બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi Mehsana tour Modhera Light and show BESS Solar Powered Village

વતનમાં વડાપ્રધાન / PM મોદીએ મહેસાણા જિલ્લાને 3092 કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ, મોઢેરા સૂર્યગ્રામ,લાઇટ એન્ડ શોનું કર્યું ઉદ્ઘાટન

Vishnu

Last Updated: 08:41 PM, 9 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9થી 11 ઓક્ટોબર 2022 ગુજરાત પ્રવાસ છે, અનેક કાર્યક્રમોમાં હાજરી આપી કરોડોના વિકાસકાર્યો ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે.

  • ગુજરાતને PM મોદીની ભેટ
  • મોઢેરા બન્યું સોલાર્ડ પાવર ગામ
  • દેશભરમાં મોઢેરાની ચર્ચા
  • ગુજરાતમાં પણ વિમાન બનશે-PM

LIVE

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ હવે તેજ થઈ ગયા છે ત્યારે પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે. ગુજરાતનાં ચૂંટણી જાહેર થાય અને આચાર સંહિતા લાગે તે પહેલા સરકારી કામોની ભેટ આપવા માટે ફરીવાર પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે જેમાં સતત ત્રણ દિવસ સુધી પ્રધાનમંત્રી ગુજરાતનાં જુદા જુદા જિલ્લાઓમાં વિવિધ લોકાર્પણ કરશે અને જંગી સભાઓને પણ સંબોધન કરશે. આ પહેલા પીએમ મોદી આવ્યા ત્યારે ભાવનર, અમદાવાદ અને સુરત જેવા ત્રણ મોટા શહેરોને કવર કરી લીધા હતા. આ વખતે રાજકોટ, જામનગર, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં કાર્યક્રમો છે. આજે પ્રવાસના પ્રથમ દિવસે પીએમ મોદીએ મહેસાણા જિલ્લાને રૂપિયા 3092 કરોડનાં વિકાસ કામોની ભેટ આપી હતી. લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ બાદ PM મોદીએ મોઢેશ્વરી માતાજીના દર્શન કર્યા હતા.  જે બાદ  મોઢેરા સૂર્ય મંદિર પહોંચી લાઈટ એન્ડ સાઉન્ડ સોનું લોકાર્પણ કર્યું હતું.

મોઢેરા સૂર્યમંદિરમાં અદભૂત લાઈટ્સ એન્ડ સાઉન્ડ શોને નિહાળી રહ્યા છે PM મોદી

PM મોદીના હસ્તે મોઢેરા સૂર્યમંદિરના અદભૂત લાઈટ્સ એન્ડ સાઉન્ડ શોનો પ્રારંભ 

મહેસાણામાં વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરી PM મોદીએ કુળદેવી મોઢેશ્વરી માતાનાં દર્શન કરી પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. મોઢેરા સૂર્યમંદિરથી મોઢેશ્વરી માતાજી મંદિર સુધી રોડ શો યોજ્યો હતો. 

પહેલા અમદાવાદમાં છાશવારે હુલ્લડ થતાં, છેલ્લા 22 વર્ષમાં કોઈ યુવાને આ શબ્દ સાંભળ્યો નથી: મહેસાણામાં PM મોદી

PM મોદીનું સંબોધન: મોઢેરાના લોકોને બે હાથમાં લાડુ, સૌરઉર્જાથી બિલ શૂન્ય થયું, સાથે સરકારને વેચી આવક પણ ઊભી કરી 

 

5:18 PM

PM મોદીએ મહેસાણા જિલ્લાને 3092 કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ, મોઢેરા સૂર્યગ્રામનું કર્યું લોકાર્પણ

મોઢેરામાં CM ભૂપેન્દ્ર પટેલે પ્રાસંગિક સંબોધનમાં કહ્યું કે  શરદ પૂર્ણિમાના દિવસે વિકાસનો ચંદ્ર આજે સોળે કળાએ ખીલ્યો છે PM મોદી જે કામનું ખાતમુહૂર્ત કરે તે કામનું લોકાર્પણ તેમના હસ્તે જ થાય છે

અમદાવાદ એરપોર્ટથી મહેસાણા માટે જવા રવાના થયા પીએમ મોદી
ત્યારે ત્રણ દિવસના ગુજરાત પ્રવાસને લઈ પીએમ મોદીનું ગુજરાતમાં આગમન થઈ ગયું છે. અમદાવાદ એરપોર્ટ ખાતે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.આજે અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ પ્રધાનમંત્રી મોદી સીધા જ મોઢેરા જવા માટે રવાના થયા છે . મહેસાણા ખાતે એક જંગી સભાને સંબોધી રૂ.2890 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જે બાદ પીએમ મોદી મોઢેરાને પ્રથમ BESS સોલર પાવર્ડ વિલેજ તરીકે જાહેર કરશે અને મોઢેશ્વરી માતાજીના આશીર્વાદ લઈને સૂર્યમંદિરમાં લાઇટ એન્ડ સાઉન્ડ શૉ ખુલ્લો મૂકશે અને રાત્રિ રોકાણ ગાંધીનગરમાં કરશે.     

રૂ.1145.64 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ
આ વિકાસકાર્યોમાં રૂ.511 કરોડના ખર્ચે સાબરમતી-જગુદણ ગેજ કન્વર્ઝન (53.43 કિમી)નું લોકાર્પણ કરવામાં આવશે, જે અમદાવાદ-મહેસાણા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ (68.78 કિમી)નો એક ભાગ છે. સાથે જ, રૂ.336 કરોડના ખર્ચે ONGC-નંદાસણ સરફેસ ફેસિલિટીનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, જે વિકાસકાર્યોનું લોકાર્પણ થશે, તેમાં એમ.એસ. પાઇપલાઇન પ્રોજેક્ટ, મોઢેરા સોલાર વિલેજ, ધરોઇ ડેમ આધારિત વડનગર, ખેરાલુ અને ધરોઇ ગ્રુપ રિફોર્મ સ્કીમ, બેચરાજી-મોઢેરા-ચાણસ્મા રોડ, ઉંઝા-દસાજ-ઉપેરા-લાડોલ રોડ એક્સપાન્શનની કામગીરી, મહેસાણા ખાતે રિજિયોનલ ટ્રેનિંગ સેન્ટર (SPIPA) અને મોઢેરા સૂર્યમંદિર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો સમાવેશ થાય છે. કુલ મળીને રૂ.1145.64 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું. 

રૂ.1747.38 કરોડના કામોનું ખાતમુહૂર્ત 
સાથે જ, રૂ.1181.34 કરોડના ખર્ચે NH-68 ના પાટણથી ગોઝારિયા સુધીના રસ્તાનું 4 લેન અપગ્રેડેશન અને પીએસ હાઇવેની કામગીરીનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. આ ઉપરાંત, રૂ.340 કરોડના ખર્ચે મિલ્ક પાવડર પ્લાન્ટ, રૂ.110 કરોડના ખર્ચે ટેટ્રા પેક પ્લાન્ટ અને રૂ.106 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. વિસનગર-ઉમટા-સુંઢિયા-ખેરાલુ રોડ પર બ્રિજીસના બાંધકામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. બધું મળીને કુલ રૂ.1747.38 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ, મહેસાણાને રૂ.2893.02 કરોડના વિકાસકાર્યોની ભેટ મળી છે.

સોમવારે પ્રધાનમંત્રી મોદી આમોદ તથા અડાલજમાં બે સભાઓને ગજવશે અને સાંજે જામનગરમાં પણ સંબોધન કરી ત્યાં જ રાત્રિરોકાણ કરશે. મંગળવારે જયેશ રાદડિયાના ગઢ જામકંડોરણામાં જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દોઢ લાખથી પણ વધુ લોકો આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. તે બાદ અમદાવાદ સિવિલનો એક કાર્યક્રમ પતાવી પ્રધાનમંત્રી મોદી મધ્ય પ્રદેશ જવા રવાના થશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ