બ્રેકિંગ ન્યુઝ
VTV / PM Modi Holds Key Meeting On Class 12 Board Exams
Hiralal
Last Updated: 07:44 PM, 1 June 2021
ADVERTISEMENT
12 મા ધોરણની બોર્ડની પરીક્ષા પર પ્રધાનમંત્રીએ યોજી મહત્વની બેઠક યોજી છે. બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ ધોરણ 12 ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોના કાળમાં વિદ્યાર્થીઓના જીવન જોખમમાં ન મૂકી શકાય.
વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો-મોદી
ADVERTISEMENT
હાઈ લેવલમાં બેઠકમાં પ્રધાનમંત્રીએ મોદીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે.પ્રધાનમંત્રીની બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, પ્રકાશ જાવડેકર, પીયુષ ગોયેલ, ધર્મેન્દ્ર પ્રધાન, નિર્મલા સીતારામણ અને શિક્ષણ મંત્રાલયના ઘણા અધિકારીઓ હાજર રહ્યાં હતા. બેઠકમાં પરીક્ષાના આયોજન સંબંધિત સૂચનો અને વિકલ્પો પર મંથન થયું હતું.
વિદ્યાર્થીઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા
બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે વિદ્યાર્થીઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. કોરોનાકાળમાં બાળકો પર તણાવ નાખવો સારી વાત નથી. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ધોરણ 12 ની પરીક્ષાના આયોજનની વિરૃદ્ધ છે. કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું કે 12 મા ધોરણની પરીક્ષા અંગે બાળકો અને માતાપિતા ઘણા ચિંતિત છે. તેઓ ઈચ્છે છે કે વેક્સિનેશન વગર ધોરણ 12 ની પરીક્ષા ન થવી જોઈએ. કેજરીવાલે જણાવ્યું કે મારી કેન્દ્ર સરકારને અપીલ છે કે 12 મા ની પરીક્ષા રદ કરવામાં આવે. છેલ્લા પર્ફોમન્સને આધારે આકલન કરીને વિદ્યાર્થીઓને માર્ક્સ આપવામાં આવે.
Prime Minister Narendra Modi chairs an important meeting regarding Class 12 Board Examinations pic.twitter.com/B4uVmqoPkQ
— ANI (@ANI) June 1, 2021
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાજ્યો અને બીજા પક્ષકારો પાસેથી પરીક્ષા અંગેના સૂચનો માંગ્યા હતા. સરકારે સુપ્રીમ કોર્ટેને જાણ કરી છે કે ધોરણ 12 ની પરીક્ષા અંગે 3 જૂન સુધી નિર્ણય લેવાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.