ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:33 AM, 28 February 2024
ADVERTISEMENT
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ 7 માર્ચના રોજ રમવામાં આવશે. આ મેચ પહેલા ભારતીય ટીમ તરફથી મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી ઈજાને કારણે મેચમાંથી બહાર થઈ શકે છે. અગાઉ આ ખેલાડી ઈજાને કારણે 3 મેચમાં રમી શક્યો નહોતો.
ADVERTISEMENT
આ ખેલાડી બહાર થઈ શકે છે
કે.એલ.રાહુલ ધર્મશાલા ટેસ્ટમાં રમી શકે તેમ નથી. રિપોર્ટ્સ અનુસાર કે.એલ.રાહુલ સંપૂર્ણપણે ફિટ નથી અને સારવાર માટે તેઓ લંડન ગયા છે અને એક્સપર્ટની સલાહ લઈ રહ્યા છે. કે.એલ.રાહુલને જમણા ક્વાડ્રિસેપ્સમાં ઈજા થવાને કારણે બીજી ટેસ્ટમાંથી પણ બહાર થઈ ગયા હતા અને હાલમાં તેમને ખૂબ જ પરેશાની થઈ રહી છે.
કે.એલ.રાહુલની સર્જરી
ગયા વર્ષે પણ કે.એલ.રાહુલને જમણા ક્વાડ્રિસેપ્સમાં દુખાવો થઈ રહ્યો હતો, જેની સર્જરી કરવામાં આવી હતી. ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં કે.એલ.રાહુલ રમ્યા હતા, પરંતુ બીજી મેચમાં તેમને આરામ આપવામાં આવ્યો હતો. ઈજાના કારણે દુખાવો થતા મેચમાંથી બહાર થઈ ગયા હતા. BCCIએ ચોથી પહેલા અપડેટ આપી હતી કે, તેઓ પાંચમી મેચમાં વાપસી કરી શકે છે, પરંતુ તેઓ રમી શકશે કે નહીં તે અંગે મોટો પ્રશ્નાર્થ છે.
ADVERTISEMENT
વધુ વાંચો: શું IPL નહીં રમે વિરાટ કોહલી? પૂર્વ દિગ્ગજ ક્રિકેટરના નિવેદનથી ખળભળાટ, ફેન્સ ટેન્શનમાં
સીરિઝ પર ઈન્ડિયા ટીમનો કબ્જો
આ સીરિઝમાં ભારતીય ટીમની પહેલી મેચમાં 28 રનથી હાર થઈ હતી. ત્યારપછી ભારતીય ટીમે ધમાકેદાર વાપસી કરી છે અને સતત 3 મેચ જીતી છે. આ સીરિઝમાં ભારતીય ટીમ 3-1થી અજેય છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ