ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Travel / plan to visit ooty if you have these item then may find in problem

નિયમ / ઊટી ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જાણી લો, હવે આ વસ્તુ સાથે નહીં મળે એન્ટ્રી

Published By: Krupa

Last Updated: 09:54 PM, 14 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ઊટી હિલસ્ટેશન પર આવતી કાલ પછી ગમે ત્યારે ફરવા જવા માગતા હોવ તો ઊટીમાં તમે પ્લાસ્ટિકની બોટલ કે પડીકાં લઈને ફરવા નહીં જઈ શકો તમિલનાડુ ખાતે આવેલ ઊટી હરવા ફરવા માટેનું બહુ જ લોકપ્રિય સ્ટેશન છે હવે આ હિલ સ્ટેશન આવતીકાલ 15 ઓગસ્ટથી પ્લાસ્ટિક ફ્રી બની રહ્યું છે

ADVERTISEMENT

ઊટી તામિલનાડુ રાજ્યના જે  જિલ્લામાં આવે છે તે જિલ્લા પ્રશાસને આવતીકાલથી સિંગલ યુઝ પ્લાસ્ટિક આઈટમ  જેવી કે પાણીની બોટલ  પ્લાસ્ટિક રેપરમાં પેક કરેલાં ફૂડ પેકેટ વગેરે ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરી લીધો છે જેનો અમલ આવતી કાલથી ચાલુ થઇ જશે

મદ્રાસ હાઈકોર્ટમાં દ્વારા  જિલ્લા કલેકટરને પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાનું ફરમાન કરતાં વહીવટકર્તાઓએ પ્લાસ્ટિકની આઈટમ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. ઉટીમાં મોટી સંખ્યામાં ફરવા આવતા યાત્રીઓ પ્લાસ્ટિકની બોટલો કે પછી પ્લાસ્ટિકના પેક કરેલા પડીકા લોકો ગમે ત્યાં ફેંકીને જતા રહેતા હોવાના કારણે સુંદર હિલ સ્ટેશન કચરાનો ઢગલો બની રહ્યું છે.

આ કારણે જિલ્લા વહીવટી તંત્રે પ્લાસ્ટિક ની તમામ એન્ટ્રી પોઈન્ટ જેવાકે બુરલીયર , કુંજપનાઇ, કકન્નલ્લાહ, નદુગની,થાલુર ,સોલડી,પત્તાંવાયલ,,નામ્બિયાર,કુન્નુ ,ગેડાઈ ,જેવી જગ્યાઓથી પ્લાસ્ટિકની ચીજો લાવવા પર પ્રતિબંધ છે તેથી યાત્રીઓ તેમની સાથે પ્લાસ્ટિકની કોઈ ચીજ લઈ નહીં જઈ શકે. 

28 મે જારી થયેલા અંતરિમ આદેશમાં ઉચ્ચ ન્યાયાલયે જિલ્લાના પર્યટન સ્થળો અને હિલ સ્ટેશનો પર પ્લાસ્ટિક કચરાની સમસ્યા પર નારાજગી વ્યક્ત કરતાં પ્લાસ્ટિ કચરાની સમસ્યા પર નારાજગી વ્યક્ત કરતાં પ્લાસ્ટિક અને પીઇટી બોટલોના વેંચાણ પર રોક લગાવવા માટે પગલું ભરવા કહ્યું હતું. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Hill Station Ooty South India Travel Places Travel તમિલનાડુ હિલ સ્ટેશન Rules

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ