બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / PM modi in US will meet worlds richest person elon musk and 24 others

વિશ્વ / એલોન મસ્ક અને PM મોદી વચ્ચે થશે ખાસ મીટિંગ: USA વિઝિટમાં કુલ 24 બિઝનેસમેન, વૈજ્ઞાનિકો, કલાકારો સાથે કરશે મુલાકાત

Vaidehi

Last Updated: 12:33 PM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદી US યાત્રા દરમિયાન દુનિયાનાં સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની મુલાકાત કરશે.

  • PM મોદી 3 દિવય માટે USની યાત્રાએ
  • USમાં દુનિયાનાં સૌથી ધનિક શખ્સ એલોન મસ્કની મુલાકાત લેશે
  • કુલ 24 ખાસ લોકોને મળશે PM મોદી

અમેરિકાની યાત્રા દરમિયાન PM મોદી આશરે 24 લોકોની મુલાકાત કરવાનાં છે. જેમાં નોબેલ પુરસ્કાર વિજેતા, અર્થશાસ્ત્રી, કલાકાર, વૈજ્ઞાનિક, વિદ્વાન, ઉદ્યમી, શિક્ષણશાસ્ત્રી અને સ્વાસ્થ્ય ક્ષેત્રનાં વિશેષજ્ઞ વગેરે શામેલ છે. એટલું જ નહીં PM મોદી ટેસ્લાનાં માલિક અને દુનિયાનાં સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કને પણ મળશે.

આ લોકોને મળશે PM મોદી
પોતાની અમેરિકાની યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે ખાસ 24 લોકોની મુલાકાત કરશે તેમાં ટેસ્લાનાં સહ-સંસ્થાપક એલોન મસ્ક, એસ્ટ્રોફિઝિસિસ્ટ નીલ ડેગ્રસે ટાયસન, ગ્રેમી પુરસ્કાર વિજેતા ભારતીય-અમેરિકી ગાયક ફાલૂ ( ફાલ્ગુની શાહ) પણ સમાવિષ્ટ છે. આ સિવાય તે પૉલ રોમર, નિકોલસ નસીમ તાલેબ, રે ડાલિયો, જેફ સ્મિથ, માઈકલ ફ્રોમેન ડેનિયલ રસેલ, એલબ્રિજ કોલ્બી અને ડો. પીટર આગ્રે, ડો. સ્ટીફન ક્લાસ્કો અને ચંદ્રિકા ટંડનની પણ મુલાકાત લેશે.

શું છે PM મોદીનો કાર્યક્રમ ?
21 જૂનનાં ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમારોહનું નેતૃત્વ કરશે. આ બાદ તેઓ વોશિંગ્ટન ડીસી જશે. ત્યાં વાઈટ હાઉસમાં તેમનું પારંપરિક સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ PM મોદી અમેરિકી રાષ્ટ્રપતિની મુલાકાત કરશે. વિદેશમંત્રાલયએ આપેલ માહિતી અનુસાર રાષ્ટ્રપતિ જો બાઈડન અને તેમની પત્ની 22 જૂનનાં સાંજે PM મોદીનાં સમ્માનમાં રાજકીય ડીનરની વ્યવસ્થા કરશે. આ બાદ PM મોદી સભાનાં સ્પીકર કેવિન મેકાર્થી અને સીનેટ સ્પીકર ચાર્લ્સ શૂમર સહિત અનેક સાંસદોનાં આમંત્રણ પર કોંગ્રેસનાં સંયુક્ત સત્રનું સંબોધન કરશે. 23 જૂનનાં અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને વિદેશમંત્રી એન્ટી બ્લિંકન લંચની વ્યવસ્થા કરશે. આ સિવાય પ્રધાનમંત્રી અનેક પ્રમુખ કંપનીઓનાં CEO સાથે પણ વાતચીત કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ