બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / PM Modi amit shah yogi adityanath survey

સર્વે / PM મોદી પછી દેશના પ્રધાનમંત્રી તરીકે જનતા કોને ઇચ્છે છે, સર્વેમાં થયો ખુલાસો

Published By: Divyesh

Last Updated: 11:08 AM, 23 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM નરેન્દ્ર મોદી બાદ આગામી પ્રધાનમંત્રી માટે યોગી આદિત્યનાથ લોકોની પ્રથમ પસંદ હોવાનું સર્વેમાં સામે આવ્યું છે.

  • PM મોદી બાદ આગામી PM માટે યોગી લોકોની પ્રથમ પસંદ
  • 38 ટકા લોકો આગામી PM તરીકે નરેન્દ્ર મોદીને જ ચૂંટવા માગે છે
  • ભાજપના કાર્યકરોમાં PM મોદી બાદ અમિત શાહ છે પહેલી પસંદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે પણ એખ લોકપ્રિય પ્રધાનમંત્રી બની રહ્યાં છે. સૌથી વધારે લોકો દેશના હવે પછીના પ્રધાનમંત્રી તરીકે હજુ પણ તેમને જોવા ઇચ્છે છે. જો કે તેમના પછી લોકો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને દેશના પ્રધાનમંત્રી તરીકે જોવા માગે છે. આ ખુલાસો એક મીડીયના સંસ્થા દ્વારા હાલમાં કરાયેલા સર્વેમાં થયો છે. 

કોરોના મહામારી અને સરહદ પર ચીન સામેના પડકારોની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દેશમાં જાદુ પહેલા જેવો યથાવત જોવા મળી રહ્યો છે. ઇંડિયા ટૂડે અને કાર્વી ઇનસાઇટસના 'મૂડ ઓફ ધ નેશન'ના સર્વે મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હજી પણ ભારતના પ્રધાનમંત્રી તરીકે સૌથી પહેલી પસંદ જોવા મળી રહ્યાં છે. 
 

જો કે આ સર્વેમાં સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે બધા પક્ષોની વાત કરવા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત તમામ બીજા નેતાઓથી વધારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લોકોએ પ્રધાનમંત્રી તરીકે પસંદ કર્યાં છે. 

જો કે ભાજપના નેતાઓની વાત કરીએ તો પાર્ટીની અંદર પીએમ નરેન્દ્ર મોદી પછી 30 ટકા લોકો અમિત શાહ અને 21 ટકા યોગી આદિત્યનાથને પ્રધાનમંત્રી તરીકે પસંદ કરે છે. 

પીએમ મોદી સૌની પસંદ

ઇંડિયા ટુડે અને કાર્વી ઇનસાઇટના સર્વે મુજબ દેશમાં 38 ટકા લોકો હજુ પણ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી તરીકે પસંદ કરી રહ્યાં છે. જેને જોઇને લાગી રહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા હજુ પણ પહેલાની જેમ જ યથાવત છે. 

પીએમ મોદીની સરખામણીમાં ભાજપના બીજા અને વિપક્ષી દળના કોઇ અન્ય નેતા ક્યાંય જોવા મળી રહ્યાં નથી. એટલું જ નહીં મોદી ગેર કોંગ્રેસ પહેલા પ્રધાનમંત્રી છે, જે આટલા સમય સુધી પીએમ રહ્યાં છે. 
 

રાહુલ ગાંધી અને સૌનિય ગાંધી પાછળ

આ સર્વેમાં સૌથી વધુ ચોંકાવનારીવાત એ રહી છે કે પ્રધાનમંત્રી પદની રેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઘણા પાછળ છે. સર્વેમાં 7 ટકા લોકોએ રાહુલ ગાંધીને પીએમ પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યાં છે, જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પીએમ પદ માટે 5 ટકા લોકોની પસંદ રહ્યાં. જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સોનિયા ગાંધી 4-4 ટકા લોકોની પસંદ રહ્યાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

PM modi Yogi Adityanath amit shah અમિત શાહ પીએમ મોદી યોગી આદિત્યનાથ PM Modi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ