બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / PM Modi has 2 big records in his name In the matter of address from Red Fort, know who gave the longest speech

ગૌરવની વાત / લાલ કિલ્લા પરથી સંબોધન મામલે PM મોદીના નામે છે 2 મોટા રેકોર્ડ, જાણો સૌથી લાંબું ભાષણ કોના ફાળે

Megha

Last Updated: 01:02 PM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Independence Day speech:15મી ઓગસ્ટના દિવસે પીએમ મોદીનું સૌથી લાંબુ ભાષણ વર્ષ 2016માં લાલ કિલ્લા પરથી આપવામાં આવ્યું હતું. તે સમયે તેમણે 94 મિનિટ સુધી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા.

  • લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસ પર કયા PMનું સૌથી લાંબુ ભાષણ? 
  • PM મોદીએ સતત 10મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો છે
  • વર્ષ 2016માં પીએમ મોદીએ લગભગ 94 મિનિટનું ભાષણ આપ્યું હતું

Longest Independence Day speech: આજે સમગ્ર 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી લાલ કિલ્લા પર ધ્વજવંદન કર્યું હતુ. 77માં સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચી પરથી તિરંગો ફરકાવ્યો છે. આ સતત 10મી વખત છે જ્યારે PM મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ પોતાના 10 વર્ષના UPA કાર્યકાળમાં સતત 10 વખત તિરંગો ફરકાવ્યો હતો.

વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદી સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી સતત ધ્વજ ફરકાવતા રહ્યા છે. 15મી ઓગસ્ટના દિવસે પીએમ મોદીનું સૌથી લાંબુ ભાષણ વર્ષ 2016માં લાલ કિલ્લા પરથી આપવામાં આવેલ ભાષણ હતું. તે સમયે તેમણે 94 મિનિટ સુધી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. 

લાલ કિલ્લા પર સૌથી લાંબુ ભાષણ કયા PMએ આપ્યું જાણો 
- વર્ષ 2016માં પીએમ મોદીએ અહીંથી લગભગ 94 મિનિટનું ભાષણ આપ્યું હતું, જે એક રેકોર્ડ છે.
- બીજું મોટું ભાષણ પણ પીએમ મોદીના નામે નોંધાયેલું છે, જ્યારે 2019માં તેમણે લગભગ 92 મિનિટનું ભાષણ આપ્યું હતું.
- ત્રીજું મોટું ભાષણ ડૉ. મનમોહન સિંહે વર્ષ 2006માં આપ્યું હતું જે લગભગ 91 મિનિટનું હતું.
- આ વર્ષ પીએમ મોદીએ ચોથું મોટું ભાષણ આપ્યું જે લગભગ 90 મિનિટ સુધી ચાલ્યું 
- પાંચમું મોટું ભાષણ પીએમ મોદીએ 2015માં 88 મિનિટ સુધી આપ્યું હતું. 
- છઠ્ઠું મોટું ભાષણ પર વર્ષ 2020માં પીએમ મોદીએ લગભગ 86 મિનિટ સુધી આપ્યું હતું અને 2018માં તેમણે લગભગ 83 મિનિટનું ભાષણ આપ્યું હતું.
- 7મા નંબરે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીનું ભાષણછે. વર્ષ 2002માં તેમણે લગભગ 73 મિનિટ સુધી વાત કરી હતી.
- PM નરેન્દ્ર મોદી 8મા નંબરે છે. વર્ષ 2014માં તેમણે લગભગ 65 મિનિટ લાંબુ ભાષણ આપ્યું હતું.
- પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી નવમા નંબરે છે. 1984માં તેમણે લગભગ 64 મિનિટ લાંબુ ભાષણ આપ્યું હતું.
- રાજીવ ગાંધી 10 નંબરે છે. 1985માં તેમણે લગભગ 56 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું.
- સાથે જ પીએમ મોદીએ પણ વર્ષ 2017માં તેમણે લગભગ 56 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું.

નરેન્દ્ર મોદીએ 10 વર્ષમાં દર વર્ષે કેટલી મિનિટનું ભાષણ આપ્યું
નરેન્દ્ર મોદી PM બન્યા ત્યારથી 2014માં 65 મિનિટ, 2015માં 88 મિનિટ, 2016માં 94 મિનિટ, 2017માં 56 મિનિટ, 2018માં 83 મિનિટ માટે PM મોદીએ દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. આ સાથે વર્ષ 2019માં પીએમ મોદીનું ભાષણ 92 મિનિટ ચાલ્યું. વર્ષ 2020માં 86 મિનિટ, 2021માં 88 મિનિટ, 2022માં 82 મિનિટ અને 2023માં 90 મિનિટ માટે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યું હતું

 વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલું સૌથી લાંબુ ભાષણ
15મી ઓગસ્ટના અવસરે આઝાદી પછી વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલ ભાષણ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. 1947માં પંડિત જવાહરલાલ નેહરુએ 72 મિનિટ સુધી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. આ પછી વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કુલ 94 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું, જે સ્વતંત્રતા દિવસ પર કોઈપણ વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલું સૌથી લાંબુ ભાષણ હતું. વર્ષ 2015માં પીએમ મોદીએ 86 મિનિટ સુધી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. આ સાથે વર્ષ 2017માં પીએમ મોદીએ માત્ર 56 મિનિટ લાંબુ ભાષણ આપ્યું હતું. આ તેમનું સૌથી ટૂંકું ભાષણ હતું.

કયા પ્રધાનમંત્રીએ કેટલી વખત ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ 
નોંધનીય છે કે અટલ બિહારી વાજપેયીએ પ્રધાનમંત્રી પદ પર રહેતા 6 વખત તિરંગો ફરકાવ્યો હતો. રાજીવ ગાંધી અને પીવી નરસિંહા રાવે પાંચ પાંચ વખત જ્યારે મોરારજી દેસાઇએ બે વખત, ચૌધરી ચરણ સિંહ, VP સિંહ, એચડી દેવગૌડા અને IK ગુજરાલે એક એક વખત લાલ કિલ્લાથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધન કર્યું. 

આજે PM મોદીએ મનમોહન સિંહના રેકોર્ડની કરી બરાબરી 
નોંધનીય છે કે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે 10 વખત રાષ્ટ્રધ્વજ લાલ કિલ્લા પર ફરકાવ્યો હતો, આજે પ્રધાનમંત્રી મોદીએ પણ 10મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવીને આ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ