બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / અજબ ગજબ / વિશ્વ / pilots fall asleep altitude of 37000 feet where did the plane reach

OMG / 37,000 ફુટની ઊંચાઈ પર ઉડી રહ્યું હતું વિમાન અને બંને પાયલટ ગાઢ નિંદ્રામાં સુઈ ગયા, પછી થઈ જોવા જેવી

Pravin

Last Updated: 04:57 PM, 20 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ એરલાઈન્સ કંપનીઓ અને વિમાનને લગતી ખામીઓના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે હવે વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

  • એક વિમાન હવામાં હજારો કિમીની ઊંચાઈ પર ઉડી રહ્યું હતું
  • હવામાં ઉડાન દરમિયાન પાયલટ ગાઢ નિંદ્રામાં સુઈ ગયા
  • લેન્ડીંગ સમયે 25 મીનિટ સુધી આકાશમાં ચક્કર લગાવતું રહ્યું

એક વિમાન ઓટોપાયલટ મોડ પર હતું. પણ 37,000 ફુટની ઊંચાઈ પર તેના બંને પાયલટ ગાઢ નિંદ્રામાં સુઈ ગયા. લેન્ડીંગનો સમય થઈ ગયો. રન વે લેન્ડીંગ માટે તૈયાર થઈ ચુક્યું હતું. પણ વિમાને જ્યારે નીચે આવવાનું શરુ ન કર્યું તો, એર ટ્રાફિક કંટ્રોલમાં અફરાતફરી મચી ગઈ. પાયલટને તાબતોડ મેસેજ મોકલવા લાગ્યા. પણ તેમની આંખ ખુલી નહીં, આખરે કોકપિટની અંદર જ્યારે અલાર્મ વાગવા લાગ્યું તો, તેઓ ઉઠ્યા, પણ ત્યાં સુધીમાં ઘણુ મોડુ થઈ ચુક્યું હતું.

વિમાનમાં સુઈ ગયા પાયલટ

ઈથિયોપિયા એરલાઈન્સનું એક વિમાનના બે પાયલટ ગાઢ નિંદ્રામાં સુઈ ગયા હતા, આ ઘટના ત્યારે થઈ જ્યારે તેઓ સૂડાનની રાજધાની ખારતૂમથી ઈથિયોપિયાની રાજધાની અદી અબાબા જવા નિકળ્યા હતા. પાયલટ ઊંઘમાં હોવાના કારણે આ વિમાન પોતાના નિર્ધારિત સમયે લેન્ડીંગ કરવાનું ચુકી ગયું હતું. એવિએશન હેરાલ્ડના જણાવ્યા અનુસાર, આ ઘટના સોમવારની છે. જ્યારે વિમાન નંબર ઈટી 343 એરપોર્ટ નજીક પહોંચ્યું, પણ નીચે નીચે ઉતરવાના સંકેત ન આપ્યા તો એર ટ્રાફિક કંટ્રોલમાં હડકંપ મચી ગયો, તેમણે તાત્કાલિક એલાર્મ જાહેર કર્યું.

એલાર્મ વાગતા પાયલટની આંખ ખુલી

કારણ કે પાયલટ કુંભકર્ણની નિંદ્રામાં હતા, એટલા માટે બોઈંગ 737ને ઓટોપાયલટ સિસ્ટમથી વિમાનની ઉંચાઈ 37,000 ફુંટ પર યથાવત રાખ્યું. એટીસીવાળા સતત પાયલટના સંપર્કમાં રહેવાની કોશિશ કરતા રહ્યા, પણ તેમની આંખ ખુલી નહીં, જ્યારે વિમાન તે રનવે પરથી પસાર થયું, જ્યાં તેને ઉતરવાનું હતું ત્યારે તે ઓટોપાયલટ ડિસકનેક્ટ થઈ ગયું. આવું થતા જ ઓટોમેટિક અલાર્મ વાગવા લાગ્યું. જે બાદ પાયલટની આંખ ખુલી ગઈ.

લગભગ અડધી કલાક બાદ લેંન્ડ થયું વિમાન

જ્યારે એલાર્મ વાગ્યુ તો, પાયલટ ઉઠ્યા અને વિમાનને પોતાના કંટ્રોલમાં લીધું. આ દરમિયાન વિમાન આકાશમાં ચક્કર લગાવતું રહ્યું. લગભગ 25 મીનિટ સુધી હવામાં રહ્યા બાદ વિમાન લેન્ડીંગ થયું. સંજોગોવસાત બધું ઠીક રહ્યું. આ ઘટનામાં કોઈ નુકસાન થયુ નથી, વિમાન અદીસ અબાબા ઈંટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ થયું. આ ઘટનાના કારણે વિમાનની બીજી ફ્લાઈટ 2.5 કલાક મોડી થઈ હતી. 

એવિએશન એક્સપર્ટે ચિંતા વ્યક્ત કરી

એવિએશન સર્વિલાંસ સિસ્ટમ એડીએસ-બીના ડેટાથી આ ઘટનાની પુષ્ટિ થાય છે કે કેવી રીતે વિમાન રનવેની ઉપરથી પસાર થઈ ગયું, પણ લેન્ડીંગ મિસ કરી ગયું. તેણએ વિમાનના ફ્લાઈટ પાથની એક ઈમેજ પણ પોસ્ટ કરી છે. જેમાં અદીસ અબાબા એરપોર્ટ પાસે એક ઈંફિનિટી આકારનું લૂપ બનાવેલો દેખાય છે. કેટલાય એવિએશન એક્સપર્ટ પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ