બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 05:42 PM, 9 September 2022
ADVERTISEMENT
ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા એટલે કે 10મી સપ્ટેમ્બર 2022થી પિતૃપક્ષ શરૂ થઈ રહ્યો છે. સામાન્ય રીતે શ્રાદ્ધ 15 દિવસનું હોય છે. પરંતુ આ વખતે 12 વર્ષ પછી એવો સંયોગ બન્યો છે કે વર્ષ 2022માં શ્રાદ્ધના 16 દિવસ હશે.
25 સપ્ટેમ્બર, 2022ના રોજ પિતૃ પક્ષ સર્વ પિતૃ અમાસ સાથે સમાપ્ત થશે. આ વખતે શ્રાદ્ધ પક્ષમાં એવો દિવસ છે જેમાં તર્પણ, પિંડ દાન અને શ્રાદ્ધ કરવામાં આવશે નહીં. ચાલો જાણીએ પિતૃ પક્ષની મહત્વની તિથિઓ.
ADVERTISEMENT
પિતૃ પક્ષ 2022 સંયોગ
પંચાંગ અનુસાર આ વખતે પ્રતિપદા અને પૂર્ણિમા શ્રાદ્ધ 10 સપ્ટેમ્બર 2022ના રોજ પિતૃ પક્ષમાં એકસાથે થશે. આ વખતે 16 દિવસનું શ્રાદ્ધ રહેશે. સપ્તમી શ્રાદ્ધ 16 સપ્ટેમ્બરે થશે. 17 સપ્ટેમ્બરે તિથિ ક્ષય હોવાને કારણે આ દિવસે પિતૃઓનું શ્રાદ્ધ થશે નહીં.
અષ્ટમી શ્રાદ્ધ 18 સપ્ટેમ્બરે થશે. એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષમાં મૃતકના પરિવારના સભ્યોની મૃત્યુ તિથિએ પિંડ દાન અર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. જો તિથિ યાદ ન હોય તો મહાલય અમાસ (સર્વ પિતૃ અમાસ 2022) પર પણ શ્રાદ્ધ કરો, તેનાથી તેમને સંતોષ મળે છે.
શ્રાદ્ધ 2022ની મહત્વપૂર્ણ તારીખો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.