ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / peacock feathers and their astrological advantages

ધર્મ / મનભાવથી કોઈ સાથે શત્રુતા હોય તો સાથે મોરનું પિછું રાખો, એકાએક મિત્ર બની જશો

Published By: Kashyap

Last Updated: 11:35 PM, 20 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષશાસ્ત્રમાં મયૂરપંખનું વિશેષ મહત્વ છે. આ નવગ્રહનું પ્રતીક પણ માનવામાં આવે છે. જેના કારણે એનું કુંડળીમાં રહેલા અનેક દોષોનાં શમન અને વાસ્તુદોષ નિવારણમાં ખાસ મહત્વ છે. હકીકતમાં એવી માન્યતા છે કે મયૂરપંખ તમને આસપાસ રહેવા માટે નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઓછો કરે છે. ચાલો જાણીએ કેવી રીતે મયૂરપંખ તમારા જીવનમમાં લાવે છે સકારાત્મક બદલાવ.

ADVERTISEMENT

એકવાર એક સંધ્યા નામનો અસુર પોતાની ઘોર તપસ્યાથી શિવજીને પ્રસન્ન કરી અનેક પ્રકારની શક્તિઓ વરદાનમાં પ્રાપ્ત કરી હતી. જે પછી ભગવાન વિષ્ણુના ભક્તો પર અત્યાચાર કરીને તેમની પાસેથી સ્વર્ગ છીનવી લઈ આધિપત્ય જમાવી દીધું હતું. દેવી-દેવતાઓને કેદ કરી લીધાં હતા. આથી અસુરથી ત્રસ્ત થઈ ગયેલા દેવી-દેવતાઓ અને નવગ્રહ મયૂરપંખમાં સ્થાપિત થઈ ગયા. તે મયૂરપંખથી જ અસુરનો વધ થયો. ત્યારથી મયૂરપંખને પવિત્ર માનવામાં આવે છે. વળી મોર એ સકારાત્મક શક્તિઓનો વાહક માનવામાં આવે છે. તે કારણે પણ મોરપીંછ વિશેષ રૂપે ઉપયોગમાં લેવામાં આવે છે.

બગડેલા કાર્યોને સંવારે મયૂરપંખ

ભગવાન શ્રીકૃષ્ણના મુગટ પર વિદ્યમાન મયૂરપંખને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. આ કારણેથી જ મયૂરપંખને પૂજાસ્થાનમાં સ્થાન મળ્યું છે. તેનાથી લાભ થાય છે. જેમ કે તમારે ઘણાં સમયથી કોઈ કાર્ય પૂરું કરવું હોય પણ તેમાં રુકાવટ આવતી હોય, તો તમે બેડરૂમની પૂર્વ કે દક્ષિણ-પૂર્વદિશામાં મયૂરપંખ લગાવો. એનાથી બગડેલાં કાર્યો બનતા નજરે પડે છે.પૈસાની તંગીને કરે છે દૂર. જો તમે તમારા વેપારમાં ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત કરવા ઈચ્છતા હોય તો તમારી ઓફિસમાં કે દુકાનમાં દક્ષિણ- પૂર્વ દિશામાં એક મયૂરપંખ લગાવીને જુઓ. શાસ્ત્ર અનુસાર આવા ઘર- પરિવારની આર્થિક સ્થિતિ સુધરે છે. પૈસાની ગમે તેવી તંગી હોય તે દૂર થઈ જાય છે.

મયૂરપંખ શત્રુઓને બનાવી દે છે મિત્ર

એવી માન્યતા છે કે મયૂરપંખ શત્રુઓને પણ મિત્ર બનાવી દેવાની છૂપી શક્તિ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે મહાબલિ હનુમાનના મસ્તક પરથી સિંદૂર લઈને જે વ્યક્તિ સાથે તમારા સંબંધો કટૂ ચાલતા હોય, તેનું નામ મયૂરપંખ ઉપર લખો. એ પછી રાતભર તે મયૂરપંખને ઘરમંદિરમાં મૂકી રાખો. બીજે દિવસે સવારે જળમાં પ્રવાહિત કરી દો. તો તેનાથી અચૂક લાભ મળે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરનાં મુખ્યદ્વાર પર જ્યાં ગણેશની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવે છે ત્યાં મયૂરપંખથી સજાવવામાં આવે તો એવી માન્યતાઓ છે કે ઘરમાંથી વાસ્તુદોષ દૂર થઈ જાય છે.

બાળકોમાં વધે છે એકાગ્રતા

વિદ્યાર્થીઓના રૂમમાં કે પુસ્તકોમાં વચ્ચે મયૂરપંખ રાખવાથી બાળકની સ્મરણ શક્તિ તેજ થાય છે. તેની સાથે સાથે તેમની એકાગ્રતા કેળવાય છે. તેનાથી લાભ થાય છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે મંત્ર જાપની માળાને હંમેશાં મયૂરપંખની વચ્ચે રાખવી જોઈએ. રાહુ દોષને દૂર કરે છે મયૂરપંખ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મયૂરપંખને વિશેષ પવિત્ર માનવામાં આવે છે. આ કારણે એવું કહેવામાં આવે છે કે જે જાતક કોઈ પણ રૂપે પોતાની સાથે મયૂરપંખને રાખે છે તેની સૂતેલું કિસ્મત જાગી જાય છે. હકીકતમાં આ રીતે મયૂરપંખ સાથે રાખવાથી કુંડળીમાં રહેલો રાહુદોષ દૂર થઈ જાય છે.

સકારાત્મક ઊર્જાનો થાય છે સંચાર

મયૂરપંખને તમારા ઘરમાં સ્થાપિત કરવા માટે કોઈ પણ શુભ દિવસ પસંદ કરીને એવી જગ્યાએ રાખો કે જેથી ઘરમાંથી નીકળતાં અને ઘરમાં ઘૂસતી વખતે તેના પર તમારી નજર પડે. 
આમ કરવાથી ઘરની નકારાત્મક શક્તિઓનો હ્રાસ થાય છે. સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Astrology news Peacock Feathers Religion Religion News જ્યોતિષશાસ્ત્ર ધર્મ Religion

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ