ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / person who threw ink on Congress leader Bharat Singh Solanki
Last Updated: 08:02 PM, 6 November 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં નેતાઑના વખાણ-વિરોધ, રીસામણા-મનામણાની મોસમ બરાબરની જામી છે. આવી સ્થિતિ વચ્ચે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોંલકી પર શ્યાહી ફેંકવાનો પ્રયાસ થતાં ભાગદોડ મચી ગઇ હતી. જો કે આ મામલે પોલીસે તાત્કાલિક રોમિલ સુથાર નામના શખ્સની અટકાયત કરી લીધી હતી.
પિતાને ટિકીટ ન મળતા પુત્ર રોમિલે કર્યો બળવો
એલિસબ્રિજ પર કોંગ્રેસ બેઠકના દાવેદાર રશ્મિકાંત સુથારના પુત્ર રોમીન સુથારે ભરતસિંહ સોંલકી શ્યાહી ફેંકી હતી. એલિસબ્રિજ બેઠક માટે રશ્મિકાંત સુથારે દાવેદારી કરી હતી. પરંતુ પિતા રશ્મિકાંત સુથારને ટિકીટ ન મળતા પુત્રએ કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્યાહી ફેંકી વિરોધ નોંધાવ્યો હતો. જેને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો હતો.
ગુજરાત કોંગ્રેસે યોજી હતી પત્રકાર પરિષદ
ભાજપ સરકારની નિષ્ફળતાઓને રજુ કરતું તહોમતનામાં અંગે ગુજરાત કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન ભ્રષ્ટાચાર સાથે બેરોજગારીનો મુદ્દો ઉછળ્યો હતો. તો મોરબીની દુર્ઘટનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ મામલે કોંગી આગેવાનોએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર સામે અમે સત્તાવાર આંકડાના આધારે તોહમતનામું રજૂ કરીએ છીએ. 27 વર્ષ થી ભાજપનું શાસન છે. ભાજપે શાળાઑ બનાવી નથી. કોંગ્રસના શાસનમાં તમામ સરકારીઑ બની છે અને 1995 સુધીની સરકારી શાળાઓનું કોંગ્રેસના રાજમાં નિર્માણ થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ