બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / People of this zodiac sign should be saved today, for whom is this auspicious day? Know the horoscope from Aries to Pisces

રાશિ ભવિષ્ય / આ રાશિના જાતકોએ આજે સાચવીને રહેવું, કોની માટે આજનો દિવસ શુભ? જાણો મેષથી લઇને મીન સુધીનું રાશિફળ

Premal

Last Updated: 07:35 AM, 13 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો (zodiac sings) માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
13-01-2023 (શુક્રવાર)
માસ: પોષ
પક્ષ: કૃષ્ણ
તિથિ: છઠ્ઠ (સાંજે 6.16 પછી સાતમ)
નક્ષત્ર: ઉત્તર ફાલ્ગુની (સાંજે 4.34 પછી હસ્ત)
યોગ: શોભન (બપોરે 12.43 પછી અતિગંડ)
કરણ: વણિજ
રાશિ: કન્યા (પ.ઠ.ણ.)

આજનું દિન વિશેષ

હેડર - સમયનો સદઉપયોગ
સમય સારો કે ખરાબ કેમ જાણવું?
ગ્રહોના ગોચરભ્રમણ કેવું ફળ આપે?
ચોઘડિયા-હોરા દ્વારા સારું જ્ઞાન મળે?

મેષ (અ.લ.ઈ.) 

મેષ રાશિના જાતકોને નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે, મોસાળપક્ષે સાચવીને વ્યવહાર કરવો, ભાઈ-બહેનો તરફથી સારું સુખ જણાય છે, આર્થિક લાભની સારી તકો મળશે.

વૃષભ (બ.વ.ઉ.) 

આ રાશિના જાતકોને ધનપ્રાપ્તિના સારા અવસરો મળશે, રોજગારીની ઉત્તમ તકો મળશે, ધાર્મિક કાર્યોમાં મન લાગશે તેમજ નવી વસ્તુઓ ખરીદવા કે વેચવામાં લાભ જણાશે.

મિથુન (ક.છ.ઘ.) 

આ રાશિના જાતકોને સ્થાન પરિવર્તનના યોગો જણાય છે, લેવડ-દેવડમાં અનુકૂળતા જણાશે, રાજ્યપક્ષે સાધારણ તકલીફ જણાશે, જીવનસાથીના સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી.

કર્ક (ડ.હ.) 

આ રાશિના જાતકોને વડીલ વર્ગ દ્વારા સારા લાભની સંભાવના છે, શેરબજાર અને સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં સાચવવું, ખાનપાનમાં કાળજી રાખવી, પસંદગીના કાર્ય કરવાથી લાભ જણાશે.

સિંહ (મ.ટ.) 

આ રાશિના જાતકોએ મહત્વના નિર્ણયો લેવામાં કાળજી રાખવી, પગ અને કમરના દર્દમાં સંભાળવું, વ્યવસાયમાં ધીમી ગતિએ તેઓને સફળતા મળશે તેમજ પ્રેમસંબંધોમાં તકલીફ જણાશે.

કન્યા (પ.ઠ.ણ.) 

આ રાશિના જાતકોની માનસિક શાંતિમાં વૃદ્ધિ થશે, દામ્પત્ય સુખમાં સહયોગ મળશે, તણાવયુક્ત જીવનશૈલીથી દૂર રહેવું અને કામકાજમાં પણ વિરોધીઓથી સાચવવું. 

તુલા (ર.ત.) 

આ રાશિના જાતકો કામકાજમાં સાધારણ થાક અનુભવશે. તેમજ ભૂમિ, વાહન-મકાન સંબંધી લે-વેચમાં સાચવવું, ધંધામાં સારી અનુકૂળતા જણાશે અને ઈષ્ટમિત્રોનો પણ સારો એવો સહકાર મળશે.

વૃશ્ચિક (ન.ય.) 

આ રાશિના જાતકોને આર્થિક બાબતમાં લાભ થશે, નોકરી-ધંધામાં સારો લાભ જણાશે, જૂની વસ્તુ વેચી નવું લેવાના યોગ બનશે તેમજ વાહન ચલાવવામાં પણ તેઓએ કાળજી રાખવી પડશે.

ધન (ભ.ધ.ફ.ઢ.) 

આ રાશિના જાતકો માટે આર્થિક રોકાણ માટેનો સમય ઉત્તમ છે, માનસિક તણાવથી પરેશાની વધશે, સહકર્મચારીનો સારો સહયોગ મળશે. જોકે લોભ લાલચમાં આવીને કોઈ કામ કરવું નહીં.

મકર (ખ.જ.) 

આ રાશિના જાતકોને જીવનસાથીનો ઉત્તમ સહયોગ મળશે, આવકમાં વધારો થશે, સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવશો તેમજ નાની-નાની મુશ્કેલીમાંથી માર્ગ મળશે.

કુંભ (ગ.શ.સ.ષ.) 

આ રાશિના જાતકોને આર્થિક બાબતે ચઢાવ-ઉતાર જોવા મળશે, પ્રેમસંબંધોમાં મન પ્રસન્ન રહેશે, સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે તેમજ લેવડ-દેવડમાં સાવધાની રાખવી.

મીન (દ.ચ.ઝ.થ.) 

આ રાશિના જાતકોએ ધંધાકીય બાબતોમાં થોડી ચિંતા રહેશે. ધંધાને અને પરિવારને સાથે ના રાખો. યાત્રા-પ્રવાસનો યોગ બનશે તેમજ પરિવારમાં સાધારણ અશાંતિ જણાશે.

શુભાંક - આજનો શુભ અંક છે 4

શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સીલ્વર અને દૂધીયો
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.05 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 10.30 થી બપોરે 12.00 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)
શું કરવું? : ચાંદીના આભૂષણ-સફેદ વસ્ત્રો પહેરો
શું ના કરવું? : ખાટા પદાર્થોનો ઓછો ઉપયોગ કરો
આજનો મંત્ર : હ્રીં પદ્મે પદ્મે મહાપદ્મે પદ્મ ધનુ ધનુ સ્વાહા
આજનું દાન : ખીર બનાવી માતાજીને ધરાવી વહેંચો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ