બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / planting peepal tree in the house is considered very inauspicious poverty will come do these 4 easy remedies

માન્યતા / ઘરમાં પીપળાના ઝાડનો પડછાયો પડવો મનાય છે અશુભ, ફટાફટ અપનાવો આ 4 ઉપાય, નહીં તો...

Vikram Mehta

Last Updated: 07:52 AM, 2 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીપળાના ઝાડમાં અલગ અલગ દેવી દેવતાઓનો વાસ હોય છે. પીપળાના ઝાડને કાપવું તે અશુભ માનવામાં આવે છે, પરંતુ ઘર અથવા ઘરની સામે પીપળાનું ઝાડ હોય તો તેને શુભ માનવામાં આવતું નથી.

  • પીપળાના ઝાડની પૂજા કરવાથી અનેક કષ્ટ દૂર થાય છે
  • પીપળાના ઝાડમાં અલગ અલગ દેવી દેવતાઓનો વાસ હોય છે.
  • પીપળાના ઝાડને કાપવું તે અશુભ

હિંદુ ધર્મમાં પીપળાના ઝાડનું એક અલગ મહત્ત્વ છે. પીપળાના ઝાડની પૂજા કરવાથી અનેક કષ્ટ દૂર થાય છે. માનવામાં આવે છે કે, પીપળાના ઝાડમાં અલગ અલગ દેવી દેવતાઓનો વાસ હોય છે. પીપળાના ઝાડને કાપવું તે અશુભ માનવામાં આવે છે, પરંતુ ઘર અથવા ઘરની સામે પીપળાનું ઝાડ હોય તો તેને શુભ માનવામાં આવતું નથી. ઘરની સામે પીપળાનું ઝાડ ઉગે તો શું કરવું જોઈએ, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

અન્ય જગ્યાએ લગાવો-
ઘરમાં પીપળાનું ઝાડ ઉગે તો અશુભ માનવામાં આવે છે. પીપળાનું ઝાડ ઉગે તો તેને મોટુ થવા દો અને ત્યાર પછી માટી સહિત ઉખાડીને અન્ય જગ્યાએ લગાવી દો. આ પ્રકારે કરવાથી પીપળાના ઝાડનો નાશ નહીં થાય તથા યોગ્ય જતન થશે. 

પૂજા પછી કાપો- 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં પીપળાનો પડછાયો પડે તો તે અશુભ ગણાય છે. ઘરના સભ્યોની પ્રગતિમાં અનેક અડચણ આવે છે. ઘરમાં આર્થિક સંકટ સર્જાય છે. જો ઘરમાં પીપળાનું ઝાડ ઉગી ગયું હોય તો રવિવારના દિવસે પીપળાના ઝાડની પૂજા કરીને ઝાડ કપાવી દો. 

45 દિવસ સુધી કરો પૂજા-
વારંવાર એક જ જગ્યાએ ઝાડ ઊગી રહ્યું હોય તો 45 દિવસ સુધી તે છોડની પૂજા કરો. પૂજા દરમિયાન કાચુ દૂધ અર્પણ કરો. 45 દિવસ પછી ઝાડને જડમૂળથી ઉખાડીને અન્ય સ્થાન પર લગાવી દો. જેથી ઝાડ સુરક્ષિત રહેશે. 

મંદિરમાં રાખો-
તમારા ઘરની પૂર્વ દિશામાં પીપળાનું ઝાડ હોય તો ઘરમાં નિર્ધનતા આવે છે. જે માટે વિધિ વિધાન સાથે પીપળાના ઝાડની પૂજા કરીને તેને કપાવી દેવું જોઈએ. પીપળાનું ઝાડ નાનું હોય તો એક કુંડામાં વાવીને પણ કોઈ મંદિરમાં મુકી શકો છો. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

સંકળાયેલા મુદ્દાઓ

peepal tree peepal tree in the house peepal tree upay vastu tips પીપળાના ઝાડના ઉપાય પીપળાનું ઝાડ વાસ્તુ ટિપ્સ Vastu Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ