બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / PK Rosy Google Doodle: The Dalit actress who played an upper caste role in the film, people set her house on fire

Google Doodle / PK Rosy: એ દલિત અભિનેત્રી જેને ફિલ્મમાં ઊંચી જાતિનો રોલ નિભાવ્યો તો લોકોએ તેના ઘરમાં ચાંપી દીધી હતી આગ

Megha

Last Updated: 11:28 AM, 10 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલી દલિત અભિનેત્રી પી કે રોઝીની 120 મી જયંતીના મોકા પર (Google Doodle celebrates PK Rosy)એક ડૂડલ બનાવીને સમર્પિત કર્યું છે. જણાવી દઈએ કે આ ડૂડલને ગુલાબના ફૂલો અને ફિલ્મના રિલથી સજાવવામાં આવ્યું છે.

  • પી કે રોઝીની 120 મી જયંતીના પર ગૂગલે એક ડૂડલ સમર્પિત કર્યું 
  • ડૂડલને ગુલાબના ફૂલો અને ફિલ્મના રિલથી સજાવવામાં આવ્યું
  • પી કે રોઝી ફિલ્મમાં લીડ રોલ નિભાવનરી પહેલી અભિનેત્રી હતી

PK Rosy Google Doodle: ગૂગલે આજે શુક્રવારના દિવસે મલયાલમ સિનેમાની પહેલી મહિલા અભિનેત્રી અને પહેલી દલિત અભિનેત્રી પી કે રોઝીની 120 મી જયંતીના મોકા પર એક ડૂડલ બનાવીને સમર્પિત કર્યું છે. જણાવી દઈએ કે આ ડૂડલને ગુલાબના ફૂલો અને ફિલ્મના રિલથી સજાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે પી કે રોઝી ફિલ્મમાં લીડ રોલ નિભાવનરી પહેલી અભિનેત્રી હતી. 

પહેલી ફિલ્મનો થયો હતો ઉગ્ર વિરોધ 
વર્ષ 1903માં કેરળના તીરુંવનંતપુરમમાં જન્મેલ રોજીને નાની ઉંમરમાં જ અભિનય કરવાનો શોખ લાગી ગયો હતો.  વર્ષ 1928માં ફિલ્મ વિગથાકુમારન (ધ લોસ્ટ ચાઈલ્ડમાં મુખ્ય ભૂમિકા ભજવ્યા પછી તેને નામ મેળવવાનું શરૂ કર્યું હતું. જણાવી દઈએ કે તે પોતે દલિત સમાજમાંથી આવી હતી અને ફિલ્મમાં તેણે ઉચ્ચ જાતિની મહિલાની ભૂમિકા ભજવી હતી. જો કે કારણે તેને ઘણો વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

ફિલ્મમાં એક સીન હતો જેમાં પુરૂષ નાયક તેના વાળમાં એક ફૂલને ચુંબન કર્યું હતું અને આ ફિલ્મનો આ સીન જોઈને લોકો ગુસ્સે થઈ ગયા હતા. એ સમયે લોકોએ એમનું ઘર પણ સળગાવી દીધું હતું. આટલું જ નહીં રોઝીને પણ એ સમયે રાજ્ય છોડવાની ફરજ પડી હતી. એવું કહેવાય છે કે તે લારીમાં તમિલનાડુ ભાગી ગઈ હતું જ્યાં તેણે તે જ લારીના ડ્રાઈવર સાથે લગ્ન કર્યા હતા અને એ બાદ 'રાજમ્મા'નામ સાથ તે ત્યાં જ સ્થાયી થઈ હતી. 

ટૂંકું પણ ઘણું પ્રેરણાદાયી કરિયર 
ભલે એમની ટૂંકી કારકિર્દી રહી છે એ છતાં પણ રોઝીએ ઘણી સીમાઓ તોડી દીધી છે અને ખાસ કરીને એવા સમયમાં જ્યારે મહિલાઓ માટે આર્ટ્સ ક્ષેત્રમાં  જવું ખરાબ માનવામાં આવતું હતું. જણાવી દઈએ કે તેમના જીવનકાળ દરમિયાન સિનેમામાં તેમના યોગદાન માટે તેમની કદી પ્રશંસા કરવામાં આવી ન હતી પણ તેમની વાર્તા હજુ પણ ઘણા લોકો માટે એક મહાન પ્રેરણા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ