બ્રેકિંગ ન્યુઝ
VTV / PF Withdraw Rules Can one lakh rupees be withdrawn from PF on demand
જે વ્યક્તિ જોબ કરે છે એમને આખો મહિનો કામ કર્યા પછી પગાર મળે છે અને લોકો તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે વિવિધ યોજનાઓમાં પણ રોકાણ કરે છે. આ સિવાય એક જગ્યા એવી છે જેમાં નોકરી કરતા લોકોના પૈસા રોકે છે અને તે છે તેમનું પીએફ એકાઉન્ટ.
ADVERTISEMENT

નોકરીયાત લોકોના પીએફ ખાતા એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈપીએફઓ દ્વારા ખોલવામાં આવે છે જેમાં કર્મચારીના પગારમાંથી ચોક્કસ રકમ કાપીને આ ખાતામાં જમા કરવામાં આવે છે. જો કે EPFO આ પૈસા નિવૃત્તિના વ્યાજ સાથે મળે છે પણ જો કર્મચારી ઇચ્છે તો તે પોતાની જરૂરિયાત મુજબ ઘરે બેઠા આ પૈસા ઉપાડી શકે છે.
ADVERTISEMENT
એવામાં જો તમને પૈસાની જરૂર હોય કે કોઈપણ પ્રકારની મેડિકલ ઈમરજન્સીના કિસ્સામાં તમે તમારા પીએફ ખાતામાંથી એક કલાકની અંદર સરળતાથી 1 લાખ રૂપિયા ઉપાડી શકો છો.આ સેવાનો લાભ લેવા માટે તમારે ખર્ચ દર્શાવવો પડશે.

ADVERTISEMENT
EPFમાંથી પૈસા ઉપાડવા માટે, પહેલા EPFOની સત્તાવાર વેબસાઇટ www.epfindia.gov.in પર જાઓ. UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરીને લોગ ઇન કરો. આ પછી મેનેજ પર ક્લિક કરો અને KYC વિકલ્પ પરની બધી માહિતી તપાસો. આ પછી, ઑનલાઇન સેવા પર જાઓ અને ક્લેમ ફોર્મ 31,19,10C અને 10D ભરવાનું રહેશે. એ બાદ છેલ્લા ચાર નંબરો નાખીને તમારું એકાઉન્ટ વેરિફાઈ કરવું પડશે.
આ પછી તમારે Proceed for Online Claim પર ક્લિક કરવાનું રહેશે અને તમારી ઘણી બધી માહિતી અહીં જોશો, જેમાંથી એક તમારો બેંક એકાઉન્ટ નંબર છે. અહીં તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર દાખલ કરવો પડશે અને તેની ચકાસણી કરાવવી પડશે. એ બાદ તમારે PF એડવાન્સ ફોર્મ પસંદ કરવાનું રહેશે અને પૈસા ઉપાડવાનું કારણ પણ પસંદ કરવું પડશે. પછી PF એકાઉન્ટમાંથી કેટલા પૈસા ઉપાડવા જેવી અન્ય માહિતી ભરો.
ADVERTISEMENT
હવે બેંક પાસબુક અથવા કેન્સલ થયેલ ચેકનો ફોટો PDF ફોર્મેટમાં અપલોડ કરવાનો રહેશે. આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે, તેને ભરો અને સબમિટ કરો. એક અઠવાડિયાની અંદર, તમારા બેંક ખાતામાં પૈસા આવે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.