બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / pitru paksha 2023 after shradh paksha good days will begin for these zodiac signs

પિતૃપક્ષ / શ્રાદ્ધ ખતમ થાય એટલી વાર, આ 5 રાશિના જાતકો માટે શરૂ થઈ જશે અચ્છે દિન; જુઓ આખું લિસ્ટ તમારી રાશિ છે કે નહીં

Manisha Jogi

Last Updated: 02:50 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

14 ઓક્ટોબરના રોજ પિતૃપક્ષ સમાપ્ત થશે. પિતૃપક્ષ પછી એક એવો સંયોગ બની રહ્યો છે, જે કેટલીક રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. પિતૃપક્ષ પછી આ 5 રાશિના જાતકોને થશે લાભ.

  • 14 ઓક્ટોબરના રોજ પિતૃપક્ષ સમાપ્ત થશે
  • પિતૃપક્ષ પછી ખાસ સંયોગનું નિર્માણ
  • આ પાંચ રાશિના જાતકોને થશે લાભ

29 સપ્ટેમ્બરથી પિતૃપક્ષની શરૂઆત થઈ ગઈ છે અને 14 ઓક્ટોબરના રોજ પિતૃપક્ષ સમાપ્ત થશે. આવતીકાલે સર્વ પિતૃ અમાસ છે અને સૂર્યગ્રહણનો પણ યોગ બની રહ્યો છે. માનાવામાં આવી રહ્યું છે કે, પિતૃપક્ષ પછી એક એવો સંયોગ બની રહ્યો છે, જે કેટલીક રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. પિતૃપક્ષ પછી નવરાત્રી શરૂ થઈ રહી છે. ઉપરાંત બુધાદિત્ય રાજયોગ, શનિ પોતાની રાશિમાં બિરાજમાન છે. આ પ્રકારના શુભ સંયોગ બની રહ્યા છે. 

પિતૃપક્ષ પછી આ 5 રાશિના જાતકોને થશે લાભ
વૃષભ
- આ રાશિના જાતકોને સંપત્તિ મામલે લાભ થશે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. બિઝનેસમાં નફો થશે. મિત્રોનો સાથ મળશે અને તમામ કાર્યમાં પ્રગતિ થશે. પિતૃપક્ષ પછી રોકાણ કરવા માટે સૌથી શ્રેષ્ઠ સમય રહેશે. 

સિંહ- આ રાશિના જાતકો માટે 15 ઓક્ટોબર પછીનો સમય શુભ સાબિત થશે. સંપત્તિ ખરીદવા માટે સૌથી સારો સમય છે. નાણાંકીય લાભ થવાનો યોગ બની રહ્યો છે. કાર્યક્ષેત્રે માન સમ્માનમાં વૃદ્ધિ થશે. સારા સમાચાર મળી શકે છે. 

કન્યા- આ રાશિના જાતકો માટે પિતૃપક્ષ પછીનો સમય સારો સાબિત થશે. સમાજમાં માન સમ્માન પ્રાપ્ત થશે. વાહન અથવા સંપત્તિ ખરીદવાની ઈચ્છા પૂર્ણ થશે. તમામ યોજનાઓમાં સફળતા પ્રાપ્ત થશે. 

તુલા- આ રાશિના જાતકોને પિતૃપક્ષ પછી નાણાંકીય લાભ થશે. નોકરી બદલવા માટે સૌથી સારો સમય છે. મનપસંદ નોકરી મળી શકે છે. વૈવાહિક જીવન સુખમયી અને શાંતિપૂર્ણ રહેશે. 

ધન- પિતૃપક્ષ પછી આ રાશિના જાતકોની તમામ સમસ્યા પૂર્ણ થશે. આવકમાં વૃદ્ધિ થશે. કામની પ્રશંસા કરવામાં આવશે. લાંબા ગાળે જીવનમાં શાંતિ પ્રાપ્ત થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ