બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / patna graduate chaiwali priyanka gupta know why are going to close

મહિલાનુ સાહસ / સોશ્યલ મીડિયામાં ફેમસ થઈ ગયેલી 'ગ્રેજ્યુએટ ચાયવાલી' બંધ કરી દેશે સ્ટોલ, જાણો આખરે એવું તો શું થયું

Premal

Last Updated: 11:36 AM, 5 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈકોનોમિક્સમાંથી ગ્રેજ્યુએટ કરી ચૂકેલી પ્રિયંકા ગુપ્તા જેણે હાલમાં નોકરી મેળવવામાં નિષ્ફળ રહ્યાં બાદ ચાની દુકાન ખોલવા માટે ચર્ચામાં આવી હતી. તે એક વખત ફરીથી ચર્ચામાં છે.

  • બિહારની યુવતી પ્રિયંકા ચા વેચ્યા બાદ ચર્ચામાં આવી હતી
  • બિહારની યુવતી હવે તેની ચાની દુકાન કરી રહી છે બંધ
  • મિની ફૂડ ટ્રકનો ઉપયોગ કરીને ચા-નાશ્તાના વ્યવસાયને વધારશે

ચા-નાશ્તો વેચવા માટે મિની ફૂડ ટ્રકની ઑફર

હા તમે સાચુ સમજ્યુ. બિહારની યુવતી હવે તેની ચાની દુકાન બંધ કરી રહી છે કારણકે કોઈએ તેને પહેલાથી જ ફળી રહેલા વેપારને વધારવામાં મદદ કરવાનુ વચન આપ્યું છે. મીડિયા રિપોર્ટસ મુજબ, કોઈ અજ્ઞાત વ્યક્તિએ તેને ચા-નાશ્તો વેચવા માટે મિની ફૂડ ટ્રક ઑફર કરી છે. ચાવાળીએ કથિત રીતે તેના આ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે અને મિની ફૂડ ટ્રકનો ઉપયોગ કરીને ચા અને નાશ્તો વેચીને તેના વ્યવસાયને વિસ્તારવાનો નિર્ણય કર્યો છે. શું આ સારું નથી? યુવતીએ ફક્ત આ શરત પર સહમતિ દર્શાવી છે કે તે થોડા સમયમાં તેના ચાના વ્યવસાયથી થતા લાભથી ખાવાના ટ્રકનો સંપૂર્ણ ખર્ચ ચૂકવી દેશે. 

ટ્રક પર ચા બનાવનારા લોકોને પણ રાખશે

એટલું જ નહીં, પ્રિયંકાએ ફૂડ ટ્રક પર પેશેવર ચા બનાવનારા લોકોને પણ રાખવાનો નિર્ણય કર્યો છે, એટલેકે તેના ગ્રાહકોને તેની મનપસંદ ચા મળી શકે. પ્રિયંકા પહેલા બધુ એકલા જ મેનેજ કરતી હતી. પરંતુ હવે તેમણે પોતાના બિઝનેસને વધારવા માટે વધારે લોકોને હાયર કરવાનો નિર્ણય કર્યો છે. પ્રફૂલ્લ બિલોર એક એમબીએ ચાવાળા પાસેથી પ્રેરણા લઇને પ્રિયંકાએ હાલમાં બિહારના પટનામાં એક મહિલા કોલેજની પાસે એક ચાની દુકાન ખોલી હતી. જ્યારે તેને સારી નોકરી મળી ન હતી. 

આત્મનિર્ભર ભારતના રસ્તા પર જવાનો પ્લાન

24 વર્ષીય યુવતીએ ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લીધો અને નોકરી મેળવવા માટે પોતાનુ નસીબ અજમાવ્યું. પરંતુ જ્યારે તે નિષ્ફળ થઇ તો તેણે આત્મનિર્ભર ભારતના રસ્તા પર જવાનો નિર્ણય કર્યો. પ્રિયંકા જે પૂર્ણિયા જિલ્લામાંથી છે અને તેના બે નાના ભાઈ છે. તે તેની દુકાન પર મસાલા, ચોકલેટ અને પાન ચા 20 રૂપિયા, કુલ્હડ ચા 15 રૂપિયા અને કુકીજ 10 રૂપિયામાં વેચતી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ