બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / PCB bows down to demand, Babar Azam & Co to earn share of ICC revenue

વર્લ્ડ કપ / ભારતમાં પગ મૂકતાં જ પાકિસ્તાની ટીમને મળી સરપ્રાઈઝ ગિફ્ટ, બાબર આઝમ સહિત બધા ખુશખુશાલ

Hiralal

Last Updated: 10:30 PM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં પગ મુકતાં જ બાબર આઝમની ટીમને એક સરપ્રાઈઝ ગિફ્ટ મળી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે 25 ખેલાડીઓના પગારમાં વધારો કર્યો છે.

  • ભારત પ્રવાસે ઉપડતાં પહેલા પાકિસ્તાની ક્રિકેટ ટીમને મળી ગિફ્ટ
  • પાક.ક્રિકેટ બોર્ડે ખેલાડીઓની સેલેરી વધારી
  • ટેસ્ટ ફીમાં 50 ટકા, વન-ડેમા 25 ટકા અને ટી-20માં 12.5 ટકા પગાર વધારો 

ICC વનડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થવાની છે. વર્લ્ડકપની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. આ વર્લ્ડ કપ શરૂ થતા પહેલા પાકિસ્તાની ટીમને મોટી ભેટ મળી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) બાબરની સેનાને ગિફ્ટ આપતાં તેમની સેલેરીમાં વધારો જાહેર કર્યો છે. 

પગાર વધારા માટે 4 કેટેગરી નક્કી કરાઈ 
પગાર વધારવા માટે ખેલાડીઓને એ, બી, સી અને ડી એમ ચાર કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને શાહીન શાહ આફ્રિદીને કેટેગરી એમાં સામેલ કરવામાં આવ્યા છે. કેટેગરી બીમાં ફખર ઝમાન, હરીસ રઉફ, ઇમામ ઉલ હક, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ અને શાદાબ ખાનનો સમાવેશ થાય છે. કેટેગરી સીમાં ઇમાદ વસીમ અને અબ્દુલ્લા શફીકનો સમાવેશ થાય છે. કેટેગરી ડીમાં ફહીમ અશરફ, હસન અલી, ઇહસાનુલ્લાહ, ઇફ્તિખાર અહેમદ, મોહમ્મદ હેરિસ, મોહમ્મદ વસીમ જુનિયર, સૈમ અયુબ, સલમાન અલી આગા, સરફરાઝ અહેમદ, સૌદ શકીલ, શાહનવાઝ દહાની, શાન મસૂદ, ઉસામા મીર અને ઝમાન ખાનનો સમાવેશ થાય છે.

પગારમાં કેટલા ટકાનો વધારો?
ટેસ્ટ માટે ખેલાડીઓની સૌથી વધુ મેચ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ટેસ્ટ મેચની ફીમાં 50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. વન-ડે માટે 25 ટકા અને ટી-20 માટે 12.5 ટકા પગારમાં વધારો કરવામાં આવ્યો છે.

પાક.ક્રિકેટ બોર્ડ ચીફ શું બોલ્યાં 
પાકિસ્તાનના 25 ખેલાડીઓની સેલેરીમાં વધારો થવા જઇ રહ્યો છે. પીસીબી મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ ઝકા અશરફે કહ્યું કે, "અમારું માનવું છે કે અમારા ખેલાડીઓ પાકિસ્તાન ક્રિકેટની સાચી સંપત્તિ છે અને તેમની સુખાકારી સુનિશ્ચિત કરવી એ અમારી ટોચની પ્રાથમિકતા છે." આ સાથે જ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે આ વિશે કહ્યું કે પીસીબીએ ખેલાડીઓ સાથે કરાર કર્યા છે, આ ખૂબ જ સારો વિચાર છે. હું આ કરારથી ખૂબ જ ખુશ છું અને સંતુષ્ટ છું કે અમે પીસીબી સાથે કરાર કરી ચૂક્યા છીએ.

સાત વર્ષ બાદ પાક.ટીમ ભારત આવી
વર્લ્ડ કપ રમવા માટે પાકિસ્તાની ટીમ ભારત આવી પહોંચી છે. હૈદરાબાદ એરપોર્ટ પર ટીમનું આગમન થયું હતું. સાત વર્ષ બાદ પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપ રમવા ભારત આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ