બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Petition to High Court on PSI recruitment dispute

રજૂઆત / PSI ભરતીના વિવાદ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી, જાણો શું છે મામલો

Published By: Vishnu

Last Updated: 04:03 PM, 6 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ST-SC,OBC,બિનઅનામત વર્ગ ઉમેદવારોની કેટેગરી અનુસાર, GPSC પેટર્ન પ્રમાણે ભરતી કરવા માગ

  • PSI ભરતી મુદ્દે HCમાં અરજી
  • GPSC પેટર્ન મુજબ ભરતી કરવા રજૂઆત
  • 8 હજાર ઉમેદવારોને અન્યાય થયાની રજૂઆત

PSI ભરતી રિઝલ્ટ જાહેર થતાં બાદ વિવાદે ચડી છે. PSI ભરતીમાં કેટેગરી અનુસાર ભરતીની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. 100થી વધુ જેટલા ઉમેદવારોએ સાથે મળીને પરિણામને કોર્ટમાં પડકાર્યું છે. GPSC પેટર્ન પ્રમાણે ભરતી કરવા ઉમેદવારોની માંગ છે. તેમનું કહેવું છે કે ST-SC,OBC,બિનઅનામત વર્ગ ઉમેદવારોની કેટેગરી અનુસાર ભરતીમાં પાસ કરવામાં આવ્યા નથી જેથી આ પદ્ધતિના લીધે 8 હજાર ઉમેદવારને અન્યાય થયો છે. હાલના રિઝલ્ટ પ્રમાણે માત્ર 4300 ઉમેદવારોને પાસ કરવામાં આવ્યા છે.સમગ્ર મામલે હવે ગુજરાત હાઇકોર્ટમાં આગામી દિવસમાં સુનવણી કરવામાં આવશે.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનું શું કહેવું છે?
યુવરાજસિંહ જાડેજાએ પણ ઉમેદવારોનો સપોર્ટ કરતાં કહ્યું છે કે પ્રિલીમનરી પરીક્ષાનું રિઝલ્ટ જે ફાઈનલ પરીક્ષા બાદ જે રીતે પરિણામ બહાર પાડવામ આવે છે તેવી રીતે પડાયું છે. આથી આ રિઝલ્ટને અમે ચેલેન્જ કરી છે. આ કરવાનું એક જ કારણ છે ઘણા વિદ્યાથીઓ આ પધ્ધતિના રિઝલ્ટથી અન્યાય થયો છે. GPSC પેટર્ન પ્રમાણે માર્કસનું કાઉન્ટીગ થવું જોઈએ. તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ પહેલા કરી દેવામાં આવે જેથી ગેરલાયક ઉમેદવારો અહીંથી જ આગળની ભરતી પ્રકિયાથી બાકાત રહે..

કેટલા ઉમેદવાર આપી હતી પરીક્ષા કેટલા થયા પાસ?
ગુજરાતના કુલ 312 પરીક્ષા કેન્દ્રો પર 88,880 ઉમેદવારોએ PSIની પ્રિલિમનરી પરીક્ષા આપી હતી. ગત 27 એપ્રિલના રોજ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. મુખ્ય પરીક્ષા માટે કુલ 4311 ઉમેદવાર ક્વૉલિફાય થયા છે. જેમાં 2939 પુરુષ ઉમેદવાર ક્વૉલિફાય થયા છે. EWS કેટેગરીમાં 295 પુરુષ ઉમેદવાર, SC કેટેગરીમાં 160 પુરુષ ઉમેદવાર અને ST કેટેગરીમાં 420 પુરુષ ઉમેદવાર ક્વૉલિફાય થયા છે. જ્યારે SEBC કેટેગરીમાં 778 પુરુષ ઉમેદવાર ક્વૉલિફાય થયા છે.

  • પુરુષ જનરલ કેટેગરી માટે કટ ઓફ માર્ક્સ 75
  • પુરુષ EWS માટે કટ ઓફ માર્ક્સ 70.50
  • SC પુરુષ ઉમેદવાર માટે કટ ઓફ માર્ક્સ 68.50
  • ST પુરુષ ઉમેદવાર માટે કટ ઓફ માર્ક્સ 56.25
  • SEBC પુરુષ ઉમેદવાર માટે કટ ઓફ માર્ક્સ 71

'અનામત વર્ગના ઉમેદવારોને ઓપન કેટેગરીમાં ગણવામાં આવ્યા'
પરિણામ જાહેર થતાંની સાથે જ પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ PSIની પરીક્ષાના પરિણામ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા.દિનેશ બાંભણિયાએ બિન અનામત વર્ગના ઉમેદવારોને બાકાત રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.આ મામલે દિનેશ બાંભણિયાએ કહ્યું હતું કે કે, અનામત વર્ગના ઉમેદવારોને ઓપન કેટેગરીમાં ગણવામાં આવ્યા છે.જ્યારે બિન અનામત વર્ગના 189 ઉમેદવારો પાસ થયા છતાં બાકાત રખાયા છે.આથી આ મામલે રાજ્યના ગૃહમંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી. સાથે જ જનરલ કેટેગરીનું રિઝલ્ટ નિયમ મુજબ બનાવવાની માગ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

PSI recruitment PSI result Petition Yuvraj Singh Jadeja gujarat high court ગુજરાત હાઈકોર્ટ પરિણામ પરીક્ષા પીએસઆઈ યુવરાજસિંહ જાડેજા PSI Recruitment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ