ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / આરતી સાંગાણી ગાવા પહોંચે એ પહેલાં જ પાટીદાર યુવાનોએ વિરોધ કર્યો, ઘરવાળાએ બીજા કલાકારને બોલાવ્યો

વિરોધ / આરતી સાંગાણી ગાવા પહોંચે એ પહેલાં જ પાટીદાર યુવાનોએ વિરોધ કર્યો, ઘરવાળાએ બીજા કલાકારને બોલાવ્યો

Published By: Mit Soni

Last Updated: 11:25 PM, 29 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નનો વિરોધ ચારે બાજુ થઈ રહ્યો છે. ત્યારે ફરી એક વખત સુરતમાં આરતી સાંગાણીના કાર્યક્રમનો વિરોધ થયો હતો. સુરાણી પરિવારના લગ્નમાં આરતી ગીત ગાવા પહોંચી હતી.

ADVERTISEMENT

સુરતમાં પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નનો વિરોધ યથાવત છે કતારગામ વિસ્તારમાં સુરાણી પરિવારના લગ્નમાં આરતી સાંગાણી ગીત ગાવા પહોંચે તે પહેલાં જ પાટીદાર યુવાનોએ વિરોધ કર્યો હતો. જેના કારણે પરિવારે આરતીની જગ્યાએ અન્ય કલાકારને બોલાવ્યા.ધર્મેશ સુરાણીએ કહ્યું કે સમાજના હિત અને સમયને ધ્યાનમાં રાખીને આરતી સાંગાણીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે...

20

સુરતમાં આરતીનો વિરોધ

સુરતના કતારગામ વિસ્તારમાં સુરાણી પરિવારના લગ્નમાં આરતી સાંગાણીનો ગીત ગાવાનો પ્રોગ્રામ હતો જ્યાં પાટીદાર સમાજના લોકો એકઠા થયા હતા અને તેને ભારે વિરોધ કર્યો હતો.વિરોધ થતા તાત્કાલિક આરતીને રદ કરી ગીતા પટેલને નક્કી કર્યા

10

શું છે સમગ્ર મામલો ?

સુરતની પાટીદાર સમાજની જાણીતી સિંગર આરતી સાંગાણીએ તાજેતરમાં જ તબલા ઉસ્તાદ સાથે પ્રેમલગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે. જોકે તેમના આ નિર્ણયથી સોશિયલ મીડિયામાં કેટલાક લોકો તેમનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક લોકો તેમનો વિરોધ પણ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે હવે સિંગર આરતી સાંગાણીનો એક વીડિયો સામે આવ્યો છે તેમાં તેઓ પોતાના પ્રેમલગ્નને લઈ વાત કરી રહ્યા છે.

વધુ વાંચો: BIG NEWS : યુક્રેને રશિયન પ્રેસિડન્ટ પુતિનના નિવાસસ્થાન પર કર્યો ડ્રોન એટેક

આરતીના પિતાએ પણ નિવેદન આપ્યું હતું

આરતી સાંગાણીના પિતા સંજયભાઈ સાંગાણીએ જણાવ્યું હતું કે, તેઓએ પોતાની દીકરીને દીકરા સમાન માનીને ઉછેરી હતી. પરિવાર અને સમાજના વિરોધ છતાં પણ દીકરીના સપનાઓ પૂરાં થાય તે માટે તેઓએ હંમેશા તેનો સાથ આપ્યો. તેમણે કહ્યું કે, “મેં આંખ બંધ કરીને દીકરી પર વિશ્વાસ કર્યો હતો, પણ આજે મને એવું લાગે છે કે મારી સાથે વિશ્વાસઘાત થયો છે.” તેમના જણાવ્યા પ્રમાણે, આ ઘટના માત્ર એક પરિવારની નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ગંભીર બાબત છે. પરિવાર અને સમાજ ચિંતામાં મુકાયો છે. આરતીએ જે પગલું ભર્યું છે તેનાથી અનેક પ્રશ્નો ઊભા થયા છે. આ સાથે સંજયભાઈએ વધુમાં કહ્યું કે, 16 તારીખે આરતી સાથે ભાવનગર-મેંદરડા પ્રોગ્રામ પૂર્ણ કરીને બસમાં પરત ફરવાની વાત થઈ હતી. પરંતુ ત્યારબાદ અચાનક તેનો ફોન બંધ થઈ ગયો. લાંબા સમય સુધી સંપર્ક ન થતાં 17 તારીખે આરતી ગુમ થયાની ફરિયાદ નોંધાવવાની ફરજ પડી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Patidar Community Protest Patidar Singer Aarti Sangani Aarti Sangani

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ