બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Person Forwarding Social Media Message Liable For Its Contents : High Court

મોટો ફેંસલો / સોશિયલ મીડિયામાં વાંધાજનક મેસેજ ફોરવર્ડ કરનાર વ્યક્તિ તેના કન્ટેન્ટ્સ માટે જવાબદાર, થઈ શકે કાર્યવાહી- HC

Hiralal

Last Updated: 03:45 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મદ્રાસ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં એવું જણાવ્યું કે સોશિયલ મીડિયા મેસેજ ફોરવર્ડ કરનાર વ્યક્તિઓ તેના કન્ટેન્ટ્સ માટે જવાબદાર ગણાય છે.

  • સોશિયલ મીડિયામાં શેર ન કરતા વાંધાજનક મેસેજ
  • થઈ શકે ફોજદાર કાર્યવાહી
  • મદ્રાસ હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો 

મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં અભિનેતા અને ભાજપ નેતા એસવી શેકર સામે મહિલા પત્રકારો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ શરૂ કરવામાં આવેલી ફોજદારી કાર્યવાહીને રદ કરવાનો ઈન્કાર કરી દીધો છે. એપ્રિલ 2018 માં શેકરે તેના ફેસબુક એકાઉન્ટ પર મહિલા વિરૃદ્ધ વાંધાજનક, અપમાનજનક અને અભદ્ર ટીપ્પણી ફોરવર્ડ કરી હતી જે પછી તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જસ્ટીસ  આનંદ વેંકટેશે નોંધ્યું હતું કે શેકર એક જાણીતું નામ છે અને તેમના ફોલોઅરની સંખ્યા પણ ઘણી છે આવી સોશિયલ મીડિયામાં મેસેજ ફોરવર્ડ કરતાં પહેલા તેમણે વધારે સાવધાની રાખવી જોઈતી હતી. જસ્ટીસે કહ્યું કે ઘણા ફોલોઅર્સ સાથે જાણીતી હસ્તીની શ્રેણીમાં આવે છે અને તેમણે તેના ફેસબુક એકાઉન્ટ પરથી સંદેશ ફોરવર્ડ કરતા પહેલા વધુ સાવચેતી રાખવી જોઈતી હતી. 

સોશિયલ મીડિયામાં સામાજિક જવાબદારી સાથે મેસેજ શેર કરો
કોર્ટે ઉમેર્યું હતું કે આપણે એવા યુગમાં જીવીએ છીએ જ્યાં સોશિયલ મીડિયાએ દરેક વ્યક્તિના જીવનને વર્ચ્યુઅલ રીતે પોતાના કબજામાં લઈ લીધું છે જ્યાં દરેક સંદેશો દુનિયાના ખૂણે ખૂણે થોડા જ સમયમાં પહોંચી શકે છે. દરેક વ્યક્તિએ સંદેશો બનાવતી વખતે કે ફોરવર્ડ કરતી વખતે સામાજિક જવાબદારીનો પણ વિચાર કરવો જોઈએ અને તે જ પ્રમાણે મેસેજ ફોરવર્ડ કરવો જોઈએ. કોર્ટે કહ્યું કે આપણે વર્ચ્યુઅલ ઇન્ફર્મેશન ડાયેરિયાથી પીડાઈ રહ્યા છીએ જ્યાં દરેક પર સંદેશાઓનો મારો ચલાવવામાં આવે છે. આથી, સોશિયલ મીડિયામાં સંદેશ તરીકે જેનું આદાન-પ્રદાન કરવામાં આવે છે, તે ટૂંકા સમયમાં ખૂબ જ મોટો પ્રભાવ પાડી શકે છે. આ જ કારણ છે કે સંદેશ બનાવતી વખતે અથવા ફોરવર્ડ કરતી વખતે વ્યક્તિએ શા માટે સામાજિક જવાબદારીનો ઉપયોગ કરવો જ જોઇએ. આ વધુ ત્યારે થાય છે જ્યારે સંબંધિત વ્યક્તિ, તેની સ્થિતિના આધારે, ખરેખર સામાન્ય લોકોના દિમાગને પ્રભાવિત કરી શકે છે. મોકલેલો/ફોરવર્ડ કરેલો સંદેશો કાયમી પુરાવો બની જાય છે અને સંદેશો મોકલવાથી કે ફોરવર્ડ કરવાથી જે પરિણામ આવે છે તેમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય છે. મોકલેલો/ફોરવર્ડ કરેલો સંદેશો "તીર જેવો છે જે ધનુષમાંથી એક વાર છૂટી જાય પછી પાછો લઈ શકાતો નથી. કોર્ટે અવલોકન કર્યું હતું કે એકવાર નુકસાન થઈ ગયા પછી, મોકલનાર માફી માંગીને તેમાંથી બચી શકતો નથી. 

અપમાનજક સંદેશ ફોરવર્ડ કર્યો તો ભોગવવું પડશે પરિણામ 
કોર્ટે નોંધ્યું હતું કે, હાલના કેસમાં શેકરે જે મેસેજ ફોરવર્ડ કર્યો છે તેનાથી પત્રકારો અને ખાસ કરીને મહિલા પત્રકારોનું અપમાન થયું છે, જેના કારણે તેમના ઘરની સામે દેખાવો અને હિંસા પણ થઈ હતી. આ ફોજદારી ગુનાની કેટેગરીમાં આવે છે. કોર્ટે ઉમેર્યું હતું કે, શેકર દ્વારા મોકલવામાં આવેલા સંદેશાથી જાહેર સુલેહ-શાંતિના ભંગનો ગુનો થયો હતો. શેકરે પોસ્ટ કરેલા સંદેશામાં મહિલાનો લજ્જાભંગ થાય છે અને તેમાં એક ખાસ મહિલા અને અન્ય મહિલા પ્રેસ રિપોર્ટર્સ પર અભદ્ર અને વિચિત્ર હુમલાનો પણ સમાવેશ થાય છે.  કોર્ટે કહ્યું હતું કે જોઈ કોઈએ અપમાનજક સંદેશ ફોરવર્ડ કર્યો હોય તો તેણે તેનું પરિણામ ભોગવવાની પણ જવાબદારી રાખવી જોઈએ. 

શું હતી ઘટના
ઘટના એવી છે તામિલનડુના ચેન્નઈમાં ભાજપ નેતા એસવી શેકરે મહિલા પત્રકાર સામે એક વાંધાજનક મેસેજ ફોરવર્ડ કર્યો હતો જેની સમાજમાં ખૂબ મોટી અસર પડી હતી, જેમાં ઘણું વાંધાજનક લખાયું હતું. કોર્ટે આ વાતને મહિલાના લજ્જાભંગ તરીકે ગણી હતી અને આરોપી શેકર સામે ફોજદાર કાર્યવાહી રદ કરવાનો ઈન્કાર કરીને તેમને તેનો સામનો કરવાનું કહ્યું. જોકે અરજદારે એવી દલીલ કરી હતી કે તેણે મળેલા મેસેજને વાંચ્યા વગર આગળ મોકલી દીધો હતો અને પાછળથી તે જ દિવસે અપમાનજનક પોસ્ટ દૂર કરી હતી અને માફી માંગી હતી, પરંતુ કોર્ટે નોંધ્યું હતું કે આ કૃત્યો શેખરને અપમાનજનક સંદેશ ફોરવર્ડ કરવા બદલ પરિણામોનો સામનો કરવામાં મદદ કરશે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ