બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / PM Modi Australia Visit: Top business man met PM Modi and talked about the investment in India

ઑસ્ટ્રેલિયા / PM મોદી સાથે મીટિંગ બાદ રાજી રાજી થઈ ગયા ઑસ્ટ્રેલિયાના ઉદ્યોગતિઓ, PMએ ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ માટે આપ્યું આમંત્રણ

Vaidehi

Last Updated: 10:20 AM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Australia Visit: ઑસ્ટ્રેલિયા પ્રવાસનાં બીજા દિવસે PM મોદીએ ઑસ્ટ્રેલિયાનાં ખ્યાતનામ ઉદ્યોગપતિઓની મુલાકાત કરી અને તેમને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું.

  • PM મોદીએ ઑસ્ટ્રેલિયાનાં ઉદ્યોગપતિઓની લીધી મુલાકાત
  • ભારતમાં રોકાણ કરવા ઉદ્યોગપતિઓને આપ્યું આમંત્રણ
  • ઉદ્યોગપતિઓએ PM મોદી અને તેમના નેતૃત્વનાં કર્યાં વખાણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ઑસ્ટ્રેલિયાનાં પ્રવાસે છે. આજે બીજા દિવસે PM મોદીએ ઓસ્ટ્રેલિયાનાં ઉદ્યોગપતિઓની મુલાકાત કરી જેમાં તેમણે ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. PM મોદીએ ઑસ્ટ્રેલિયા સુપરનાં CEO પૉલ શ્રોડર, ફોર્ટેસ્ક્યુ ફ્યુચર ઈન્ડસ્ટ્રીઝનાં એક્ઝીક્યુટિવ ચેરમેન ડો. એન્ડ્ર્યૂ ફોરેસ્ટ અને હેનકૉક પ્રોસ્પેક્ટિંગની એક્ઝીક્યૂટિવ ચેરમેન જીના રિનેહાર્ટથી પણ મુલાકાત કરી હતી.

'PM મોદી પ્રભાવશાળી વ્યક્તિ છે'
ઓસ્ટ્રેલિયન સુપર ગ્રુપનાં CEO પૉલ શ્રોડરે PM મોદીની મુલાકાત કરીને કહ્યું કે પ્રધાનમંત્રી પ્રભાવશાળી વ્યક્તિ છે જે બિઝનેસને પણ સમજે છે. સાથે જ તે પ્રેરિત પણ કરે છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ પોતાનાં સપનાનાં ભારત વિશે પણ તેમને જણાવ્યું હતું.

PM મોદીનાં નેતૃત્વમાં ભારતની અર્થવ્યવસ્થા બની મજબૂત- જીના
જીના રિનેહાર્ટે PM મોદીને મળ્યાં બાદ કહ્યું કે PM મોદી સાથેની મુલાકાત ઘણી ઉત્સાહજનક અને સારી રહી હતી. બંને દેશો સાથે કામ કરે તેની ઘણી શક્યતાઓ છે. છેલ્લાં 5 વર્ષોમાં પ્રધાનમંત્રી મોદીનાં નેતૃત્વમાં ભારતની અર્થવ્યવસ્થા વધીને 3.5 ટ્રિલિયન US ડોલર થઈ ગઈ છે અને આવનારાં 25 વર્ષોમાં આ વધીને 32 ટ્રિલિયન US ડોલરની પણ થઈ શકે છે. ભવિષ્યમાં ગ્રોથની શક્યતાઓ ઘણી વધારે છે. ઑસ્ટ્રેલિયાએ ભારત સાથે સંબંધો મજબૂત કરવા માટે ઘણી મહેનત કરવાની જરૂરિયાત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ