1 સપ્તાહ કરતા પણ ઓછા સમયમાં શનિ, રાહુ અને કેતુના રાશિ પરિવર્તનને કારણે તમામ રાશિના જાતકો પર ચંદ્રગ્રહણની અસર થશે. આ 3 રાશિના જાતકોનું બદલાઈ જશે જીવન.
આ રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ રહેશે ગ્રહ ગોચર
તમામ રાશિના જાતકો પર ચંદ્રગ્રહણની અસર થશે
આ 3 રાશિના જાતકોનું બદલાઈ જશે જીવન
ઓક્ટોબર 2023 ખૂબ જ ખાસ રહેશે. 29 ઓક્ટોબર 2023ના રોજ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે. રાહુ અને કેતુ 30 ઓક્ટોબરના રોજ રાશિ પરિવર્તન કરશે, ત્યારપછી 4 નવેમ્બર 2023ના રોજ શનિ કુંભ રાશિમાં માર્ગી થશે. આ પ્રકારે 1 સપ્તાહ કરતા પણ ઓછા સમયમાં શનિ, રાહુ અને કેતુના રાશિ પરિવર્તનને કારણે તમામ રાશિના જાતકો પર ચંદ્રગ્રહણની અસર થશે. રાહુ અને કેતુ દોઢ વર્ષે વક્રી થાય છે. રાહુ 30 ઓક્ટોબરના રોજ મીન રાશિમાં અને કેતુ તુલા રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે આ 3 રાશિના જાતકોનું બદલાઈ જશે જીવન.
આ 3 રાશિના જાતકોનું બદલાઈ જશે જીવન કર્ક- આ રાશિના જાતકો માટે તમામ ગ્રહનું રાશિ પરિવર્તન ખૂબ જ શુભ સાબિત તશે. ઈચ્છાપૂર્તિ થઈ શકે છે અને જે પણ કામ અટકેલા છે, તે પૂર્ણ થશે. ભાગીદારીમાં કામ કરતા લોકોને લાભ થશે. યોજનાઓ સફળ થશે. કરિઅરમાં સારી તક મળશે અને આવકમાં વધારો થશે.
વૃષભ- ચંદ્રગ્રહણ અને 3 ગ્રહોના રાશિ પરિવર્તનથી આ રાશિના જાતકોનું ભાગ્ય ઉઘડી જશે. જીવનમાં અપાર ખુશીઓ આવશે અને નાણાંની કમી નહીં રહે. કરિઅરમાં પદ, રૂપિયો અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. વિવાહમાં આવતી અડચણ દૂર થશે અને મનપસંદ સાથી મળશે. બિઝનેસમાં નાણાંકીય લાભ થઈ શકે છે અને યાત્રા શુભ સાબિત થશે.
સિંહ- આ ગોચરના કારણે સિંહ રાશિના જાતકોને લાભ થશે. આકસ્મિક નાણાંકીય યોગ સર્જાઈ શકે છે. બિઝનેસમાં લાભ થશે. અચાનક કોઈ ખાસ તક મળવાને કારણે નસીબ બદલાઈ જશે. સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. સરકારી નોકરી કરતા લોકોને સફળતા મળી શકે છે. કરિઅર બાબતે સારા સમાચાર મળી શકે છે.