બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:58 AM, 30 May 2026
આજે સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર થઇ ગઇ છે. રાહતની વાતએ છે કે, તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે સવારે ફરી કોઇ વધારો થયો નથી. છેલ્લી વાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ગયા અઠવાડિયે શનિવારે વધારો કર્યો હતો. ત્યાર બાદ ભાવ સ્થિર છે. આ વચ્ચે ઇન્ટરનેશનલ માર્કેટથી સારી ખબર આવી રહી છે. કાચા તેલની કિંમતોમાં અમુક ઘટાડો નોંધાયો છે. જો કે યુદ્ધ પહેલાની સ્થિતિ કરતા હજી ભાવ વધારે છે.
ADVERTISEMENT
સૌથી મોંઘું પેટ્રોલ અને ડીઝલ ક્યાં?
26 મે 2026ના ભાવ અનુસાર, હૈદરાબાદમાં પેટ્રોલ સૌથી વધારે મોંઘુ વેચાઇ રહ્યું છે. આ શહેરમાં લોકોને એક લીટર પેટ્રોલ માટે 115.69 રુપિયા ખર્ચવા પડે છે. ત્યાં ડીઝલ માટે તિરુઅનંતપુરમ્માં લોકોને 115.49 રુપિયા પ્રતિ લીટર આપવા પડે છે. બીજી તરફ ચંડીગઢમાં પેટ્રોલનો ભાવ 98.10 રુપિયા પ્રતિ લીટર છે. જો કે દિલ્હી સહિત અન્ય શહેરોની સરખામણીમાં ઓછા છે. ઉલ્લેખનીય છે કે, ભુવનેશ્વરમાં ડીઝલનો ભાવ 100.92 પ્રતિ લિટર છે.
ADVERTISEMENT

સરકારી તેલ કંપનીઓના જણાવ્યા અનુસાર, નોઈડામાં પેટ્રોલ 46 પૈસા વધીને 102.42 રૂપિયા પ્રતિ લિટર થયું છે, જ્યારે ડીઝલ 42 પૈસા વધીને 95.86 રૂપિયા પ્રતિ લિટર થયું છે. ગાઝિયાબાદમાં પેટ્રોલ 22 પૈસા સસ્તું થયું છે અને 101.88 રૂપિયા પ્રતિ લિટર થયું છે, જ્યારે ડીઝલ 22 પૈસા ઘટીને 95.36 રૂપિયા પ્રતિ લિટર થયું છે. હરિયાણાની રાજધાની ગુરુગ્રામમાં, પેટ્રોલ 11 પૈસા વધીને 102.80 રૂપિયા પ્રતિ લિટર થયું છે, જ્યારે ડીઝલ 95.47 રૂપિયા પ્રતિ લિટર થયું છે, જેમાં 11 પૈસાનો વધારો થયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ એક જ ઝટકામાં 5.50 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ, શેરબજારમાં ઉથલપાથલ
મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
ADVERTISEMENT
ADVERTISEMENT
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.