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Politics / what was in the white paper which was presented in Parliament by BJP government

રાજકારણ / મોદી સરકારના શ્વેતપત્રમાં છે શું? કોંગ્રેસ આ દાવાઓની ખૂલી ગઈ પોલ

Published By: Vaidehi

Last Updated: 06:18 PM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકાર UPA સરકારનાં 10 વર્ષોનાં કારનામાઓ અંગે જનતાને જાગૃત કરવાનાં ઉદેશ્યથી સંસદમાં શ્વેતપત્ર લાવી...આખરે કઈ-કઈ બાબતોનો આ શ્વેતપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો?

ADVERTISEMENT

  • મોદી સરકારે સંસદમાં શ્વેતપત્રને રજૂ કર્યો
  • UPA સરકાર દ્વારા દેશની સ્થિતિ અંગેનું વર્ણન કર્યું
  • 2014 બાદથી ભાજપે શું-શું ફેરફારો કર્યા તે અંગેનો પણ ઉલ્લેખ કર્યો 

મોદી સરકારે લોકસભા ચૂંટણીથી પહેલા UPA સરકારનાં 10 વર્ષનાં કારનામાઓને ફરી જનતા સામે મૂકવાનો પ્રયાસ કર્યો. સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે 2014માં જ્યારે તેમને સત્તા મળી હતી તે સમયે દેશની સ્થિતિ શું હતી. સરકારે કોંગ્રેસની UPA સરકારમાં થયેલા દરેક ઘોટાળાઓથી લઈને કેટલીક એવી ચીજો શ્વેતપત્રમાં જણાવી જેનાથી દેશને ઘણું મોટું આર્થિક નુક્સાન થયું. આવો જાણીએ કે શ્વેતપત્રમાં શું-શું કહેવામાં આવ્યું છે.

આર્થિક ઘોટાળા

  • સરકારનાં શ્વેતપત્રમાં જણાવવામાં આવ્યું કે કેવી રીતે કોંગ્રેસનાં રાજમાં રાજકીય હસ્તક્ષેપથી બેંકિંગ સેક્ટરને મોટું નુક્સાન થયું.
  • એ દરમિયાન NPAમાં ઘણો વધારો થયો હતો. તેમાં કહેવામાં આવ્યું કે જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકારનો કાર્યકાળ ખતમ થયો ત્યારે NPA 7.8% હતું પણ બાદમાં તે 12.3% થઈ ગયું.
  • UPA સરકાર દરમિયાન આર્થિક ગેરવહિવટની સ્થિતિ એવી થઈ હતી કે અનેક સમસ્યાગ્રસ્ત દેવું પણ વધી ગયું. આ દરમિયાન અનેક પ્રકારનાં બેંકિંગ ઘોટાળા પણ સામે આવ્યાં હતાં.

કોલસા ખાણ કૌભાંડ

  • શ્વેતપત્રમાં કહેવામાં આવ્યું કે UPA સરકારે કોલસા ખાણ કૌભાંડ થયો હતો જેનાથી દેશને ઘણું નુક્સાન થયું હતું. આ કારણોસર વીજળીનાં ઉત્પાદન માટે કોલસાની આયાત કરવી પડી હતી. દેશમાં એક સમયે વીજળી સંકટ પણ ઉત્પન્ન થઈ ગયો હતો.
  • મોદી સરકારે કહ્યું કે અમને તેમા સુધાર કર્યો અને ખનન ક્ષેત્રમાં 100% FDIનાં માર્ગ ખોલ્યાં.

શ્વેતપત્ર લાવવા પાછળનાં ઉદેશ્યો

  • સરકારે જણાવ્યું કે શ્વેતપત્ર લાવવા પાછળ તેમના અનેક ઉદેશ્યો છે જેમકે સંસદ સદસ્યો અને દેશની જનતાને વર્ષ 2014માં સત્તામાં આવ્યા દરમિયામ વારસામાં મળેલ આર્થિક સ્થિતિનો પરિચય કરાવવો.
  • દેશવાસીઓને અર્થવ્યવસ્થામાં સુધાર લાવવા માટે અને અમૃતકાળમાં લોકોનાં વિકાસ માટે ઊઠાવવામાં આવેલા પગલાઓનો પરિચય કરાવવો.
  • રાજકીય લાભની જગ્યાએ રાષ્ટ્રીય હિતને સર્વોપરિ રાખીને ઊઠાવવામાં આવેલા પગલાઓન લઈને લોકોમાં ભરોસો જગાડવો.

વધુ વાંચો: પ્રધાનમંત્રી મળવા માંગે છે...: અચાનક આવ્યો ફોન અને ચોંકી ગયા 8 સાંસદ, PM મોદીએ કેન્ટીનમાં સાથે કર્યું લંચ

સંકળાયેલા મુદ્દાઓ

Parliament UPA White Paper યૂપીએ શ્વેતપત્ર સંસદ White Paper

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ