ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:48 AM, 28 February 2024
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે વર્ષ 2019માં ખેડૂતોના વિકાસ અને આર્થિક ઉન્નતિ માટે PM કિસાન સમ્માન નિધિ યોજનાની શરૂઆત કરી હતી. હાલમાં કરોડો ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે. આજે ખેડૂતોના ખાતામાં PM કિસાન સમ્માન નિધિ યોજનાનો 16મો હપ્તો જમા થઈ થશે. આ યોજના હેઠળ જ્યારે પણ હપ્તો જમા થાય ત્યારે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ જમા થાય છે.
ADVERTISEMENT
આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6,000 રૂપિયા જમા થાય છે. આ સ્કીમનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ક્યાંય પણ જવાની જરૂર નથી. સરકાર CBDTની મદદથી ખેડૂતોના ખાતામાં આ રકમ જમા કરે છે. ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં 6,000 રૂપિયાની રકમ એટલે કે, એક હપ્તામાં 2,000 રૂપિયાની રકમ જમા કરવામાં આવે છે. સરકાર દર વર્ષે 3 હપ્તામાં આ રકમ જમા કરે છે.
આ ખેડૂતોને લાભ નહીં મળે
હાલમાં કરોડો ખેડૂતો આ સ્કીમનો લાભ લઈ રહ્યા છે. ઘણા ખેડૂતોને આ યોજનાનો લાભ નહીં મળે. સરકારે આ યોજનાનો લાભ મેળવવા માટે E-KYC અને જમીનનું વેરિફિકેશન જરૂરી કરી દીધું છે. જે ખેડૂતોએ હજુ સુધી E-KYC અને જમીનનું વેરિફિકેશન કર્યું નથી તે ખેડૂતોને આ યોજનાનો લાભ નહીં મળે. ખેડૂતો OTPની મદદથી સરળતાથી E-KYC કરાવી શકે છે. જમીનના વેરિફિકેશન માટે સરળતાથી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT
E-KYC સ્ટેટસ ચેક કેવી રીતે કરવું?
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ