બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / PM Modi gives green light to Asarwa Udepur train says today is a big day for Gujarats connectivity

અમદાવાદ / PM મોદીએ અસારવા- ઉદેપુર ટ્રેનને આપી લીલીઝંડી, કહ્યું ગુજરાતની કનેક્ટિવિટી માટે આજે ખૂબ મોટો દિવસ

Kishor

Last Updated: 09:50 PM, 31 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત મુલાકાતના બીજા દિવસે પીએમ મોદીએ અસારવા રેલવે સ્ટેશન પરથી અસારવા- ઉદેપુર ટ્રેનને લીલી ઝંડી આપી હતી.

  • અમદાવાદ-ઉદયપુરના નવા બ્રોડગેજ ટ્રેક પર ટ્રેન દોડશે 
  • પીએમ મોદીએ નવી રેલ્વે લાઇનનું કર્યું ઉદ્ઘાટન 
  • ગુજરાતની કનેક્ટિવિટી માટે આજે ખૂબ મોટો દિવસ : પીએમ મોદી

વડાપ્રધાન 3 દિવસના ગુજરાત પ્રવાસે છે.ત્યારે આજે ગુજરાત મુલાકાતના બીજા દિવસે PM મોદીએ અમદાબાદથી વિવિધ રેલ્વે પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  અસારવા રેલવે સ્ટેશનથી અમદાવાદ-ઉદયપુર ગેજ કન્વર્ઝન ટ્રેક પર ટ્રેનને લીલીઝંડી આપી હતી. ત્યાંરબાદ હવે ટ્રેકના ઉદ્ઘાટન પછી ત્રણ લોંગ રુટની ટ્રેનો દોડશે.રેલ્વે લાઇનના ઉદ્ઘાટનને પગલે મેવાડ અને વાગડ ઝોનની ગુજરાતના રસ્તે દક્ષિણ ભારત સાથે જોડાણ થશે. 

પીએમ મોદીએ કર્યું રેલવે લાઇનનું ઉદ્ઘાટન 
પીએમ મોદીએ અસારવા રેલવે સ્ટેશન પરથી અસારવા- ઉદેપુર ટ્રેનને લીલી ઝંડી આપી હતી. તેમજ તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસ માટે ગુજરાતની કનેક્ટિવિટી માટે આજે ખૂબ મોટો દિવસ છે. ગુજરાતના લાખો લોકો એક મોટા ક્ષેત્રમાં બ્રોડ ગેજ લાઈન ન હોવાથી હેરાન થતાં હતાં તેમને રાહત મળશે. તેમ જણાવ્યું હતું.  આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધૂમાં કહ્યું હતું કે,  બ્રોડગેઇજ વગરની રેલવે લાઇન એટલે ઇન્ટરનેટ વગરના કોમ્પ્યુટર સમાન છે. હવે આજથી અસારવા-ઉદયપુર સુધી મીટર ગેઝ લાઇન બ્રોડ ગેઝમાં બદલી ગઇ છે. જેથી રેલવે કનેકટીવીટી આસાન બનશે. અહીથી નીકળેલ ટ્રેનો હવે દેશના કોઈ પણ ખુણે પહોંચી શકશે. જેથી પર્યટન સ્થળોનો મોટા પાયે વિકાસ થશે.  વધુમાં મોટા ઔદ્યોગીક શહેરો સાથે જોડાવાનો વેપારીઑને આસાન લાભ મળશે. તેમ વડાપ્રધાને જણાવ્યું હતું.

અહીંથી નીકળેલી ટ્રેન દેશના કોઈ પણ ભાગમાં જઈ શકશે
વધુમાં ઉમેર્યું કે આજનું આ આયોજન માત્ર બે રેલ રૂટ પર ટ્રેનનું ચાલવું જ નથી આ એટલું મોટું કામ પૂર્ણ થયું છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. આ કામ પૂર્ણ થવાની રાહ જોતા જોતા દશકા નીકળી ગયા છે. આજથી આ પૂરા રૂટનું કાયાકલ્પ થયું છે. તેમજ અસારવાથી હિંમતનગરથી ઉદયપુર સુધી લાઈન મોટી થઈ માત્ર ગુજરાત નહી પરંતુ રાજસ્થાનના પણ અનેક લોકો જોડાયેલા છે. અહીંથી નીકળેલી ટ્રેન દેશના કોઈ પણ ભાગમાં જઈ શકશે. તેમજ અસારવાથી ઉદયપુર ૩૦૦ કિમી બ્રોડ ગેજમાં બદલાવાથી ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી ક્ષેત્રો દિલ્લી અને ઉત્તર ભારતથી જોડાઈ જશે. તેમજ આ અમદાવાદ અને દિલ્લી માટે વૈકલ્પિક રૂટ તૈયાર થયો છે. આનાથી કચ્છ, નાથદ્વારા, ઉદયપુરના પર્યટકોને લાભ થશે.

2014 થી 2022 વચ્ચે લાઈનો મોટી સંખ્યામાં વધારવામાં આવી
પીએમ મોદીએ કહ્યું કે હિંમતનગરના ટાઇલ્સ ઉદ્યોગને ખૂબ મોટો ફાયદો થવાનો છે. તેમજ ડબલ એન્જિન સરકાર કામ કરે તેના અનેક ફાયદા થાય છે. વર્ષ 2014થી પહેલા ગુજરાતમાં નવા રેલ રૂટ માટે કેન્દ્ર સરકાર પાસે વારંવાર જવું પડતું હતું. ગુજરાત સાથે અન્યાય કરવામાં આવતો હતો. પણ ડબલ એન્જિન સરકાર બનવાથી કામ અને અન્ય બાબતોમાં તાકાત મળી છે. જેમાં 2014 થી 2022 વચ્ચે લાઈનો મોટી સંખ્યામાં વધારવામાં આવી છે.

હિમતનગરમાં ટાઇલ અને સિરામિક ઉદ્યોગો આ રેલ પ્રોજેક્ટનો લાભ થશે
આ નવા રુટની વાત કરીએ તો અમદાવાદ (અસારવા)- હિંમતનગર -ઉદેપુર વિભાગનો પ્રારંભ વિસ્તારના લોકો માટે વરદાન સાબિત થશે. 299 કિમીનો આ વિભાગ રૂ. 2482.38 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે. આ વિભાગના મુખ્ય સ્ટેશનો અમદાવાદ, શામળાજી રોડ, હિંમતનગર, નાંદોલ દહેગામ, ડુંગરપુર, પ્રાંતિજ અને ઉદયપુર છે. આ વિભાગ દેશના બાકીના ભાગો સાથે કનેક્ટિવિટીના સંદર્ભમાં આ વિસ્તારોમાં રહેતા સ્થાનિક લોકો માટે મોટી રાહત હશે. આ પ્રવાસીઓ, વેપારીઓ તેમજ આ વિસ્તારની આસપાસના ઉત્પાદન એકમો અને ઉદ્યોગો માટે ફાયદાકારક રહેશે.હિમતનગરમાં ટાઇલ અને સિરામિક ઉદ્યોગો આ રેલ પ્રોજેક્ટનો લાભ લઈ શકે છે.

તેઓ સીમલેસ કનેક્ટિવિટીને કારણે દેશભરના ગ્રાહકો સુધી તેમનો માલ રેલ્વે દ્વારા લઈ જઈ શકે છે. આ રાષ્ટ્રીય રાજધાની (દિલ્હી) તેમજ આર્થિક રાજધાની (મુંબઈ) સાથે વધુ સારી કનેક્ટિવિટી સાથે પ્રદેશમાં ઔદ્યોગિકીકરણમાં મદદ કરશે. તેનાથી વધારાની રોજગારીની તકો ઊભી કરવામાં પણ મદદ મળશે. તે અમદાવાદ અને દિલ્હી માટે ઝડપી, આર્થિક અને પર્યાવરણને અનુકૂળ વૈકલ્પિક માર્ગ હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ