બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનની કેન્ટીનમાં વિભિન્ન દળોનાં સાંસદોની સાથે શુક્રવારે લંચ કર્યું. લંચનાં પ્લાનથી પહેલાં PMOની તરફથી આ 8 સાંસદોને ફોન કરવામાં આવ્યો હતો કે પ્રધાનમંત્રી તમને મળવા ઈચ્છે છે. PMOથી ફોન આવ્યાં બાદ આંઠ સાંસદ પ્રધાનમંત્રીની ઓફિસ પહોંચ્યાં પણ ત્યાં કોઈને કંઈ જાણકારી નહોતી કે તેમણે શા માટે તેમને બોલાવવામાં આવ્યું છે. આ દરમિયાન PM મોદીએ સાંસદોને કહ્યું કે- ચાલો આજે હું તમને એક સજા સંભળાવું છું. એવું કહીને પછી પ્રધાનમંત્રી સૌને સંસદની કેન્ટિનમાં લઈને ગયાં અને લંચ કર્યું.
Delhi | Prime Minister Narendra Modi had lunch with MPs at Parliament Canteen today. pic.twitter.com/98F0IAa3dt
— ANI (@ANI) February 9, 2024
ADVERTISEMENT
PMમોદીની સાથે લંચ કરનારા સાંસદોમાં ભાજપનાં સાંસદ એલ મુરુગન, હિના ગાવિત, રાજ્યસભા સાંસદ એસ. ફાંગનોન કોન્યાક અને જામિયાંગ સામે હતાં. આ સિવાય BSP સાંસદ રિતેશ પાંડે, રિવોલ્યૂશનરી સોશિયાલિસ્ટ પાર્ટી કેરળનાં સાંસદ એન. પ્રેમચંદ્રન, બીજેડી સાંસદ સમિત પાત્રા અને ટીડીપી સાંસદ રામમોહન નાયડૂ પણ હાજર હતાં.
ADVERTISEMENT
શું ચર્ચા થઈ?
PM મોદીની સાથે સાંસદ આશરે એક કલાસ સુધી કેન્ટિનમાં રહ્યાં હતાં. આ દરમિયાન સાંસદોએ પ્રધાનમંત્રીને તેમના અનુભવો વિશે પૂછ્યું તો તેમણે પોતાના પર્સનલ અનુભવો અને સૂચનો શેર કર્યાં. સૂત્રો અનુસાર આ દરમિયાન કોઈ રાજકીય ચર્ચા નથી થઈ. માહિતી અનુસાર પીએમ મોદીએ દાળ, ભાત અને ખીચડીની સાથે તલના લાડુ પણ જમ્યાં હતા.
PM મોદીએ શું કહ્યું?
PM મોદીએ સાંસદોની સાથે વાતચીત દરમિયાન કહ્યું કે હું પણ એક સામાન્ય માણસ છું. હંમેશા એક પ્રધાનમંત્રીની રીતે નથી રહેતો અને હું પણ લોકો સાથે વાતચીત કરું છું. તેવામાં મને આજે મન થયું કે તમારી સાથે ચર્ચા કરું અને જમવાનું જમું આ જ કારણોસર તમને બધાને બોલાવ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.