બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PM Modi Meets stock market investor Rakesh Jhunjhunwala

વાયરલ તસવીર / બિગ બુલ ઝુનઝુનવાલાની સાદગી, PMને કરચલીવાળો શર્ટ પહેરી મળ્યા, મોદીએ જુઓ શું કહ્યું...

Hiren

Last Updated: 10:21 PM, 6 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય શેરબજારના બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનુઝુનવાલાનાં પ્રધાનમંત્રી મોદીએ ખૂબ વખાણ કર્યાં છે. મોદી અને રાકેશ ઝુનઝુનવાલાની દિલ્હીમાં મુલાકાત થઈ હતી.

  • રાકેશ ઝૂનઝૂનવાલા એટલે શેરબજારના બિગબુલ
  • પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને રાકેશને વન એન્ડ ઓનલી કહ્યા હતા
  • તેમણે કહ્યું હતું કે મળીને ખૂબ જ ખુશી થઈ

પ્રધાનમંત્રી મોદી અને રાકેશ ઝુનઝુનવાલાની મંગળવારે દિલ્હીમાં મુલાકાત થઈ હતી. આ મુલાકાત પછી પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને રાકેશને વન એન્ડ ઓનલી કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઝૂનઝૂનવાલાને મળીને ખૂબ જ ખુશી થઈ. જોકે આ મુલાકાત સમયનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયો છે અને ચર્ચામાં પણ છે. શું છે આવો જોઈએ.

પ્રધાનમંત્રી મોદી અને ઝૂનઝૂનવાલાની મુલાકાત તો પૂરી થઈ પણ પછી એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. જેમાં ઝૂનઝૂનવાલા અને તેમના પત્ની મોદી સાથે ઊભા છે. ઝૂનઝૂનવાલા પત્ની રેખા ઝૂનઝૂનવાલાએ સુંદર મજાનું પટોળું પહેર્યું છે. તો ઝૂનઝૂનવાલા તેનાથી એકદમ વિપરિત પહેરવેશમાં જોવા મળે છે. તમે ઝૂનઝૂનવાલાના શર્ટ તરફ  જોશો તો ખ્યાલ આવશે. તેમણે ઈસ્ત્રી વગરનો શર્ટ પહેરેલો છે. તેમના શર્ટમાં કરચલીઓ પડેલી છે. આ કરચલીવાળું શર્ટ હોવા છતાં ઝૂનઝૂનવાલા ખૂબ આત્મવિશ્વાસપૂર્વક પ્રધાનમંત્રી મોદી સાથે ઊભા છે.

તો બીજી એક તસવીરમાં ઝુનઝુનવાલા ખુરશી પર બેસા છે. મોદી તેને એક ફેન હોય તે નજરે જોઈ રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દેશના એવા દિગ્ગજ રોકાણકાર દંપતીએ મુલાકાત કરી જેમની સોશ્યલ મીડિયા પર ખૂબ ચર્ચા છે. અસ્તવ્યસ્ત શર્ટમાં પીએમ મોદી સાથે આત્મવિશ્વાસથી મળનાર રાકેશ ઝુનઝુનવાલા અને તેમનો પરિવાર લગભગ 22 હજાર 300 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. રાકેશ ઝુનઝુનવાલાએ એ સાબિત કર્યુ કે વસ્ત્રથી વ્યક્તિની ઓળખ થતી નથી. દુનિયાના કોઈ પણ શક્તિશાળી વ્યક્તિને મળવા માટે આત્મવિશ્વાસની જરૂર હોય છે. કપડાનુ મહત્વ હોતુ નથી.

રાકેશ ઝુનઝુનવાલા કોણ છે?

રાકેશ ઝુનઝુનવાલા દેશના શેરબજારમાં દિગ્ગજ રોકાણકાર છે. રાકેશ ઝુનઝુનવાલાને બિગ બુલ કહેવામાં આવે છે. ઝુનઝુનવાલાના દરેક પગલા પર કરોડો રોકાણકારોની નજર હોય છે. શેરબજારની દુનિયામાં એવું મનાય છે કે ઝુનઝુનવાલા જે શેરને હાથ લગાડે છે તે સોનાનો થઈ જાય છે. દેશની ઘણી મોટી સંપત્તિઓમાં તેમનો હિસ્સો પણ છે. તેઓ ટૂંકસમયમાં એરલાઈન્સ શરૂ કરવાનું પણ વિચારી રહ્યા છે.

રાકેશ ઝુનઝુનવાલા આટલા ધનાઢ્ય હોવા છતાં પ્રધાનમંત્રી મોદીને મળવા ગયા ત્યારે ઈસ્ત્રી વગરનો શર્ટ પહેરીને ઊપડી ગયા. તેમને મન પ્રધાનમંત્રીને મળવું અગત્યનું હતું. નહીં કે એ માટે ટીપટોપ કપડાં પહેરીને જવું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ