બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / piyush chawla completes 1000 wickets in career mumbai indians bowler vijay hazare trophy

ક્રિકેટ / IPL પહેલાં મુંબઇ ઇન્ડિયન્સના આ બોલરે ડંકો વગાડ્યો, કરિયરમાં પૂર્ણ કરી 1000 વિકેટ

Manisha Jogi

Last Updated: 09:43 AM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLની તમામ ટીમોએ IPL ગવર્નિંગ કાઉન્સિલને તેમની રીટેન્શન અને રીલીઝ ખેલાડીઓનું લિસ્ટ આપી દીધું છે. હવે IPL 2024 પહેલા પણ મુંબઈ ઈન્ડિયન્સના એક સ્ટાર ખેલાડીએ કમાલ કર્યો છે.

  • 19 ડિસેમ્બરે દુબઈમાં IPL 2024 માટે મીની હરાજી યોજાશે
  • આ ખેલાડીએ પોતાના કરિઅરમાં 1000 વિકેટ લીધી
  • IPL 2023માં કર્યું હતું શાનદાર પ્રદર્શન

ક્રિકેટ રસિયાઓ IPL 2024 માટે ખૂબ જ ઉત્સાહિત છે. 19 ડિસેમ્બરે દુબઈમાં IPL 2024 માટે મીની હરાજી યોજાશે. IPLની તમામ ટીમોએ IPL ગવર્નિંગ કાઉન્સિલને તેમની રીટેન્શન અને રીલીઝ ખેલાડીઓનું લિસ્ટ આપી દીધું છે. હવે IPL 2024 પહેલા પણ મુંબઈ ઈન્ડિયન્સના એક સ્ટાર ખેલાડીએ કમાલ કર્યો છે. આ ખેલાડીએ પોતાના કરિઅરમાં 1000 વિકેટ લીધી છે. 

આ ખેલાડીએ કમાલ કર્યો
મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડી પિયૂષ ચાવલાએ વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પિયૂષ ચાવલાએ ગુજરાત તરફથી રમી રહ્યા હતા અને તેણે અરુણાચલ પ્રદેશ સામેની મેચમાં 10 ઓવરમાં 30 રન આપીને 3 વિકેટ લીધી હતી. એક ઓવર મેડન ફેંકી હતી. પિયૂષ ચાવલાએ ક્રિકેટ કરિઅરમાં 1000 વિકેટ લીઘી છે. આ ખેલાડી પોતાની શાનદાર બોલિંગ માટે ફેમસ છે અને કોઈપણ બેટ્સમેન માટે તેમની સ્પિન રમવી સરળ નથી. 

મુંબઈ ઈન્ડિયન્સ માટે શાનદાર પ્રદર્શન
પિયૂષ ચાવલાએ ક્રિકેટના ફર્સ્ટ ક્લાસ કરિઅરમાં 445 વિકેટ, T20 ક્રિકેટમાં 302 વિકેટ અને લિસ્ટ-A ક્રિકેટમાં 254 વિકેટ લીધી છે, જેથી કુલ 1001 વિકેટ ઝડપી છે. 34 વર્ષીય ખેલાડીની છે મેદાન પર શાનદાર સ્ફુર્તિ જોવા મળી રહી છે. IPL 2023ની હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પિયૂષ ચાવલાને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પિયૂષ ચાવલાએ મુંબઈ ઈન્ડિયન્સ માટે 16 મેચમાં 18 વિકેટ લીધી હતી.

ભારત માટે ત્રણ ફોર્મેટમાં રમ્યા મેચ
પિયૂષ ચાવલા ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમ્યા છે, ભારત માટે 2 ટેસ્ટ, 25 ODI અને 7 T20 મેચ રમી છે. આ ખેલાડીએ વર્ષ 2006માં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. છેલ્લા 12 વર્ષથી આ ખેલાડીને ભારતીય ટીમમાં રમવાની તક મળી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ