બ્રેકિંગ ન્યુઝ
ટૅટૂ બનાવવાની ટેક્નિક હવે ઘણી આધુનિક થઈ ગઈ છે એને કારણે પીડામાં ઘટાડો થયો છે. જોકે એક વાર ચિતરાવી દીધેલા ટૅટૂને દૂર કરવાનું બહુ તકલીફવાળું હોય છે. કેટલાક સંજોગોમાં એવુ પણ બને છે કે એક વાર ટેટુ ચિતરવી દીધા પછી વ્યક્તિને તે ગમતુ નથી હોતું. ઘણીવાર એવું પણ બને છે કે બોય ફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડના નામનું ટૅટૂ ચિતરાવ્યા બાદ બ્રેકઅપ થાય તો પણ તકલીફ ઉભી થાય છે. કાયમી ટૅટૂ દુર કરવું પણ અઘરુ પડી જાય છે.
ADVERTISEMENT

આર્જેન્ટિનામાં રહેતા ૨૧ વર્ષના યુવકે હોંશમાં ને હોંશમાં હાથમાં ટૅટૂ ચિતરાવી તો દીધું, પણ એ પછી તેને મજા ન આવી. મેન્ડોઝા શહેરમાં રહેતા આ યુવકે એ પછી ઍરપોર્ટ પોલીસમાં ભરતી થવા માટે અપ્લાય કર્યું. એ વખતે તેને ખબર પડી કે તેના શરીર પર બહાર દેખાય એવું ટૅટૂ હોવાથી તે આ પદવી માટે ગેરલાયક છે.
ADVERTISEMENT
Un amigo se tatuó y como no le gusto el tatuaje se lo saco con un rayador de queso. Si un rayador de queso pic.twitter.com/1tHObPVvaq
— Matías (@_Matycosta) October 1, 2019
ADVERTISEMENT
આ ઘટના વખતે તેમની ઉંમર હતી માત્ર ૧૯ વર્ષ. તેને કોઈ પણ હિસાબે ઍરપોર્ટ પોલીસ જૉઇન કરવી જ હતી, પણ આ ટૅટૂનું શું કરવું? તેણે યુટ્યુબ પર સવાલ મૂક્યો હાઉ ટુ રિમૂવ ટૅટૂ અને તેને જાતજાતના જવાબો મળ્યા. પ્યુબિક સ્ટોનથી ઘસી નાખો અથવા તો એટલી ત્વચા દઝાડી દો... વગેરે. આ બધું વાંચીને તેણે પોતાની રીતે ટૅટૂ કાઢવાનો નવો નુસખો શોધ્યો. તેણે આદુ ખમણવાની ઝીણી છીણી લીધી અને ટૅટૂ પરની આખી ત્વચા લોહી નીકળી જાય એ હદે છીણી નાખી. એ જગ્યાએથી ખૂબ લોહી વહ્યું અને ત્વચા
એટલી બળી કે ન પૂછો વાત. એની પર તેણે ડિસઇન્ફેક્ટન્ટ લગાવ્યે રાખ્યું અને એક વીક સુધી જાતે રુઝ આવે એના પ્રયત્નો કર્યા.
આખરે તેણે હૉસ્પિટલમાં જઈને ટીટનસનું ઇન્જેક્શન લીધુ અને તેણે લાંબી સારવાર પણ લેવી પડી. બે વર્ષ પહેલાં કરેલો આ પ્રયોગ તેમણે તાજેતરમાં ફોટાગ્રાફ્સ અને પીડાદાયક કહાણી સાથે સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.