ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / BIG NEWS : યુક્રેને રશિયન પ્રેસિડન્ટ પુતિનના નિવાસસ્થાન પર કર્યો ડ્રોન એટેક

વિશ્વ / BIG NEWS : યુક્રેને રશિયન પ્રેસિડન્ટ પુતિનના નિવાસસ્થાન પર કર્યો ડ્રોન એટેક

Published By: Ajitsinh Jadeja

Last Updated: 09:41 PM, 29 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Russia Ukraine War: યુક્રેને 28 ડિસેમ્બરની રાત્રે 91 લાંબા અંતરના ડ્રોનથી રશિયન રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાનને નિશાન બનાવ્યું હતું.

ADVERTISEMENT

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવે સોમવારે દાવો કર્યો હતો કે યુક્રેને નોવગોરોડ ક્ષેત્રમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સત્તાવાર નિવાસસ્થાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યુ કે આ પછી મોસ્કો તેની શાંતી વાટાઘાટો અંગે સમીક્ષા કરશે.

લાવરોવના અનુસાર યુક્રેને 28 ડિસેમ્બરની રાત્રે 91 લાંબા અંતરના ડ્રોનથી રશિયન રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાનને નિશાન બનાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે રશિયન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ બધા ડ્રોનને નષ્ટ કરી દીધા હતા.

Vladimir Putin

તેમણે કહ્યું કે આવી "બેજવાબદાર કાર્યવાહી" નો જવાબ આપવામાં આવશે. તેમણે તેને "રાજ્ય-પ્રાયોજિત આતંકવાદ" ગણાવ્યો. લાવરોવે જણાવ્યું હતું કે રશિયન સશસ્ત્ર દળોએ બદલો લેવા માટે પહેલાથી જ લક્ષ્યો ઓળખી કાઢ્યા છે.

રશિયન વિદેશ પ્રધાને એમ પણ કહ્યું હતું કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે સંભવિત શાંતિ કરાર અંગે યુક્રેન સાથે વાટાઘાટો ચાલી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે રશિયા વાટાઘાટોમાંથી પાછળ હટશે નહીં, પરંતુ વાટાઘાટો અંગે મોસ્કોના વલણની સમીક્ષા કરવામાં આવશે.

vtv app promotion

આ પણ વાંચોઃ નેશનલ / કરોડપતિ કેમ છોડી રહ્યાં છે ભારત? સરકારે કહ્યો અસલી ખેલ

દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ આ આરોપોને ખોટા ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે રશિયા કિવમાં સરકારી ઇમારતો પર હુમલા માટે માહોલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

જો કે આ વચ્ચે એ સ્પષ્ટ નથી થયું કે હુમલા સમયે રાષ્ટ્રપતિ પુતિન નિવાસસ્થાને હાજર હતા કે નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Volodymyr Zelensky Vladimir Putin Russia Ukraine War

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ