બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / pm kisan these farmers will not get the upcoming 11th installment

પીએમ કિસાન / આ મહિને જ આવી જશે PM કિસાનનો 11મો હપ્તો, આ ખેડૂતોને નહીં મળી શકે લાભ

Dhruv

Last Updated: 02:46 PM, 12 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટૂંક સમયમાં જ દેશમાં પીએમ કિસાન યોજનાનો હપ્તો આવવા જઇ રહ્યો છે ત્યારે અમુક લોકો એવાં પણ છે કે, જેઓને આ યોજનાનો લાભ નહીં મળે.

  • PM કિસાન યોજનાના લાભાર્થીઓ માટે ખાસ સમાચાર
  • આ લોકોના ખાતામાં નહીં આવે પીએમ કિસાનનો 11મો હપ્તો
  • આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 11.78 કરોડ ખેડૂતોને ફાયદો થયો 

પીએમ કિસાન સમ્માન નિધિનો 11મો હપ્તો ક્યારે આવશે? પીએમ કિસાનના પૈસા ખાતામાં આવશે કે નહીં? આગામી હપ્તો એટલે કે એપ્રિલ-જુલાઇના 2 હજાર રૂપિયા ક્યાંક અટકી તો નહીં જાય ને? જેવાં તમામ સવાલો ખેડૂતોના મનમાં ઉભા થયા છે. ત્યારે આ સવાલોના સાચા જવાબ શોધતા પહેલાં તમને જણાવી દઇએ કે, રાજ્ય સરકારેોએ હજુ સુધી આ મામલે અપ્રુવલ એટલે કે મંજૂરી નથી આપી. જો તમે તમારું સ્ટેટસ ચેક કરશો તો હાલમાં Waiting for approval by state એવું દેખાશે.

તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તમામ જમીન ધારક ખેડૂત પરિવારોને રૂ. 2000-2000 નાં ત્રણ સમાન હપ્તામાં પ્રતિ વર્ષ રૂ. 6,000/- ની આવક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ કોરોના મહામારી દરમિયાન 1.30 લાખ કરોડ રૂપિયાની રકમ સીધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ અત્યાર સુધીમાં 11.78 કરોડ ખેડૂતોને ફાયદો થયો છે અને આ ખેડૂતોના ખાતામાં કુલ 1.82 લાખ કરોડ રૂપિયા મોકલવામાં આવ્યાં છે. જો કે, પીએમ કિસાન પોર્ટલ અનુસાર, આ યોજના હેઠળ 12.50 કરોડથી વધુ ખેડૂતો નોંધાયેલા છે.

શું પતિ-પત્ની બંનેને મળી શકે હપ્તો?

ઘણી વાર એવો સવાલ થતો હોય છે કે શું પતિ-પત્ની બંને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ શકે? તો જવાબ છે ના. જો કોઈ આવું કરશે તો સરકાર તેની પાસેથી વસૂલ કરશે.

કરદાતાઓના હપ્તા થઈ જશે બંધ

એ સિવાય જો ખેડૂત પરિવારમાં કોઈ ટેક્સ ચૂકવે છે તો તેને આ યોજનાનો લાભ નહીં મળે. એટલે કે જો પતિ કે પત્નીમાંથી કોઈએ ગયા વર્ષે આવકવેરો ભર્યો હોય તો તેને આ યોજનાનો લાભ નહીં મળે.

ખેડૂતો માટે મોટા સમાચાર, પીએમ કિસાન યોજનાના 11માં હપ્તા માટે આવી મોટી અપડેટ  | pm kisan yojana new update

આમને પણ નહીં મળે આ યોજનાનો લાભ

આ સાથે, જે લોકો ખેતીની જમીનનો ઉપયોગ કૃષિ કાર્યના બદલે અન્ય કામો માટે કરી રહ્યાં છે અથવા તો અન્યના ખેતરોમાં ખેતીનું કામ કરે છે, પરંતુ તેઓ ખેતરના માલિક નથી. આવાં ખેડૂતો પણ આ યોજનાનો લાભ નહીં લઇ શકે.

જો કોઈ ખેડૂત ખેતી કરે છે, પરંતુ ખેતર તેના નામે નથી તો તેને આ યોજનાનો લાભ નહીં મળે. જો ખેતર તેના પિતા કે દાદાના નામે હોય તો પણ તે આ યોજનાનો લાભ નહીં લઈ શકે.

જો કોઈ વ્યક્તિ ખેતીની જમીનનો માલિક છે, પરંતુ તે સરકારી કર્મચારી છે અથવા તો તે નિવૃત્ત થઇ ચૂક્યાં છે, વર્તમાન અથવા તો ભૂતપૂર્વ સાંસદ, ધારાસભ્ય, મંત્રી તેઓને પણ આ પીએમ કિસાન યોજનાનો લાભ નહીં મળી શકે.

આ લોકોને પણ નહીં મળે આ લાભ

પ્રોફેશનલ રજિસ્ટર્ડ ડોક્ટ, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અથવા તેમના પરિવારના સભ્યો પણ અયોગ્ય લોકોની યાદીમાં આવે છે.

ખેડૂત હોવા છતાં જો તમને દર મહિને 10,000 રૂપિયાથી વધુનું પેન્શન મળે છે તો તમે આ યોજનાના લાભાર્થી નહીં બની શકો. આવકવેરા ભરનારા પરિવારોને પણ આ યોજનાનો લાભ નહીં મળે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને આપી માહિતી
 
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, કે દેશને આપણા ખેડૂત ભાઈઓ અને બહેનો પર ગર્વ છે. તેઓ જેટલા મજબૂત હશે તેટલું જ નવું ભારત વધુ સમૃદ્ધ થશે. મને ખુશી છે કે પીએમ કિસાન સન્માન નિધિ અને કૃષિ સંબંધિત અન્ય યોજનાઓ દેશના કરોડો ખેડૂતોને નવી શક્તિ આપી રહી છે.

11મો હપ્તો ક્યારે આવશે?

પીએમ કિસાન યોજના હેઠળ 1 એપ્રિલથી 31 જુલાઈ વચ્ચે ખેડૂતોને વર્ષના પ્રથમ હપ્તાના પૈસા આપવામાં આવે છે. તે જ સમયે, બીજા હપ્તાના પૈસા 1 ઓગસ્ટથી 30 નવેમ્બરની વચ્ચે આપવામાં આવે છે. આ સિવાય ત્રીજા હપ્તાના પૈસા 1 ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલે કે આ મહિનામાં જ આગામી એટલે કે 11 હપ્તાના પૈસા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.

હપ્તો મેળવવા માટે e-KYC જરુરી

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં દર વર્ષે 3 હપ્તામાં 6 હજાર રૂપિયા જમા કરે છે. જેનાથી ખેડૂતોને આર્થિક મદદ મળે છે. જો કે તમને જણાવી દઇએ કે, ઈ-કેવાયસી કરાવ્યા બાદ જ તમને આ યોજના હેઠળ પૈસા મળશે. જેની માટે તમારે પીએમ કિસાનના ઓનલાઈન પોર્ટલ પર જઈને તમારી માહિતી ભરવાની રહેશે. જો કે, સરકારે ઇ-કેવાયસી માટેની છેલ્લી તારીખ લંબાવી છે. પીએમ કિસાન યોજનાના ઇ-કેવાયસી માટેની છેલ્લી તારીખ અગાઉ 31 માર્ચ હતી જે હવે વધારીને 22 મે, 2022 કરી દેવાઇ છે.

આ રીતે  કરાવો e-KYC

  • સૌ પહેલાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
  • હોમ પેજની જમણી બાજુએ 'કિસાન કોર્નર' નામની લિંક પર ક્લિક કરો.
  • હવે પ્રથમ વિકલ્પ e-KYC પર ક્લિક કરો.
  • હવે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરો.
  • કેપ્ચા કોડને એન્ટર કરો અને સર્ચ પર ક્લિક કરો.
  • હવે આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર એન્ટર કરો.
  • તમને તમારા મોબાઈલ પર એક OTP આવશે કે જેને એન્ટર કરો.
  • તમારું આધાર કાર્ડ લિંક થઈ ગયું છે અને ઈ-કેવાયસી પૂર્ણ થઈ ગયું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Farmers news PM Kisan Yojna pm kisan samman nidhi yojana pm kisan scheme PM Kisan Scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ