બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Petrol Price Hiked 78 Times In 2021-22, Diesel 76 Times: Centre Tells Parliament

લો જાણી લો / સરકારે કરી દીધો ખુલાસો, એક વર્ષમાં આટલી વાર વધાર્યાં પેટ્રોલ-ડીઝલના ભાવ, સંસદને જાણ કરાઈ

Hiralal

Last Updated: 09:06 PM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે 2021-22માં પેટ્રોલમાં 78 અને ડીઝલમાં 76 વાર વધારો કર્યો હોવાનું સંસદને જણાવ્યું હતું.

  • 2021-22માં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 154 વાર વધારો
  • કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી તેલીએ રાજ્યસભામાં જણાવ્યું 
  • આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ સરકારને પૂછ્યો હતો સવાલ 

2021-22ના વર્ષમાં સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં પાછું વળીને જોયું નથી. હવે ખુદ સરકારે સંસદને જાણ કરી છે કે તેના દ્વારા આ વર્ષમાં કેટલી વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો છે. આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાના એક સવાલના જવાબમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને ગેસ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ રાજ્યસભામાં લેખિત જવાબમાં જણાવ્યું કે 2021-2022 દરમિયાન પેટ્રોલના ભાવમાં 78 વખત વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે ડીઝલના દરમાં 76 વખત વધારો કરવામાં આવ્યો હતો. 

આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ સરકારને પૂછ્યો સવાલ 
આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ સરકારને સવાલ પૂછ્યો હતો કે એક વર્ષમાં કેટલી વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.  રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે રાજ્યસભામાં મારા પ્રશ્નના જવાબમાં, કેન્દ્ર સરકારે સ્વીકાર્યું કે છેલ્લા એક વર્ષમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 78 વખત અને 76 વખત વધારો કરવામાં આવ્યો છે. 

પેટ્રોલ-ડીઝલ પર 16 લાખ કરોડની એક્સાઈઝ ડ્યુટી વસૂલી 
આપ સાંસદ ચઢ્ઢાએ કહ્યું કે 2016 અને 2022 દરમિયાનના છ વર્ષમાં ઈંધણ પર લાદવામાં આવેલી એક્સાઈઝ ડ્યુટીને કારણે સરકારને 16 લાખ કરોડની આવક થઈ હતી. તેમણે કહ્યું કે સરકાર સંસદમાં મોંઘવારીની ચર્ચા કરવા કે તેનો ઉકેલ લાવવા પણ માગતી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ