બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / PM Modi arrived at the GMDC ground to participate in the vibrant Garba festival

મહોત્સવ / VIDEO : PM મોદીએ ઉતારી માતાજીની આરતી, GMDC ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રીનું ભવ્ય આયોજન

Vishnu

Last Updated: 10:24 PM, 29 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ચાલી રહેલા નવ દિવસીય વાયબ્રન્ટ ગરબા મહોત્સવમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે માતાજીની પૂજા-અર્ચના કરી હતી.

  • અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ગરબાનું ભવ્ય આયોજન
  • વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં PM મોદીએ લીધો ભાગ
  • PM મોદીએ માતાજીની પૂજા-અર્ચના કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસ પર છે. પ્રથમ દિવસે સુરત, ભાવનગર અને અમદાવાદના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આજના દિવસના અંતે પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રીના ગરબાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં તેમણે માતાજીની પૂજા અર્ચના અને આરતી કરી હતી. કાર્યક્રમની શરૂઆત પહેલા પીએમ મોદી, સીએમ ભૂપેન્દ્ર પટેલે માતાજીની આરતી ઉતારી હતી. તેમજ ગરબા નિહાળ્યા હતા. બાદમાં પ્રધાનમંત્રીએ ગરબા નિહાળ્યા હતા. GMDC ગ્રાઉન્ડ ખેલૈયાઓ છલોછલ ભરેલું હતું.

36મી નેશનલ ગેમ્સનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરાવ્યો પ્રારંભ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું છે. ઉદ્ઘાટન સમારોહનું આયોજન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરાયું હતું. ગુજરાત રાજ્ય માટે આ ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે પહેલી વખત આ રાષ્ટ્રીય રમતોનું આયોજન થઇ રહ્યું છે. ઉદ્ધાટન સમારોહમાં પીએમ મોદીની સાથે કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકુર અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સ્ટાર એથલિટ પીવી સિંધુ અને નીરજ ચોપડા પણ હાજર રહ્યા.ઓપનિંગ સેરેમની સમયે સ્ટેડિયમમાં 5 હજારથી વધુ ખેલાડીઓએ માર્ચ પોસ્ટ કરી હતી, સરદાર પટેલને ટ્રિબ્યૂટ આપતા 'ટોર્ચ ઓફ યુનિટી'ને સમગ્ર રાજ્યમાં ફેરવ્યા બાદ તે ઓપનિંગ સેરેમનીમાં પ્રજ્વલિત કરવામાં આવી. એક રાષ્ટ્રીય અને એક આંતરરાષ્ટ્રીય ખેલાડી એમ બે એથ્લિટ પીએમ મોદીને 'ટોર્ચ ઓફ યુનિટી' સોંપી નેશનલ ગેમ્સનો પ્રારંભ કારાવ્યો હતો

6 શહેરમાં થઇ રહી છે આ ગેમ્સ
માહિતી માટે જણાવી દઇએ કે 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર 2022 સુધી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં 36 રમતોનું આયોજન થશે, જેમાં દેશભરના અંદાજિત 7 હજાર ખેલાડી ભાગ લઇ રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે આ અત્યાર સુધી સૌથી મોટી રાષ્ટ્રીય રમત આયોજન છે. રાષ્ટ્રીય રમત 20022નું આયોજન ગુજરાતના 6 શહેર-ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં થઇ રહ્યું છે. જોકે, ટ્રેક સાઇક્લિંગ ઇવેન્ટ દિલ્હીમાં વેલોડ્રોમ પર હશે.

7 વર્ષ બાદ થઇ રહ્યું છે આયોજન
7 વર્ષ લાંબા બ્રેક બાદ થઇ રહેલા નેશનલ ગેમ્સમાં 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રેદેશોના રમતવીરો ભાગ લઇ રહ્યા છે. ગત વખત રાષ્ટ્રીય રમતોનું આયોજન 2015માં કેરળમાં થયું હતું. તેમાં 33 રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે રોલર સ્કેટિંગ, સોફ્ટબોલ અને સોફ્ટ ટેનિસને રાષ્ટ્રીય રમતોમાં સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે બીચ હેન્ડબોલ, બીચ વૉલીબોલ અને નૌકાયનનું આયોજનથી બહાર કરવામાં આવ્યા છે. યોગાસન અને મલખંબને પણ આ વખતે રાષ્ટ્રીય રમતોમાં પહેલી વખત સામેલ કરવામાં આવશે.

5200 કરોડથી વધુના વિકાસલક્ષી કાર્યોનો ભાવનગરમાં શિલાન્યાસ
PM મોદીએ સુરતની જનતાને કરોડોના વિકાસકાર્યોની ભેટ અર્પણ કર્યા બાદ હવે તેઓ ભાવનગરના આંગણે છે. અહીં તેઓએ 5200 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. ભાવનગરમાં PM મોદીએ સંબોધન કરતા કહ્યું કે, 'ભાવનગરના સૌ સજ્જનનો નવરાત્રિની ખૂબ-ખૂબ શુભકામના. ઘણા લાંબા સમય પછી હું ભાવનગર આવ્યો છું. દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી ચૂક્યું છે ત્યારે આ વર્ષે ભાવનગર પોતાની સ્થાપનાના 300 વર્ષ પૂર્ણ કરવા જઇ રહ્યું છે. 300 વર્ષની પોતાની યાત્રામાં ભાવનગરે સતત વિકાસની, સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજઘાનીના રૂપમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે.'

સુરતમાં 3400 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોની ભેટ
PM મોદી દિવાળી પહેલા ગુજરાતને ફરીવાર કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે. ત્યારે આજે સુરતમાં 3400 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનો PM મોદીના હસ્તે શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું. PM મોદીએ સુરતથી સંબોધન કરતા જણાવ્યું કે, 'છેલ્લા 2 દાયકામાં અમે સુરતમાં ગરીબો માટે લગભગ 80,000 ઘરો બાંધ્યા છે, તેમના જીવનધોરણમાં સુધારો કર્યો છે. આયુષ્માન ભારત યોજના હેઠળ દેશમાં લગભગ 4 કરોડ ગરીબ દર્દીઓને મફત તબીબી સારવાર મળી છે. જેમાંથી 32 લાખથી વધુ દર્દીઓ ગુજરાતના અને 1.25 લાખ સુરતના છે.'

PM મોદીનો આવતીકાલ શુક્રવારનો શું છે કાર્યક્રમ?

  • 30 સપ્ટેમ્બરના રોજ સવારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો કરાવશે ફ્લેગ ઓફ
  • વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન જશે PM
  • કાલુપુરથી મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત કરાવશે પ્રધાનમંત્રી
  • કાલુપુરથી થલતેજ અને ગ્યાસપુરથી મોટેરા રુટની શરુઆત કરાવશે
  • અમદાવાદમા એઈએસ ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે PM 
  • અમદાવાદથી રાજભવન આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
  • દાંતા જવા રવાના થશે, અહીં વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે 
  • 30 તારીખે PM અંબાજી મંદિર દર્શન કરી નવી રેલ્વે લાઇનનું ખાતમુહૂર્ત કરશે 
  • અંબાજી મંદિરે દર્શન કરી ગબ્બર ખાતે પણ દર્શન કરશે PM મોદી
  • રાત્રે આબુ રોડથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે
  • રાત્રે અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ